ઢોરના રક્ષણ માટે એક કદમ | A step for the protection of stray cattle
એક ગાયની વેદના | The agony of the cow
આપણા ભારત દેશમાં ગાયને માતા તરીકે પૂજે છે અને બીજી તરફ તેજ લોકો તેને રઝળી કરી દે છે. આપણા દેશમાં ગાયોનું પાલન વધારે માલધારી સમાજ કરે છે. માલધારી સમાજમાં ખાસ કરીને ગામડામાં રહેતા માલધારીઓ ગાયોને બહાર રખડવા ઘરેથી કાઢી મેકે છે અને દોવાના સમય થાય એટલે ઘરે લાવીને દુધ દોઈ ને બહાર રખડવા કાઢી મેકે છે. આવા લોકો મફત માં દુધની કમાણી કરે છે અને બિચારા મુંગા પશુઓને રખડવા પર મજબૂર કરે છે ગાયો ઉપર આવો અત્યાચાર કરે છે આવા અત્યાચારી લોકોને કોઈ પણ પ્રકારની કાર્યવાહી પણ નથી થતી એટલે જ ગાયો રોડ રસ્તા ઉપર રખડવા માટે મજબૂર થયા છે. કોઈ પણ હોય માલીકીના ઢોરને રખડવા માટે મજબૂર કરનાર ઓને ગાય માતાની કદર હોતી નથી તેને તો બસ કમાણીથી જ મતલબ હોય છે. ગાયનું રક્ષણ કરવું હોય તો પહેલા માલીકીની ગાયને રખડવા ન દો અને રેઢીયાળ ગાયોને ગૌશાળામાં રાખવાથી ગાયનું રક્ષણ પણ થાય અને સારો ઉછેર પણ થાય.
રેઢીયાળ ઢોર રખડવા માટે મજબૂર | Cattle forced to roam
જે દેશમાં ગાયને માતા સ્થાન આપવામાં આવ્યું છે ત્યાજ ગાયોને તથા વાછરડા ને રેઢીયાળ કરી દેવામાં આવે છે. આનો પણ એક ઈલાજ છે જે પણ વાછરડા તથા ખુટિયા અને ગાયો રખડે છે તેને પકડી ને જંગલમાં છોડી દેવામાં આવે જેથી તેમને પણ ખાવાનું મળી જાય અને જંગલી પ્રાણીઓ પણ ખાવાનું મળી રહે. કુદરતે રચેલી ચક્કર પણ ચાલતું રહે. જંગલી પ્રાણીઓને ભોજન ની તલાશ માં જંગલી બહાર ન જવું પડે. જંગલી બહાર પણ તને શિકાર કરવાનો અને જંગલમાં મળી રહે તો તેને ક્યાં જવું ન પડે. આ રેઢીયાળ ગાયો માટે પણ સારું છે કતલખાના માં કપાય તેના કરતાં વધારે સારું જંગલમાં રહેવાનું એટલા માટે જંગલમાં છોડી દેવા એ સારો ઉપાય છે. ઘેટાં બકરાં અને ભેંસને તમે ક્યારેય રેઢીયાળ ઢોરની જેમ રખડતા નહીં જોવો કારણે તે કતલખાના કપાય છે અને ખૂંટ કે વાછરડા કતલખાના કપાતા નથી એટલા માટે તે રેઢીયાળ થઈ ને રખડે છે તેને ગૌશાળામાં અથવા મોટા જંગલમાં છોડી દેવા તેજ બહેતર ઉપાય છે. ગાય માતાનુ રક્ષણ એ આપણો ધર્મ છે. ઘણી બધી એવી ગૌશાળા છે જે આવા રેઢીયાળ ગાયોને ગૌશાળામાં રાખે છે અને તેનું જતન કરે છે.
0 ટિપ્પણીઓ