વાસ્તુશાસ્ત્ર
Vastu Shastra
Which Vastu is good for House?
પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. જેની ગણના મહત્તા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ સ્વીકૂત થઇ રહી છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૂહસ્પતિ, ભૂગુ, વસિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનુ વાસ્તુશાસ્ત્ર માં અનોખું પ્રદાન છે.
![]() |
દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્મા |
વાસ્તુશાસ્ત્ર માં રહેવાની જગ્યા, મંદિર, અવશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરે ની રચના કેવી રીતે કરવી, કઈ
દિશામાં કરવી તે દર્શાવેલું હોય છે. બૂહદ્સંહિતામા વાસ્તુશાસ્ત્ર નો ઉલ્લેખ જોવા મળે છે. પંદરમી સદીમાં મેવાડના રાણા કુંભા એ વાસ્તુશાસ્ત્ર નો પુનરુદ્ધાર કરાવ્યો.
વાસ્તુશાસ્ત્ર ને આઠ ભાગમાં વહેચનાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્મા ને માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર માં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવમંદિર, બ્રહ્માસ્થાન, ભોજનકક્ષ, શયનખંડ આદિ વિવિધ સ્થાનોની માહીતી આપવામાં આવી હોય છે. વાસ્તુશાસ્ત્રના ર્દષ્ટિબિદુમા હવે પરિવર્તન આવ્યું છે. જ્યારે તેને હવે વિદેશોમાં પણ સ્વીકુતિ મળી રહી છે.
પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્ય થયું છે. આપણા ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે. તેમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યાવહારિક જ્ઞાન અને સમજણ નો સુભગ સમન્વય થાય છે. જે વિશ્વના બહુ ઓછાં દેશમાં છે. આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે. અહીં દરેક વ્યક્તિના ધર્મ, જીવનપદ્ધતિ તથા મૂલ્યોમાં વૈવિધ્ય હોવા છતાં આપણા દેશમાં એકતાના દર્શન થાય છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનુ મૂળભૂત લક્ષણ છે એ ભુલાવુ ન જોઇએ.
0 ટિપ્પણીઓ