શેરબજારમાં નુકસાન થવાનું કારણ
શેરબજારમાં એવા લોકો ને વધારે નુકસાન થાય છે જેને શેરબજારમાં કોઈ પણ પ્રકારની માહિતી હોતી નથી. બીજાના આધારે અથવા તો કોઈ ના કહેવાય થી કે પછી કોઈ એ આપેલી ટીપ્સ ના આધારે શેર ખરીદવા થી નુકસાન થવાની સંભાવના વધારે હોય છે. શેરબજારમાં ટીપ્સ ના આધારે એક બે વખત કદાચ નફો થાય પણ લાંબા ગાળે નુકસાન થાય છે એટલે ટીપ્સ ના આધારે શેર ખરીદવા નથી
શેરબજારમાં નુકસાનથી બચવા માટે શું કરવું
શેરબજારમાં નુકસાન થી બચવા માટે તમારે શેર બજારમાં વિશે માહિતી હોવી જરૂરી છે જેવી રીતે કે તમે કોઈ પણ બિઝનેસ શરૂ કરો તેના પહેલા તમે તેના વિશે બધુ જાણી લ્યો છો કે બિઝનેસ માં નફો કેટલાક છે નુકસાન કેટલું છે રોકાણ કેટલું છે કાચું મટીરીયલ કેટલુંક જોશે માલનું વેચાણ કેવી રીતે અને ક્યાં કરવુ આવી જ રીતે શેર બજારમાં પણ હોય છે પહેલા શેર બજારનુ પરુ જ્ઞાન હોવું જોઈએ. શેરબજારમાં નુકસાન થી બચવા માર્કેટની પૂરી માહિતી હોવી જોઈએ chart analysis આવડતું હોવું જોઈએ. ગ્લોબલ માર્કેટ વિશે માહિતી હોવી જોઈએ, ઓપન ચેન વિશે માહિતી હોવી જોઈએ, આ બધું આવડે તો જ ટ્રેડિંગ કરવું જેથી નુકસાન ની સંભાવના ઓછી રહે.
0 ટિપ્પણીઓ