સાત અજાયબીઓમાં ગણાતી બેલરોક લાઈટ હાઉસ ( દીવાદાંડી ) વિશે માહિતી
![]() |
બેલરોક દીવાદાંડી |
દરીયા કિનારે નજીક આવતા ટીમ્બર ને દિશા માર્ગદર્શન કરવા માટે કિનારે ઊંચા ટાવર ઉપર એક મોટી લાઈટ હોય છે. આ ટાવર ને લાઈટ હાઉસ અથવા દીવાદાંડી પણ કહેવામાં આવે છે. અત્યારે દીવાદાંડી માં વીજળીથી ચાલતી લાઈટ હોય છે. તે સતત ફરતી રહે છે અને સ્ટીમબર ને સિગ્નલ આપે છે. દુનિયા ભરના બંદરો પર વિવિધ પ્રકારની લાઈટ હાઉસ હોય છે. લાઈટ હાઉસ જુદી-જુદી પ્રકારના અને અનોખી સ્થાપત્ય છે. ક્લોકટાવરની જેમ આ દીવાદાંડી ના લાઈટ હાઉસ પણ જાણીતા બન્યા છે. વીજળી નહોતી ત્યારે દીવાદાંડી માં તેલના દીવા અને મશાલ કરીને સિગ્નલ આપતા. પ્રાચીન દીવાદાંડી અજાયબીભરી અને જોવા જેવી હતી.
![]() |
Bellrock lighthouse |
વિશ્વની સૌથી જૂની દીવાદાંડી અને તે સાત અજાયબીઓમાં ગણાય છે તેના વિશે માહિતી?
સ્કોટલેન્ડ ના દરીયા કિનારે આવેલી બેલરોક લાઈટ હાઉસ વિશ્વની સૌથી જૂની અને 35 મીટર ઊંચી દીવાદાંડી છે. તે ઈ.સ. 1807મા બનાવવામાં આવી હતી. આ દીવાદાંડી આજે પણ હયાત છે તે જમાનામાં વિશ્વની સૌથી ઊંચી દીવાદાંડી હતી.
બાંધકામ ક્ષેત્રમાં અજાયબી ગણાતી આ દીવાદાંડી ને 1988 માં આધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવી હતી. આ દીવાદાંડી ની લાઈટ 56 કીલોમીટર દુરથી પણ દેખાય છે. વિશ્વની સાત અજાયબીઓમાં તેની ગણતરી થાય છે. બેલરોક ખડક અપશુકનિયાળ ગણાતો તેની આસપાસ અનેક જહાજો ગુમ થવાની વાતો પ્રચલિત હતી. આ દીવાદાંડી નું બાંધકામ સ્ટીવન્સન નામના વ્યક્તિએ રાખેલુ. બાંધકામ દરમિયાન એન્જિનિયર નું મોત પણ થઇ ગયુ હતુ. આ દીવાદાંડી ગ્રેનાઈટ ના 2500 મોટા પથ્થરોથી બનાવવામાં આવેલી છે. અને બધા જ પથ્થર એક જ ધોડા વડે સ્થળ ઉપર લાવવામાં આવેલા. આ બધા પડકારો ને કારણે આ દીવાદાંડી અજાયબીઓમાં ગણાય છે. 1955 માં આ દીવાદાંડી સાથે હેલીકોપ્ટર અથડામણ થતાં તુટી પડયું હતું. દીવાદાંડી ને પણ ધણું નુકસાન થયું હતું. અને આ દીવાદાંડી ની કહાની પણ ધણી પ્રચલિત છે. વાર્તાઓ માં લાઈટ હાઉસ તરીકે પ્રચલિત છે.
બીજું જ્યોતિર્લિંગ વિશે માહિતી?
0 ટિપ્પણીઓ