મરચાં તીખા કેમ હોય છે તેના વિશે માહિતી? | Why is cayenne pepper hot

 મરચાં તીખા કેમ હોય તેનું વિજ્ઞાન

મરચાં તીખા કેમ હોય છે તેના વિશે માહિતી? | Why is cayenne pepper hot

તીખા મરચાં વિશે માહિતી


મરચાં તીખા કેમ હોય તેનું કારણ શું તેના વિશે માહિતી?

તમે શાકમાર્કેટમાં ધણી પ્રકારના મરચાં જોયા હશે. મરચાં ની કુલ ૩૦૦૦ કરતા પણ વધારે જાત છે. બધામાં અલગ-અલગ પ્રકારની તીખાશ હોય છે કોઈક માં વધુ તો કોઈક માં ઓછી. મરચાં લાલ થાય એટલે તેને સુકવવામાં આવે છે સુકાઈ જાય એટલે તેને ખાંડી ને પાવડર કરીને વાપરવામાં આવે છે. મરચાં ના ધણાં આર્યુવેદીક ગુણો છે. મરચાં લીલા હોય કે સુકા તીખા તો લાગે જ. મરચાંમાં કેપ્સેસીન નામનું દ્રવ્ય હોય છે. આ દ્રવ્યને રંગ કે ગંધ નથી પણ તીખો સ્વાદ છે. તીખો સ્વાદ વિશિષ્ટ છે. વિજ્ઞાનીઓએ મરચાં ની તીખાશ માપવા સ્કીવીલ સ્કેલ શોધ્યો છે. મરચાં માં રહેલ કેપ્સેસીનના પ્રમાણ પ્રમાણે તે કેટલા સ્કોવીલ યુનિટ તીખું છે તે જાણવા મળે છે.

સૌથી તીખા મરચાં ક્યાં અને તેના વિશે માહિતી?

     આસામમાં ભૂત ઝોલકીયા મરચાં વિશ્વમાં સૌથી તીખા છે. તેની તીખાશ એક લાખ સ્કોવીલ યુનિટ થી વધુ છે. આપણે રસોઈમાં સામાન્ય રીતે ત્રણથી ચાર હજાર સ્કોવીલ યુનિટ તીખા મરચાં વાપરી શકીએ.

     આસામના ભૂતજોલકિયા અને ટ્રીનીડાડના ટ્રીનીડાડ સ્કોર્પિયન મરચાં સૌથી વધુ તીખા છે. ત્યારબાદ ચોકલેટ હબાલોકિયા, ડોર્સેટ નાગા, સેવન પોટ હબાનેરો, નાગા વાઇપર અને કેરોલીના રીપર ખુબ જ તીખા મરચાં ની જાત છે. કેપ્સેસીન પાણીમાં ઓગળતુ નથી પરંતુ ચરબીમાં ઓગળે છે. મરચું તીખું લાગે તો દુધનો ઘુંટડો ભરવાથી જીભ ઉપરનું કેપ્સેસીન ઓગળીને દુર થઇ જાય છે અને તીખાશ બંધ થઈ જાય છે. ૧૦૦ થી ૧૦૦૦ સ્કોવીલ યુનિટના સૌથી ઓછા તીખા મરચાંની જાતમાં બનાના પીપર, પાપરિકા થાઈમેન્ટોનો સમાવેશ થાય છે. ગોળ દડા જેવા કેપ્સીકમ મરચાં બેલ પીપર કે સ્વીટ પીપર કહેવાય છે. તેમાં કેપ્સેસીન પણ હોતી નથી.

વિશ્વની સૌથી જૂની દીવાદાંડી વિશે માહિતી?

શિવરાત્રીનો તહેવાર કેમ ઉજવાય છે?

પાણી પીવાથી કેટલાં ફાયદા થાય?

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ