મહાબળેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ વિશે નિબંધ
મહાબળેશ્વર મહાદેવ મંદિર
![]() |
Mahabaleshwar Mahadev |
મહાબળેશ્વર મહાદેવ વિશે પૌરાણીક કથા
પશ્ચિમી સાગર તટ ઉપર ગોકર્ણ નામક એક ઉત્તમ ક્ષેત્ર માં મહાબળ શિવલિંગ ના રૂપ માં સ્વયે મહાદેવજી અવસ્થિત છે. રાવણે ધોર તપ દ્વારા તેમના થી વર પ્રાપ્ત કરી ગોકર્ણ માં મહાબળ મહાદેવ ની સ્થાપના કરી. માઘ કૃષ્ણ ચર્તુદશી ના શિવજી ના આ પાર્થિવ લિંગ ની પૂજા થી અન્ત્યજનોં ને પણ મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.
આ સંબંધ માં ઈતિહાસ પ્રસિદ્ધ છે કે સૌમની નામક બ્રાહ્મણ કન્યા એ વિવાહ ના થોડાક વર્ષો ના ઉપરાન્ત જયારે તેનો પતિ ના સ્વર્ગવાસ થયો તો થોડાક સમય સદાચાર અને નિયમ થી જીવન વિતાવ્યું પણ તે ફરી થી કામપીડિત થઈ ને વ્યભિચારિણી બની ગઈ . આના દુરાચાર થી ધરવાળાઓ તેને ધર થી નિકાળી દીધી. ભટકતી ભટકતી સૌમની ને એક શૂદ્રે તેને અપનાવી લીધી. શૂદ્ર ની પત્ની બની તે માંસાહાર અને મદ્યપાન કરવા લાગી. એક દિવસ તો તેણે એક વાછરડા ની મારી ને તેનો માંસ ખાઈ લીધો. તેના મરણોપરાંત યમરાજે તેને નરકવાસ થી નિવૃત્ત કરી ચાંડાલ ના ધર એક અંધી બાળા ના રૂપ માં જન્મ થયો. બધા સુખો થી વંચિત તે અંધ બાળા કુષ્ઠ રોગ ની શિકાર થઈ ગઈ. આવી રીતે તેનો જીવન નરકમય બની ગયો.
એકવાર ગોકર્ણ ની યાત્રા એ જતા શિવભકતો ના પાછળ તે ભિક્ષા ના પ્રલોભન માં ચાલી ગઈ. કોઈએ તેની હથેલી ઉપર બિલ્વમંજરી રાખી તો, તેણે બિલ્વમંજરી ને અભક્ષ સમજી ને દૂર ફેંકી દીધી. સંયોગ ની વાત કે તેના હાથ થી છુટી બિલ્વમંજરી રાત્રી માં કોઈ શિવલિંગના મસ્તક પર પડી. અહીં ચતુર્દશી ની તે રાત્રી એ તેને કાંઈ ન મળવાને કારણે તે નિરાહાર વ્રત થઈ ગયો. સાથે જ રાત્રી જાગરણ પણ થઈ ગયો. સવાર માં ઘેર પાછા આવ્યા પછી ક્ષુધાતુર તે અચેત થઈ ને પડી ગઈ અને તેથી તેની મૃત્યુ થઈ ગઈ. શિવગણો એ તેને વિમાનારૂઢ કરી શિવજી નો પરમ પદ ને પ્રાપ્ત કરાવ્યો. મહાબળ શિવજી ની અજ્ઞાનતા થી કરેલી પૂજા થી તે ચાંડાલિની નું ઉદ્ધાર થઈ ગયો. સજ્ઞાન પૂજા અમિત ફળદાયિની છે. આમાં સંદેહ નું લેશમાત્ર પણ સ્થાન નથી.
મહાબળ શિવજી ની પૂજા થી બ્રહ્મ હત્યા જેવું ધોર પાપ થી પણ મુક્તિ મળે છે. આ સંબંધ માં પ્રસિદ્ધ ઈતિહાસ આમ છે કે ઈક્વાકુવંશીય મિત્રસહ દ્વારા પોતાના જયેષ્ઠ ભાઈ કમઠ અસુર નો માર્યા જવા પર પ્રતિશોધ ની ભાવના થી કમઠ એ રાજા ના ધેર રસોઈયા ની નોકરી કરી લીધી.
દુષ્ટ અને કપટી અસુર એ કૃત્રિમ સદવ્યવહાર થી રાજા મિત્રસહ નું વિશ્વાસ જીતી લીધું અને તેનો પ્રધાન રસોઈયો બની ગયો. એક દિવસ જયારે રાજાએ પોતાના ગુરૂ વશિષ્ઠ ને જમવા માટે આમંત્રિત કર્યું તો પેલા દુષ્ટ જમવામાં માણસ નું માંસ રાંધી ને જમવા માટે પરોસી દીધુ. વશિષ્ઠજીએ આ બધું જાણી લીધુ. તેમણે ક્રુદ્ધ થઈ ને રાજાને રાક્ષસ થઈ જવાનો શ્રાપ આપી દીધુ. સત્ય જાણીને વશિષ્ઠજીએ તે શાપ ની અવધિ બાર વર્ષની કરી દીધી. અહીં રાજા ગુરૂના અનુચિત વ્યવહાર ઉપર ક્રુદ્ધ થઈ ને હાથ માં પાણી લઈ ને ગુરૂ ને શાપ આપવા લાગ્યો પણ તેની પત્ની દમયન્તી ના સમજાવા થી તે રોકાઈ ગયો. રાજા એ પોતાના હાથ નો પાણી પોતાના પગ ઉપર નાખ્યો કે તેના પગ કાળા પડી ગયા અને તે જ દિવસ થી મિત્રસહ રાજા નું નામ કલ્માષપાદ પડી ગયું.
એક વાર રાક્ષસ બને કલ્માષ પાદે એક તપસ્વી મુનિ અને તેના પુત્ર ને પકડી ને ફાડી નાખ્યો. મુનિ પત્ની એ પોતાના પતિ અને પુત્ર ને છોડવા તે રાક્ષસ થી ધણી અનુનય વિનય કર્યું, પરન્તુ જયારે રાક્ષસ તેની એક ના સાંભળી તો તે મુનિ પત્ની એ તેના વંશ ને નિર્મુલ કરવા માટે શ્રાપ આપ્યો કે સ્ત્રી સમાગમ કરવા થી તેની મૃત્યુ થઈ જશે.
બાર વર્ષ ની અવધિ પૂરી થવા ઉપર રાજા શાપ મુકત થઈ ને પોતાના અસલ સ્વરૂપ માં આવ્યો તો દયમન્તી થી સમાગમ કરવા લાગ્યો. તે પતિવ્રતા સ્ત્રી ને બ્રાહ્મણી નું શાપ જ્ઞાત થઈ ગયું, જેથી તેણે પોતાના પતિ ને ભોગ થી વિરત કરી દીધું. આથી તે ગૃહસ્થી થી ઉદાસીન થઈ ને વન માં ચાલ્યો ગયો. પરન્તુ બ્રહ્મહત્યા એ તેનો ત્યાં પણ પીછો ન છોડયો. તેણે અનેક જપ, તપ, દાન, વ્રત કર્યા પણ બ્રહ્મહત્યા તેના થી ચોંટેલી રહી.
અન્ત માં તે શિવ ભકત ગૌતમ મુનિ ની શરણ માં ગયો, તો ઋષિએ તેના પર કૃપા કરતા, તેને ગોકર્ણ નામક શિવક્ષેત્ર માં જઈ ને મહાબળેશ્વર લિંગ ની પૂજા કરવાની સલાહ આપી. ત્યાં જઈ ને શિવજી ની આરાધના કરવા થી રાજા બ્રહ્મહત્યા ના પાપ થી મુકત થઈ ને અન્ન માં શિવ પદ પામ્યો શિવજી ની પૂજા થી મોટા મોટા પાપો થી મુકિત પામીને શિવસ્વરૂપ થઈ જાય છે.
0 ટિપ્પણીઓ