ત્ર્યંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે અને તેના વિશે માહિતી
![]() |
ત્ર્યંબકેશ્વર મહાદેવ |
ત્ર્યંબકેશ્વર જયોર્તિલિંગ વિશે નિબંધ
ત્ર્યંબકેશ્વર જયોર્તિલિંગ ભગવાન શિવની આ આઠમી જ્યોતિર્લીંગ છે. મહારાષ્ટ્ર ના નાસિક જીલ્લા માં બ્રહ્મગીરી ની પાસે ગોદાવરી નદીના કિનારે સ્થાપિત છે. ત્રંબક માં આવેલું છે. હાલનું મંદિર પેશ્વા બાલાજી રાવ (નાનાસાહેબ) દ્વારા બાંધવામાં આવ્યું હતું. આ અદ્ભૂત કોતરણીવાળું કાળમીંઢ પથ્થરનું ભવ્ય મંદિર બનાવવામાં આવેલ છે. આ ત્ર્યંબકેશ્વર મંદિર ૧૨ જ્યોતિર્લિંગ માં નું એક જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ માં જયાંથી જળનો સ્ત્રાવ થાય છે, તે મુખને હાથથી બંધ કરી દેવામાં આવે તો તેની અંદરની દિવાલ પર થોડા ઊંડે આવેલ મોટા લીંબુ જેવડા ત્રણ લિંગો અને ચોથો ખાડો સ્પષ્ટ દેખાય છે. અને ત્રણ લિંગોના દર્શન થાય છે. અહીં સ્ત્રીઓને જયોર્તિલિંગની પૂજા કરવાની મનાઈ છે.
ત્ર્યંબકેશ્વર જયોર્તિલિંગ વિશે પૌરાણિક કથા
અહિલ્યા ના પતિ ગૌતમ દક્ષિણ બ્રહ્મ પર્વત ઉપર તપ કરતા હતા. ત્યાં એક વખત સૌ વર્ષો સુધી પાણી ન વરસવા થી પૃથ્વી નું પાલનપણ જતું રહ્યું. જીવો નો પ્રાણાશ્રય પાણી ના અભાવ માં ત્યાં ના રહેવાસી ઓ મુનીયો તથા પશુ - પક્ષીયો આદિ તે સ્થાન ને છોડી ને ભાગી ગયા. એવી ધોર અનાવૃષ્ટિ ને જોઈ ને ગૌતમે છ મહિના સુધી પ્રાણાયમ દ્વારા માંગલિક તપ કર્યું. જેથી પ્રસન્ન થઈ ને પ્રકટ થયેલા વરૂણ થી તેમને પાણી નું વરદાન માંગ્યું. વરૂણ દેવ ના કહેવા થી ગૌતમ ઋષિએ એક હાથ નું ખાડો કર્યો. જેમાં વરૂણજી ની દિવ્ય શકિત થી પાણી ભરાઈ ગયું. તેમણે ઋષિ ને કહ્યું કે તમારા પુણ્ય પ્રતાપ થી આ ખાડો અક્ષય નીર વાળો તીર્થ બનશે, તમારા નામ થી જ પ્રસિદ્ધ થશે અને યજ્ઞ, દાન, તપ, હવન, શ્રાદ્ધ અને દેવપૂજા કરવા વાળા ને વિપુલ ફળ દેવા વાળો બનશે. તે પવિત્ર જળ ને પામીને ત્યાં ના ઋષિયોં ને ઘણું સુખ થયુ અને રેગિસ્તાન હરિયાલીમાં પરિવર્તિત થઈ ગયું. ઋષિયો ને યજ્ઞ કરવા માટે વાંછિત વ્રીહી નું ઉત્પાદન શરૂ થયું.
એક વાર ગૌતમ ના શિષ્ય પેલા ખાડા માં થી પાણી લેવા ગયા તો તેજ વખતે ત્યાં બીજા અન્ય ઋષિયો ની પત્નિયો પણ પાણી લેવા પહુંચી અને પહેલે પાણી લેવાની હઠ કરવા લાગી. ગૌતમ ના શિષ્ય ગુરૂ પત્ની ને બોલાવી લાવ્યો અને તેમણે વચમાં પડી ને શિષ્યને પહેલે પાણી લેવાની વ્યવસ્થા કરી.
ઋષિ પત્નિયોએ આથી પોતાનું અપમાન સમજી ને વાત ને લાંબી ચોડી કરી ને પોત - પોતાના ઋષિ પતિઓ ને આ વાત થી ભડકાવ્યો. તે ઋષિયો એ ગૌતમ થી આ અપમાન નો પ્રતિશોધ લેવા માટે ગણેશજી નુ તપ કર્યું. ગણેશજી એ પ્રકટ થઈ ને વર માંગવાનું કહ્યું. આથી ઋષિયો એ ગૌતમ નું અનિષ્ટ ની કામના કરતા તેમને ત્યાં થી અપમાનિત કરી ને ત્યાં થી નિકાળવાની શકિત નું વરદાન માંગ્યુ. ગણેશજી એ પરોપકારી મહાત્મા ગૌતમ જેમણે પાણી લાવીને ઋષિયો નો દુઃખ દૂર કર્યો હતો, તેમના પ્રતિ દુર્ભાવના ન રાખવા તેમને અનુરોધ કર્યો પરંતુ ઋષિયો એ હઠ પકડવા થી ગણેશજી એ તેમની પ્રાર્થના સ્વીકારી અને સાથે આ ચેતવણી પણ આપી કે પરોપકારી મહાત્મા ગૌતમ ને દુ:ખ દેવા માટે તેનું દુષ્પરિણામ ભોગવવા તૈયાર રહેશો.
એક દિવસ ગૌતમ જયારે વ્રીહી લેવા ગયા તો એક બીમાર પાતળી ગાય રસ્તામાં ઊભી હતી. ગૌતમએ જૌ ની લાકડી લેવા જેમ જ ગાય ને હટાવવા તેને લાકડી થી મારી કે તે ગાય ત્યાં જ પડી ગયી અને મૃત્યુ પામી બસ પછી શું? ઋષિયો ને જયારે આ વાત ની જાણ થઈ કે તેમણે ગૌહત્યા નું પાપ ગૌતમ ના માથે મડી દીધું અને તેમનું ઘણું અપમાન કર્યું અને તે સ્થાન ને દુઃખ ના તાપ થી બચાવવા તેમને ત્યાં થી જતા રહેવાનું કહ્યું. ગાય ને હટાવવા નું ઉપક્રમ માં અકસ્માત જ પેલી ગાય ની મૃત્યુ થી ગૌતમજી ઘણા દુ:ખી થયા અને આત્મગ્લાનિ થી તે સ્થાન છોડી ને ચાલ્યા ગયા.
ગૌતમ ઋષિએ ગૌહત્યા ના પાપ થી નિવૃત્તિ માટે ઋષિયો એ જે ઉપાય બતાવ્યો -તે અનુસાર પોતાના તપ થી ગંગાજી ને લાવી ને સ્નાન કરવું અને કોટિ સંખ્યા માં પાર્થિવ લિંગો ને બનાવી ને શિવજી ની પૂજા કરી. શિવજી એ પ્રસન્ન થઈ ને તેમને બતાવ્યું કે તો શુદ્ધાન્ત કરણ વાળા મહાત્મા છે. તેમના સાથે અન્યાય થયું છે. અન્યથા તેમણે કોઈ પાપ નથી કર્યું. શિવજી એ ગૌતમને વ૨ માંગવાનું કહ્યું તો તેમણે ભગવાન થી ગંગા તેને દઈ ને સંસાર નું ઉપકાર કરવાનું વ૨ માંગ્યું. શિવજી એ ગંગાજી ના તત્વરૂપ અવશિષ્ટ જળ મુનિ ને પ્રદાન કર્યું. ગૌતમે ભગવાન થી પ્રાપ્ત ગંગા થી પોતાને ગૌહત્યા ના પાપ થી મુકત કરવાની પ્રાર્થના કરી. ગંગાજી એ કહ્યું કે હું તમને પાપ થી મુકત કરી સ્વર્ગ જવાની ઈચ્છા રાખું છે. પરંતુ શિવજી એ ગંગા ને કલયુગ પર્યન્ત ધરતી ઉપર રહેવાનો આદેશ આપ્યો. ગંગાજી એ પણ તેમને કહ્યું કે તમે પાર્વતી સાથે પૃથ્વી તલ ઉપર નિવાસ કરો. સંસાર ના ઉપકારાર્થ શિવજીએ આ સ્વીકાર કર્યું.
ગંગાજી એ શિવજી થી પુછ્યું કે તેની મહત્તા નું સંસાર ને કેવી રીતે ખબર પડશે? ત્યારે ઋષિયો એ કહ્યું કે જયાં સુધી બૃહસ્પતિ સિંહ રાશી પર સ્થિત ૨હેશે. ત્યાં સુધી અમે બધા તમારા તન ઉપર નિવાસ કરીશું અને નિત્ય બન્ને વખત ગંગામાં સ્નાન કરી શિવજી નું દર્શન કરતા રહીશું. આથી અમારા પાપ છુંટી જશે. આ સાંભળી ગંગાજી અને શિવજી ત્યાં સ્થિર થયા. ગંગા ગૌતમી નામ થી પ્રસિદ્ધ અને લિંગ ત્ર્યમ્બક નામ થી વિખ્યાત થયા.
ગંગા નું પ્રથમ પ્રવાહ ગૂલર ની શાખા જેવું હતું. આ સ્થાન નું નામ ગંગાદ્વા૨ પડયું અને આમાં સૌથી પ્રથમ ગૌતમજી એ સ્નાન કર્યું. જયારે બીજા ઋષિ મુનિયો ત્યાં સ્નાન કરવા આવ્યા તો ગંગાજી અદ્રશ્ય થઈ ગઈ. ગૌતમજી એ ગંગાથી ધણું અનુનય વિનય કરી, પરન્તુ ગંગા એ કૃતધ્ન ઋષિયોં ને દર્શન દેવું સ્વીકાર્યું નહી. આથી ગૌતમ એ ફરી થી ગંગાજી થી પ્રાર્થના કરી, તો ગંગા એ દંડ સ્વરૂપ આ પર્વત ની સૌ વાર પરિક્રમા કરવા ઉપરાંત અન્ય ઋષિયો દર્શન દેવાનું સ્વીકાર કર્યું. ઋષિયોં એ તેવું જ કર્યું અને પોતાના અપરાધ માટે ગૌતમ ઋષિ થી ક્ષમા માંગી તેના પછી જ તેમને ગંગાનું દર્શન અને સ્નાન સુલભ થયું.
પાચીન ગ્રંથો માં એવું પણ મળે છે કે ક્રોધિત થયેલા ગૌતમ ઋષિએ પેલા ઋષિઓ ને શ્રાપ આપ્યું હતું જેથી તેઓ નારાજ થઈ ને કાંચીપુરી માં આવીને રહેવા લાગ્યા અને શિવભકિત થી દૂર થઈ ગયા. તેમના પુત્ર - પૌત્રાદિ પણ શિવભકિત થી વંચિત થઈ દુષ્ટ દાનવ થઈ ગયા. ફરી આ સ્થાન ઉપર ગંગાજી માં સ્નાન કરી ત્રંબકેશ્વર જયોતિર્લિંગ ની પૂજા કરવા થી તેમનું ઉદ્ધાર થયું.
વૈદ્યનાથ જ્યોતિર્લિંગ વિશે માહિતી?
0 ટિપ્પણીઓ