૧૫મી ઓગસ્ટ વિશે માહિતી | Information about 15th August
૧૫મી ઓગસ્ટ વિશે ગુજરાતી નિબંધ | Gujarati Essay on 15th August
૧૫મી ઓગસ્ટ આપણે આપણા માટે બહુ મહત્વનો દિવસ છે કારણ કે આ દિવસે આપણને આઝાદી મળી હતી. ૧૫ મી ઓગસ્ટ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ પહેલા અંગ્રેજો નું રાજ હતું.
દર વર્ષે ભારત દેશમાં ૧૫મી ઓગસ્ટ નો દિવસ " સ્વાતંત્ર્ય " દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અંગ્રેજો ની ગુલામી માંથી મુક્ત કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહ ની લડત શરૂ કરી હતી. આ લડતમાં ગાંધીજીને દેશના નેતાઓ અને પ્રજાજનો પુરેપુરો સાથ સહકાર મળ્યો.
છેવટે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે ભારત દેશને આઝાદી મળી.
૧૫મી ઓગસ્ટે સવારે દિલ્હીના લાલ કિલ્લા પરથી આપણા વડાપ્રધાન તિરંગો લહેરાવીને દેશને સંબોધે છે. ૧૫મી ઓગસ્ટે તમામ શાળાઓમાં, કોલેજમાં, સરકારી કચેરીઓમાં તથા અર્ધ સરકારી કચેરીઓમાં જાહેર રજા હોય છે. શાળા, કોલેજ તથા સરકારી કચેરીઓમાં ધ્વજ વંદન કરવામાં આવે છે. આ સાથે શાળાઓ તથા કોલેજમાં દેશભક્તિના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આ સાથે બાળકો દેશના વિરો તથા સહિદો ની શોર્ય ગાથા ના ગીતો અને નાટકો ભજવાય છે અને વિવિધ રમતો પણ રમાય છે. તો આપણે પણ આ દિવસને ધ્વજ વંદન કરીને દેશની આઝાદીને મનાવી એ.
"જય ભારત"
"વંદે માતરમ્"
0 ટિપ્પણીઓ