અંબે માં નો ચમત્કાર
The miracle of Ambe
મંત્રિજી માતાજી નું મંદિર તો બનવાનુ ચાલુ થઈ ગયું પણ તપાસ કરો. રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ શિલ્પકાર કોણ છે. એક રાજા પોતાના રાજ્યમાં માતાજી નું ભવ્ય મંદિર બનાવી રહ્યા હતા. મંદિર બનાવવા નું કામ પુર જોશમાં ચાલી રહ્યું હતું અને રાજા મંત્રી ને કહી રહ્યા હતા કે મંત્રિજી માતાજી ની મુર્તિ એવી ભવ્ય અને વાસ્તવિક હોવી જોઈએ કે એ મુર્તિ નહીં પણ એક માં તેના બાળક સાથે સાચ્ચે જ વાત કરતી હોય તેવા તેના ભાવ અને આંખ ની નિર્મળતા હોવી જોઈએ.
![]() |
જય શ્રી અંબાજી |
મંત્રિએ લાંબી તપાસ કરી અને પછી રાજા ને કહ્યું રાજાજી એક શિલ્પકાર છે. પરંતુ એનો એક વટ છે. એ અહીં રાજ્યમાં નહીં આવે, પરંતુ આપને ત્યાં જવુ પડશે. રાજા ખુબ શાંત અને સમજદાર હતા, રાજા ને તરત મનમાં થયું આ કોઈ સામાન્ય શિલ્પકાર ના હોય શકે. જે મને ત્યાં બોલાવવાની હિંમત કરી શકે, તેની કલા અને તે વ્યક્તિ ને મારે રૂબરૂ જોઈ તેનો અંદાજ લગાવવો પડશે, રાજા એ સાચા અર્થમાં કલાનું સન્માન કર્યું કહેવાય, બાકી સૈનિકો મોકલી બંદી બનાવી પોતાની સામે એ શિલ્પકાર ને ઉભો રાખી શકે, પરંતુ એવું ન કરતા સામે એ શિલ્પકાર ને પોતે જાતે શિલ્પકાર ને મળવા ગયા શિલ્પકાર ના અસંખ્ય શિલ્પ જોઇ રાજા ખુશ થઇ ગયા.... અને માતાજી ની મુર્તિ તેને કેવા પ્રકારની જોઈએ છે. તે ઈચ્છા શિલ્પકાર પાસે વ્યક્ત કરી.
રાજા એ સમય પૂછ્યો કે માતાજી ની મુર્તિ બનાવતા કેટલો સમય લાગશે? શિલ્પકાર હાથ જોડી બોલ્યો રાજાજી ત્રીસ દિવસ તો થ સેજ, રાજા કહે મંજુર પણ તેનાથી મોડું ના થવું જોઈએ. આમ કહી રાજા ત્યાં થી નીકળી ગયા મહિનો પૂરો થવા માં હતો, રાજા ને થયું ચાલો મુલાકાત કરીએ માતાજી ની મુર્તિ કેટલે પહોંચી જોઈ આવું, રાજાએ મુલાકાત લીધી શિલ્પકાર ને પુછ્યુ માં ની મૂર્તિ ક્યાં છે ? શિલ્પકારે હાથ જોડી કહ્યું રાજાજી હજુ મેં તેના ઉપર કામ ચાલુ નથી કર્યું. રાજા તો એકદમ અકળાઈ ગયા અને કહ્યું હજી કામય ચાલુ નથી કર્યું ? તો તું મૂર્તિ બનાવી ને ક્યારે આપીશ ? મહેરબાની કરો, રાજાજી હજુ ૧૫ દિવસ આપો. શિલ્પકારે કહ્યું રાજા બોલ્યા ઠીક છે, પંદર દિવસ આપ્યા પરંતુ હવે પછી ના ૧૫ દિવસ માં જો માં ની મૂર્તિ તૈયાર ના થઈ તો પછી હવે તારુ માથું ને મારી તલવાર પંદર દિવસ વીતી ગયા. રાજા શિલ્પકાર પાસે આવ્યા પરંતુ આ શું આજે પણ શિલ્પકારે મૂર્તિ ના નામે કશુંજ ના બનાવ્યું. રાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો,
![]() |
અંબાજી માતા |
મ્યાનમાંથી તલવાર કાઢી ને શિલ્પકાર ના ગળા પાસે રાખી અને કહ્યું હૈ શિલ્પકાર તું એક રાજા સાથે વાત કરી રહ્યો છે, આ સમગ્ર રાજ્યનો ધણી તારા આંગણે ત્રણ ત્રણ વખત વિનંતી કરવા આવે છે અને તું છો કે એક રાજા ને રમાડે છે? મને લાગે છે કે તમે તારો જીવ વહાલો નથી, તો પછી મોતને વહાલું કરવા માટે તૈયાર થાય જા. શિલ્પકાર હાથ જોડી માથું ઝુકાવી બોલ્યો રાજાજી હું આપનો ગુનેગાર છું, આપ તો માય બાપ છો, તમે ઈચ્છો તો મારૂ સર કલમ કરી શકો છો, પરંતુ એક વાર મારી છેલ્લી વિનંતી સાંભળો રાજા એ કહ્યું બોલ શું છે તારી આખરી ઈચ્છા? શિલ્પકારે કહ્યું રાજા જી એક દિવસ મને બસ એક દિવસ આપો. હું તમારે જેવી જોઈએ છે એના કરતાં પણ શ્રેષ્ઠ માતાજી ની મુર્તિ તમને બનાવી આપીશ રાજા ને શિલ્પકાર ની વાત માં જરાક પણ વિશ્વાસ ના આવ્યો અને કહ્યું છેલ્લા ૪૫ દિવસ માં તે મૂર્તિ બનાવવાની શરૂઆત પણ નથી કરી અને કહે છો કે એક દિવસ માં બનાવી નાખીશ મુર્ખ સમજે છે શું? શિલ્પકારે ફરી એક વાર વિનંતી કરી અને કહ્યું રાજાજી એક દિવસ ફક્ત મારો વિશ્વાસ કરી લ્યો, કાલે હું મૂર્તિ ના બનાવી શકું, તો મારૂ સર સમગ્ર રાજ્યની વચ્ચે ધડથી અલગ કરી દેજો.
બસ રાજા ને થયું ૪૫ દિવસ રાહ જોઈ છે તો એક દિવસ ઔર સહી અને પોતાના ગુસ્સો શાંત કરી, શિલ્પકાર ને કહે છે, ઠીક છે આપ્યો એક દિવસ આપ્યો. તને જા સુરજ ઢળ્યો ને બીજા દિવસની સવાર પડી, રાજા આવ્યા શિલ્પકાર ના દ્વારે મોટું કપડું ઓઢાડેલી મૂર્તિ રાજા એ જોય રાજા આવ્યા શિલ્પકાર ના દ્વારે મોટું કપડું ઓઢાડેલી મૂર્તિ રાજા એ જોઈ મન માં ઉત્સુકતા હતી અને તરત જ શિલ્પકાર ને કહ્યું, ચલ બતાવ મૂર્તિ શિલ્પકારે તરત જ મૂર્તિ પર નું કપડું હતાવ્યુ અને આહાર હા માં અંબેની ભવ્ય અને દિવ્ય મંત્રમુગ્ધ કરી દે એવી માં ના વાત્સલ્યથી ભરપૂર મૂર્તિ જોઈ રાજા તો જાણે ભાન જ ભુલી ગયા અને શિલ્પકાર ને ભેટી પડ્યા. અને મો માંથી શબ્દો પણ નીકળી ગયા " વાહ કલાકાર વાહ, શું દિવ્યતા છે આ મૂર્તિ માં અને શું જાદુ છે તારા હાથમાં પરંતુ સાથે રાજા ને આશ્ચર્ય પણ થયું ૪૫ દિવસ માં જે કામ શિલ્પકારે ના કર્યું એ એક જ રાતમાં કરી બતાવ્યું? શિલ્પકાર ને પુછ્યુ ભાઈ આ કેવી રીતે શક્ય બન્યું જે કામ તે ૪૫ દિવસ માં ના કરી આપ્યું એ ફક્ત એક રાત્રીમાં, તને મારી તલવાર ની બીક લાગી ગઈ કે પછી કોઈ ચમત્કાર થયો છે ?
![]() |
અંબે માં |
શિલ્પકારે જે જવાબ આપ્યો ખરેખર સાંભળવા જેવો છે. શિલ્પકારે કહ્યું રાજાજી તમારે એવી દિવ્ય મુર્તિ જોઈતી હતી કે જે મૂર્તિ ને જોતાજ માં નો વાત્સલ્ય પ્રેમ દેખાઈ આવે અને એના માટે જ્યાં સુધી મારી આંખો માં પવિત્રતા ના આવે, જ્યાં સુધી મારી મા પ્રત્યેની ભાવના જાગૃત ના થાય મારી આંખો માં તેવો આદર ભાવ નહીં આવે ત્યાં સુધી હું આભગીરથ કાર્ય કરી રીતે કરી શકુ ? છેલ્લા ૪૫ દિવસ થી દિવસ રાત માં ની ઉપાસના જ કરું છું આંખો માંથી વિકાર દૂર કરી માં પ્રત્યે ની ભાવના ને હું જાગુત કરી રહ્યા છુ. ૪૫ દિવસ દરમિયાન મેં બીજા એક પણ મૂર્તિ નથી બનાવી. ફક્ત ને ફક્ત માં ની આરાધના જ રાજાજી મૂર્તિ તો હું ફક્ત એક જ દિવસમાં બનાવી શકું છું. પરંતુ એ માટેની પ્રેરણા મને આ ૪૫ દિવસ ની માં ની ઉપાસના બાદ જ મળી. શિલ્પકાર ની આંખ માંથી આશુ વહી રહ્યા હતા. તેમને શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ મૂર્તિ બનાવી આપવાની મારી ફરજ છે. સમગ્ર રાજ્યની જનતા અને એ જનતા નો ધણી જ્યાં માથું નમાવવા નો હોય ત્યાં મારી પણ કોઈ જવાબદારી અને ફરજ બની જાય છે.
રાજા એ તલવાર ઉપર થી હાથ લઈ શિલ્પકાર ના માથે હાથ મૂક્યો અને બોલ્યા ધન્ય છે તારી કલા ને તે તારી કલા ફક્ત વેચવા માટે નથી બનાવી. તેનો મને ગર્વ છે. અને પછી રાજાજી મંત્રી સામે જોઈ બોલ્યા મંત્રીજી કોઈ પણ સ્થાન ને ગ્રહણ કરવું સહેલું છે. પણ તેને યોગ્ય બનવું એક તપશ્ચર્યા છે. હું એક રાજા છું એટલે પ્રજા મને હાથ જોડે એ ખોટું છે. મારી પાસે સતા છે અને સતાના ભય થી હું કોઈ પણ વ્યક્તિ ને હાથ જોડવા મજબૂર કરૂં એ મારી નબળાઈ છે. પ્રજા જ્યારે મારા સદગુણો થી મારા સંસ્કાર થી મારી ન્યાય કરવા નિતીથી હાથ જોડે ત્યારે જ હું એક આદર્શ રાજા તરીકે સફળ થયો કહેવાય. યોગ્યતા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી હું કાર્ય નહીં કરે. ચાહે મુત્યુ કેમ ના મળે, પ્રાણ પ્રતિષ્ઠા નો મતલબ આજે હુ તારે ત્યાંથી સમજી ને જાવ છું. મિત્રો શિલ્પકારે બનાવેલી આ ભવ્ય મૂર્તિ ખરેખર જીવંત માં અંબે જેવી જ બની હશેને? તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.
0 ટિપ્પણીઓ