વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાના સ્ત્રોત અને તેની માહિતી | Methods of generating electrical energy

 વિદ્યુત ઉર્જાના વિશે માહિતી અને વિદ્યુત કેવી કેવી રીતે ઉત્પન્ન થાય છે તેની જાણકારી | Sources of electrical energy generation and its information

વિદ્યુત ઉર્જા એ આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓમાંથી એક છે એક કલાક પણ વિજળી ન હોય તો પણ આપણે નિરાશ થઈ જવાની છીએ ખાધા વગર એક બે કલાક ચાલે પણ વિજળી વગર ન ચાલે આપણી તમામ જરુરીયાતો વિજળી ઉપર નિર્ભર થઇ ગઈ છે. તો આપણે જાણીએ વિજળી ઉત્પન્ન કરવાના સ્ત્રોત અને તેની માહિતી

વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાના સ્ત્રોત અને તેની માહિતી | Methods of generating electrical energy


વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાના ધણા બધા સ્ત્રોત છે જેવા કે પવન દ્વારા, પાણીનો ડેમ દ્વારા, કોલસા દ્વારા, સોલાર પ્લાન્ટ દ્વારા વગેરે વગેરે દ્વારા ભારત દેશમાં વિદ્યુત ઉત્પાદન કરવામાં આવે છે.

પવન દ્વારા વિજળી કઈ ઉત્પન્ન થાય છે?

 તમે મોટી મોટી પવનચક્કી તો જોઈ હસે પવનચક્કીના મોટા પાખડા પવન થી ફરે છે એટલે તેનાથી તેની સાથે લગાવેલો ગેર બોક્સ ફરે છે ગેર બોક્સ ફરે એટલે તેની સાથે લાગેલ જનરેટર ફરે છે અને જનરેટર ફરે એટલે વિજળી ઉત્પન્ન થાય છે. પવનચક્કી નુ પાખડુ એક આટો ફરે એટલે જનરેટર ૯૫ આંટા ફેરે છે પાખડા હંમેશા ધીમે ધીમે ફરે છે વધારે ફરે તો તેમાં ઓટોમેટિક બ્રેક સીસ્ટમ થી બ્રેક લાગી જાય છે. પવનચક્કી માં ઓટોમેટિક સીસ્ટમ થી કામ કરે છે.  આ વિદ્યુત ઉર્જાને પવન ઉર્જા તરીકે ઓળખીએ છીએ.

પાણીના ડેમથી વિજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે?

પાણીના ડેમમાં થી પાણીને છોડવામાં આવે છે જેથી પાણીના પ્રવાહથી ટરબાઈન ફરે છે ટરબાઈન એટલે તેની સાથે લગાવેલો જનરેટર ફરે છે જનરેટર ફરે એટલે વિજળી ઉત્પન્ન થાય છે. આ વિદ્યુત ઉર્જાને જળ ઉર્જા તરીકે ઓળખીએ છીએ.

કોલસા દ્વારા વિદ્યુત એટલે કે વિજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે?

કોલસા દ્વારા ઉત્પાદિત થતી વિજળી એટલે કે આપણે તેને થર્મલ પાવર પ્લાન્ટ તરીકે ઓળખીએ છીએ જેમાં કોલસા ને સળગાવી તેની ગરમ વરાળ થી ટરબાઈન ને ફેરવવામાં આવે છે ટરબાઈન ફરે એટલે તેની સાથે લગાવેલ જનરેટર ફરે છે જનરેટર ફરે એટલે વિજળી ઉત્પન્ન થાય છે આ જનરેટર ને હાય સ્પીડ થી ફેરવવામાં આવે છે.

સોલાર પ્લાન્ટ દ્વારા વિજળી ઉત્પન્ન કેવી રીતે થાય છે?

સોલાર પેનલમાં સોલાર સેલ હોય છે જે સુર્યનાં કીરણો ને વિદ્યુત માં રુપાંતર કરે છે. આ સોલાર પેનલ સુર્ય હોય ત્યારે જ કામ કરે છે. તેમે ધાબા ઉપર લગાવેલા જોયા હશે તે ૩ કિલો વોટ થી ૫ કિલો વોટ સુધીના હોય છે એને મોટા પાયે એટલે કે વિઘામા કે હેક્ટર માં હોય તો તેને સોલાર પાવર પ્લાન્ટ તરીકે ઓળખીએ છીએ જેમાં મેગાવોટ માં વિજળી નુ ઉત્પાદન થાય છે. તેને આપણે સૌર ઊર્જા તરીકે ઓળખીએ છીએ.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ