સાતમું જ્યોતિર્લિંગ વિશ્વેશ્વર મહાદેવ મંદિર ક્યાં આવેલું છે અને તેના વિશે માહિતી?
વિશ્વેશ્વર મહાદેવ વારાણસી અથવા કાશી માં વિરાજમાન ભૂતભાવન ભગવાન શ્રી વિશ્વનાથ અથવા વિશ્વેશ્વર મહાદેવ નું સાતમું જ્યોતિર્લીંગ આવેલું છે. તે જ્યોતિર્લિંગ નો મહિમા અથવા પૌરાણિક કથા જાણીએ
![]() |
વિશ્વનાથ મંદિર વારાણસી |
વિશ્વેશ્વર મહાદેવ વિશે પૌરાણીક કથા?
નિર્વિકાર, ચૈતન્ય અને સનાતન બ્રહ્મ ને પ્રથમ નિર્ગુણ થી સગુણ શિવરૂપ ધારણ કર્યું અને ફરી થી શિવ શકિત રૂપ થી પુરૂષ સ્ત્રી ભેદ ના બે રૂપ ધારણ કર્યા પ્રકૃતિ પુરૂષ ( શકિત શિવ ) ને ભગવાન શિવએ ઉત્તમ સૃષ્ટિ માટે આકાશવાણી દ્વારા તપ કરવાનું આદેશ આપ્યું. તેમણે તપ ના માટે ઉત્તમ સ્થાન નિર્દેશ કર્યું જયારે
પ્રાર્થના કરી તો નિર્ગુણ શિવે પોતાની જ પ્રેરણા થી સમસ્ત તેજ સમ્પન્ન અત્યન્ત શોભાયમાન પંચકોશી નગરી નું નિર્માણ કર્યું, ત્યાં ઉપસ્થિત થઈ વિષ્ણુજી એ ધણા કાલ સુધી શિવજી નું ધ્યાન કરતા તપ કર્યું, ત્યારે તેમના પરિશ્રમ થી ત્યાં અનેક શિલાખંડો થી સરિતા ઓ અને જળધારાઓ નીકળી ને પ્રકટ થઈ ગઈ. આ અદભુત દૃશ્ય ને જોઈ ને વિસ્મિત થતા વિષ્ણુએ જેમ જ માથુ હલાવ્યું ત્યાં તેમના કાનમાં થી એક મણી ત્યાં પડી ગઈ. જેથી તે સ્થાન નું નામ જ મણિકર્ણિકા તીર્થ પડી ગયું. મર્ણિકર્ણિકા ના તો પાંચ કોટ વિસ્તાર વાળા સપૂર્ણ જળ ને શિવજી એ પોતાના ત્રિશુલ ઉપર ધારણ કર્યું, જેમાં વિષ્ણુજી પોતાની સ્ત્રી લક્ષ્મીજી સાથે સુઈ ગયા અને શિવજી ની આજ્ઞા થી તેમના નાભિ - કમલ થી બ્રહ્મા ની ઉત્પત્તિ થઈ.
બ્રહ્માજી એ શિવજી ની આજ્ઞા થી આ અદભુત સૃષ્ટિ ની રચના કરી, જેમાં પચાસ કરોડ યોજન વિસ્તૃત ચૌદ લોક છે. પોતાના જ કર્મો થી પંચકોશી નગરી ને સંમ્પૂર્ણ લોકો થી પૃથક રાખ્યું. આજ નગરી માં શિવજી એ પોતાને મુકિતદાયક જયોતિર્લિંગ ને સ્વયં સ્થાપિત કર્યું જે આને કદાપિ નહીં છોડી સકે, શિવજી એ ફરી થી તે જ કાશી ને પોતાના ત્રિશુલ થી ઉતારી ને મૃત્યુ લોક માં સ્થાપિત કરી દીધુ. જે બ્રહ્મા ના દિવસ પૂરા થવા ઉપર નષ્ટ નથી થતું અને પ્રલય માં શિવજી તેને ફરી થી પોતાના ત્રિશુલ ઉપર ધારણ કર્યા રહે છે . કાશી માં અવિમુકતેશ્વર લિંગ સદા સ્થિત રહે છે. કયાં પણ ગતિ ન પાવા વાળા પ્રાણીઓ ની વારાણસી પુરી માં ગતિ થઈ જાય છે. મહાપુણ્ય દાયક પંચકોશી નગરી ધોરતમ પાતકો ની નાસિકા અને સાયુજય નામક ઉત્તમ મુકિત ની દાયિકા છે. આ જ કારણ છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા પ્રશંસિત આ નગરી માં દેવતા પણ મૃત્યુ ની કામના કરે છે. અંદર થી સત્વગુણી અને બાહર થી તમોગુણી રૂદ્ર ની પ્રાર્થના ઉપર પાર્વતી સાથે વિશ્વનાથ ભગવાન શંકર એ આ નગરી ને પોતાનો સ્થાઈ નિવાસ બનાવ્યો છે.
કાશી નગરી મોક્ષ ની પ્રકાશિકા અને જ્ઞાનદાત્રી છે અહીં ના નિવાસીઓ કોઈ પણ તીર્થાદિ ની જાત્રા કર્યા વગર જ મુકિત ના ભાગીદાર બની જાય છે. આ કાશી માં મરવા વાળા પ્રત્યેક બાળક, યુવા, વૃદ્ધ, સધવા, વિધવા, પવિત્ર, અપવિત્ર પ્રસૂતા, સપ્રસૂતા, વિધુ૨ સ્વેદજ, અંડજ, ઉદભિજ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રાદિ મોક્ષ ને પ્રાપ્ત કરે છે, આમાં અણુ માત્ર નો પણ સન્દેહ નથી. મનુષ્ય જે જમતો હોય, સુતો હોય અથવા અન્ય કોઈ પણ કાર્ય કરતો હોય, અવિમુકતેશ્વર ના પાસે પ્રાણ ત્યાગ કરવા છતાં તે મોક્ષ નો હકદાર બને છે. આ ક્ષેત્ર માં સત્કર્મ કરેલો, સહસ્ત્ર કલ્પ માં પણ ક્ષય ને પ્રાપ્ત નથી થતો, શુભ અને અશુભ પ્રકાર થી મનુષ્ય નો જન્મ થાય છે, કાશીવાસ થી બન્ને નો નાશ હોવા છતાં તેને નિશ્ચય જ મુકિત મળે છે.
કર્મકાંડ ના બન્ધન માં નાખવા વાળા કર્મ ત્રણ પ્રકાર ના છે.
( ૧ ) સંચિત - પૂર્વજન્મ માં કરેલ શુભ અશુભ કર્મ પોતાના એકત્રિત રૂપ માં
( ૨ ) ક્રિયામાર્ણ વર્તમાન - આ જનમ માં કરી રહેલા શુભ - અશુભ કર્મો.
( 3 ) પ્રારબ્ધ - શરીર ના ફલસ્વરૂપ ભોગ્યા જવા વાળા કર્મ. પ્રારબ્ધ કર્મ નું નાશ એકમાત્ર ભોગ થી અને સંચિત તથા ક્રિયમાણ નુ વિનાશ પૂજન અને આદિ ઉપાય થી થાય છે. કાશી માં જઈ ને ગંગાસ્નાન અને વિશ્વનાથ ના દર્શન - પૂજન થી સંચિત તથા ક્રિયમાણ કર્મો નું નિશ્વત રૂપ થી નાશ થઈ જાય છે. સુત્ય તોઆ છે કે કાશી માં પ્રાણ ત્યાગ કરવા પર પુનર્જન્મ નથી થતું. આ પ્રકાર કાશી ની મહિમા અપ૨મ્પાર છે.
ત્ર્યંબકેશ્વર જયોર્તિલિંગ વિશે માહિતી?

0 ટિપ્પણીઓ