Harishwar Mahadev
હરીશ્વર મહાદેવ વિશે માહિતી?
![]() |
હરીશ્વર મહાદેવ |
હરીશ્વર મહાદેવ વિશે પૌરાણીક કથા
એક વખત જયારે રાક્ષસો મુનષ્યો ને ધણું દુઃખ દેવા લાગ્યા અને ધર્મ નું હાસ થઈ ગયુ, ત્યારે દેવતાઓ વિષ્ણુજી ના પાસે ગયા. તેમણે દેવો ને આ કહીને આશ્વસ્ત કર્યું કે તે શિવજીની આરાધના કરે, અને તેમના થી પ્રાપ્ત શકિત થી દૈત્યો નું સંહાર કરે. વિષણુજી કેલાશ ની ઉપત્યકતા માં જઈ ને શિવ નુ ભજન કરવા લાગ્યા. માના સરોવર માં ઉત્પન્ન કમલોં થી શિવજી ની પૂજા કરવા લાગ્યા. તેમણે શિવજી ના સહસ્ત્ર નામોં નું પાઠ આરંભ કર્યું. તે એક એક નામ મંત્ર નું ઉચ્ચારણ કરતાં એક એક કમળ તેમના પર ચઢાવા લાગ્યા. વિષ્ણુ ની સત્યનિષ્ઠા ની પરીક્ષા માટે શિવજી એ સહસ્ત્ર કમલોં માં થી એક કમળ ને છુપાવી લીધુ, જેને શોધવા માટે વિષ્ણુ એ ત્રણે લોક માં શોધ ખોળ કર્યું, પણ તેમને તે કમળ ન મળ્યું. ત્યારે અચલવતી વિષ્ણુજી એ પોતાનો એક આંખ ને શિવલિંગ ઉપર ચઢાવા લાગ્યા કે તરત જ શિવજી - પ્રકટ થઈ ને તેમને અભિલાષિત વર માંગવાનું કહ્યું.
ત્યારે વિષ્ણુએ સર્વજ્ઞ અને સર્વાન્તર્યામી શિવજી થી ધર્મ ને નષ્ટ થવાની અને રાક્ષસો ના અત્યાચારો થી પીડિત હોવાની વાત કહી આ સાંભળી દેવાધિદેવ મહાદેવ વિષ્ણુ ને પોતાનો તેજપુંજ સુદર્શન ચક્ર આપ્યું, જેથી વગર મહેનતે વિષણુ જી એ રાક્ષસો ના વિનાશ કરવામાં સફળ થયા.
તે દિવસ થી વિષ્ણુજી નિત્ય શિવલિંગ ની પાર્થિવ પૂજા કરી ને શિવ સહસ્ત્ર નામનું પાઠ કરવા લાગ્યા. તે ભકતો ને પણ આ શિવ સહસ્ત્ર નામનું પાઠ કરવાનો ઉપદેશ આપવા લાગ્યા શિવજી ની પાર્થિવ પૂજા ના પ્રભાવ થી વિષણુ બધા દેવી દેવતાઓ માં અગ્રગણ્ય પ્રસિદ્ધ થયા.
0 ટિપ્પણીઓ