Vyadhreshwar Mahadev | વ્યાધ્રેશ્વર મહાદેવ વિશે માહિતી? | History of Vyadhreshwar temple

 વ્યાધ્રેશ્વર મહાદેવ વિશે માહિતી?

Vyadhreshwar Mahadev


વ્યાધ્રેશ્વર મહાદેવ વિશે પૌરાણીક કથા?

મહાદેવ ને પ્રસન્ન કરવા વાળા અનેકો નેક વ્રત, પૂજાઓ ઉપવાસો તથા જાપો માં શિવ રાત્રિ નું વ્રત સર્વોત્તમ છે. શિવરાત્રિ ના વ્રત નું વિધાન આ પ્રકાર નું છે.

 સવાર માં જલ્દી ઉઠી ને સ્નાનાદિક નિત્યકર્મ થી નિવૃત્ત થઈ ને શિવાલય માં જઈ ને શિવજી ને પ્રણામ કરવું અને શિવરાત્રિ ના વ્રત કરવાનું સંકલ્પ કરવું. તે પશ્ચાત પૂજાની સામગ્રી સાથે જ્યોતિર્લિંગ ને સુન્દર સ્થાન માં સ્થાપિત કરવું. ત્રણ વાર આચમન કરી પૂજન શરૂ કરવું. " ઓમ્ નમઃ શિવાય " મંત્ર નું જાપ કરવું અને નૃત્ય ગાયન વાદન આદિ શરૂ કરવું રાત્રિ જાગરણ કરવું પછી પ્રાર્થના કરી હાથ જોડવું, માથું નમાવવું અને વારે ધડીયે નમન કરતા વ્રત પૂરું કરવું. આ વ્રત થી તમે સન્તુષ્ટ થાઓ અને મારા પર કૃપા કરો. આ કહીને મહાદેવજી પર પુષ્પો ની અંજલિ ચઢાવવી. પછી યથાશકિત દાન દઈ ને તેમનું વિસર્જન કરી અને શૈવ બ્રાહ્મણ ને ભોજન દ્વારા સન્તુષ્ટ કરી પછી પોતે જમવું.

 પ્રત્યેક પ્રહ૨ માં પાર્થિવ લિંગ ની સવિધિ પૂજન કરવું મંત્રોચ્ચારણ સાથે પંચદ્રવ્ય ચઢાવવું અને પછી જળ થી અભિષેક કરવું. ૧૦૮ વાર " ઓમ્ નમઃ શિવાય ” આ પંચાક્ષરી મંત્ર નું જાપ કરવું અને આટલી જ વાર શિવજી ઉપર જળ ની ધારા આપવી. આના ઉપરાંત પુષ્પ, ફળ, ધૂપ, દીપ, નૈવેદ્યાદિ થી પૂજન કરવું. રાત ભર જાગરણ કરતાં પૂજન અને ભજન ઈત્યાદિ કરતાં રહેવું. સૂર્યોદય થયા પછી સ્નાનદિક નિત્યકર્મ થી નિવૃત્ત થઈ ને શિવાર્ચન કરવું.

 બ્રાહ્મણ થી આશીર્વાદ લેવું તથા શિવ ભકત બ્રાહ્મણો ની જમવાની વ્યવસ્થા કરવું અને શંકર ભગવાન થી જન્મ જન્માંતર માં પોતાની ભકિત આપવાનું વર માંગવું. શિવરાત્રિ ના વ્રત કરવા વાળા શ્રદ્ધાળુ ભક્ત ને તેરસ ના દિવસે એક વખત જમવુ જોઈએ. અને ચૌદશ ના દિવસે નિરાહાર રહેવું જોઈએ. શિવરાત્રિ ના આખો દિવસ અને આખી રાત્રે શિવ મંદિર માં શિવ પૂજન માં ધ્યાન લગાવવું જોઈએ. લિંગ તો ભદ્ર મંડળ તથા સર્વતોભદ્ર નું ચક્ર નું સવિધિ નિર્માણ કરવું જોઈએ. વ્રત ના અંત માં કૃત - અકૃત પાપ, અપરાધ ના સમાપન ની પ્રાર્થના કરવી જોઈએ અને વ્રત ના સફળ હોવાની પ્રાર્થના કરવી જોઈએ શિવરાત્રિ નું આ વ્રત અમિત ફળદાયી છે. આ સંબંધ માં એક ઈતિહાસ પ્રસિદ્ધ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ