ગુજરાતમાં આવનાર વાવાઝોડું વિશે માહિતી | Information about incoming storms
ગુજરાતમાં વાવાઝોડું ૧૨/૬/૨૦૨૩ આજુબાજુ આવશે જેના કારણે તમાંમ માસીમાર ને દરીયો ખેડવાની સરકાર દ્વારા મનાઈ કરવામાં આવી છે. બધાને ખાસ ચેતવણી આપવામાં આવી છે કે દરીયા કિનારે કોઈ એ કામ વગર ખોટાં આંટા મારવા નહીં, કિનારે થી દુર રહેવા ની વહીવટી અઘિકારીઓ દ્વારા સુચના આપવામાં આવી છે.
દરીયા વિસ્તારમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે આ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારે થી પસાર થવાનું છે તેની આંખ એટલે કે તેનો મધ્ય ભાગમાં જ્યાં વધારે અસર થાય તે આંખ ગુજરાતનાં દરિયા કિનારે થી પસાર થઇ ને પાકિસ્તાન તરફ આગળ વધે છે એટલે ગુજરાતનાં દરિયા કિનારા ના વિસ્તાર માં વરસાદ અને ૧૬૦ ની સ્પીડ થી પવન ફૂંકાય છે અને આ પવનની અસર આખા ગુજરાતમાં આને મધ્ય પ્રદેશ માં પણ થશે. વધારે અસર દરીયા કિનારા ના વિસ્તાર પોરબંદર દ્વારકા જામનગર સુરત ભાવનગર જુનાગઢ અમરેલી વિસ્તારમાં જોવા મળશે. આ વાવાઝોડું એટલું મોટું છે કે તેનો અડધો ભાગ જ ગુજરાતમાંથી પસાર થશે તોય આખું ગુજરાત અને મધ્ય પ્રદેશ ને તેની અસર જોવા મળશે.
વાવાઝોડું થી બચવા માટે શું ધ્યાન રાખવું જોઈએ
વાવાઝોડું થી બચવા માટે કોઈ પણ વ્યક્તિએ 🏡 ઘરની બહાર નીકળવું નહીં ઘરમાં સલામત સ્થળે રહેવું જેથી પવન ફૂંકાય ત્યારે કોઈ વસ્તુ માથે ન આવે તેનું ધ્યાન રાખવું.
વાવાઝોડું આવવાનું હોય તે પહેલાં ખાવાં પીવાની સામગ્રી વે વસ્તા કરી રાખવી.
વાવાઝોડું ફૂંકાયું ત્યારે જો મકાન કાચું કે પતરાં વાળું અથવા નળીયા વાળું હોય તો સાવધાન રહેવું જેથી કરીને આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય કદાચ પતરાં કે નળીયા ઉડી જાય તો પણ તેની પકડવા જવું નહીં જેથી કરીને આપણને કોઈ પણ નુકસાન ન થાય. જીવતા હોય તો વસ્તુ બીજી પણ આવી તેને પકડી ને જીવ જોખમમાં મૂકવો નહીં.
વાવાઝોડું ફૂંકાયું તે પહેલાં મોબાઈલ ને ચાર્જ કરી લેવુ જેથી કરીને કોઈ મુશ્કેલી આવી હોય તો કોઈ ને જાણ કરવા માટે કામ આવે તેનું જલ્દી થી બચવા અથવા તેનું કોઈ નિવારણ આવે.
0 ટિપ્પણીઓ