Jay Singh Prabhakar | અલ્વરના મહારાજ જયસિંહ

 રોલ્સ રોયસ કાર નો કચરા ગાડી તરીકે ઉપયોગ

મહારાજા જયસિંહ

Jay Singh Prabhakar


Jay Singh Prabhakar | Rolls Royce used by king for garbage of alwar jay Singh
Jay Singh Prabhakar


એક એવો સ્વભિમાની રાજપૂત જેના રોમેરોમમાં દેશદાઝ ભરેલી હતી. વટને ખાતર સેલ્સ રોયસ જેવી બ્રિટન ની કંપનીને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા. બ્રિટન અને ભારત ના ચોપડે બાકાયદા નોંધ છે. એવા રાજપૂતી ખમીર ની વાત છે. રાજસ્તાન ના અલવર પ્રૅગોણના મહારાજ જયસિંહ ને મોંધી મોટરકાર વાપરવાનો શોખ હતો. 1920 માં તેઓ લંડન ગયા હતા. અહીં ના રોકાણ દરમિયાન એક વખત તેમને  વિશ્વ વિખ્યાત રોલ્સ રોયસ કંપની નો શોરૂમ નજરે ચડી ગયો. મહારાજ સદા અ ને દેશી વેશમાં હતો. પોતાની રાજા તરીકે ની ઓળખાણ આપ્ના વગર શોરૂમ ઘુસી ગયા અને એક પછી એક મોટરકાર જોવા લાગ્યા.

 એક દમદાર અને મોંઘી કાર ઉપર એમની નજર પડી બાજુ માં ઉભેલા અંગ્રેજ સેલ્સમેન ને બોલાવી ને કારના સ્પેરપ્રાર્ટ્સ અને ફીચર્સ માટે જાણકારી આપવાનુ કહ્યું. અંગ્રેજી સેલ્સમેન મનમાં ખાર ખાઈ ગયો. અને જવાબ આપવાની ના પાડી દીધી એને થયું અંગ ઉપર જેવા તેવા કપડાં પહેરેલાં આ ભારતીય ગામડીયો આવી લકઝરીયસ કાર શું ખરીદવાનો હતો? એણે મહારાજ સાથે અપમાનજનક વહેવાર કર્યો, સેલ્સમેને મહારાજ ને બાવણુ પકડી ને શોરૂમ ની બહાર કાઢી મૂક્યા, મહારાજા જયસિંહ મનમાં ને મનમાં શમશમી ગયા. એમનું રાજપૂતી લોહી ઉકળી ઉઠ્યું એમને થયું, આ મારૂ જ નહીં પણ મારા દેશનું પણ અપમાન છે.

Rolls-Royce | Jay Singh Prabhakar Rolls Royce
Rolls-Royce


 રાજાએ એ વખતે ગુસ્સા ઉપર કાબૂ રાખ્યો પણ કંપની અને તેના અહંકારી સેલ્સમેન ને પાઠ ભણાવવા નું નક્કી કર્યું. તેઓ પોતાની હોટેલે ગયા. રાજા નો પહેરવેશ ધારણ કર્યો, કંપની ના શોરૂમ વાળા ને કહેણ મોકલ્યું કે અલવરના મહારાજા કારની ખરીદી કરવા માટે પધારી રહ્યા છે. નીયત સમયે રાજા તેના સીપસાલાર સાથે રોલ્સ રોયસ શોરૂમ માં પહોચી ગયા. શોરૂમ વાળા એ પણ લાલ જાજમ પાથરીને રાજા નું સ્વાગત કર્યું મહારાજા જયસિંહ એક નહીં બે નહીં પણ ૭ મોંધી કારનો ઓર્ડર આપ્યો. આ બધી જ કારની કિંમત તેમણે ઉભાં ઉભાં રોકડે પૈસા ચુકવી એક ઝાટકે ૭ કારનું વેચાણ કેશ પેમેન્ટ માં થતા શોરૂમ ના માલિક ની ખુશીનો પાર ન રહ્યો. શોરૂમ ના સૌવ કોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપી ને રાજા નું સન્માન કર્યું. પેલા અંહકારી સેલ્સમેન તો આભો જ બની ગયો જો કે કોઈનેય ખબર ન હતી કે રાજાના મનમાં શું ખેલ ચાલી રહ્યો છે. રાજા એ હુકમ કર્યો કે તેમણે ખરીદેલી બધી ગાડીઓ બાઈજ્જત ભારત મોકલી આપવામાં આવે અને સાથે પેલા સેલ્સમેન ને પણ તેમના દેશમાં મોકલવામાં આવે બીજા દિવસે આ બનાવ બ્રિટન ના છાપાની હેડ લાઈટ બની ગયો. રાજા પોતાના વતન ભારત પાછા ફર્યા.

Rolls Royce cars | Rolls Royce cars photos
Rolls Royce car


 તેમણે ખરીદેલી સાતેય ગાડીઓ એને કંપની નો સેલ્સમેન પણ ભારત પહોંચ્યા હતા. રાજ્યના પ્રજાજનો વિચારી રસીયા હતા કે રાજા આટલી બધી કારનું શું કરશે ? કારણ કે રાજાના ગેરેજમાં અગાઉથી જ મોંધી દાટ કારોનો તુટો નહતો પણ આ શું રાજાએ ભારત પહોંચ્યાના ૧-૨ દિવસમાં બધી જ ગાડીઓ સ્થાનિક નગરપાલિકાને સુપ્રત કરી દીધી. નગરપાલિકાને જણાવ્યું કે હવેથી આ સાતેય ગાડીઓનો ઉપયોગ શહેરનો કચરો ઉપાડવામાં કરવામાં આવે. રાજાનો હુકમ એટલે કોઈ ચુ કે ચા ના કરી શકે. આમેય સત્તા આગળ શાણપણ નકામુ, બીજો દિવસ થી રોલ્સ રોયસ ની બધી ગાડીઓ કચરાગાડી તરીકે બજારમા ફરવા લાગી. લોકો કુતુહલ સાથે આ કારમા કચરો ઠાલવવા માંડ્યા. ચારે કોર રોલ્સ રોયસ કંપનીની હોહા‌ થવા લાગી. લંડનથી રાજસ્થાન આવેલા કંપનીના સેલ્સમેનની હાલત કાપો તોય લોહી ન નીકળે એવી થઈ ગઈ. 

Rolls Royce cars jay Singh Prabhakar | મહારાજ જયસિંહ એ રોલ્સ રોયસ કાર નો કચરા ગાડી તરીકે કરો
Rolls-Royce-cars


એને સમજાવા લાગ્યું કે રાજા તેણે કરેલા અપમાનનો બદલો આ રીતે લેવા માંગે છે. યાદ રહે એ સમયે ભારતમાં પણ અંગ્રેજોનુ રાજા હતું. રોલ્સ રોયસ જેવી ખ્યાતિપ્રાપ્ત કંપનીની રેવડી દામોદર થતી જોઈ ને અંગ્રેજોના ચહેરાના રંગ ઉડી ગયા. એમના માટે તો હા પાડે હાથ કપાઈ અને ના પાડે તો નાક કપાઈ જેવી જીતી શકે એમ ન હતાં. એ સમયે સોશ્યલ મીડિયા નો જમાનો ન હતો. છતાં પ્રત્રિકા સામયિક, છાપાં, રેડીયાઓમા બખડજંતર ગાજવા લાગ્યુ, જંગલમાં આગ લાગે એમ આ વાત યુરોપ અને અમેરિકા સુધી ફેલાણી લોકો રોલ્સ રોયસ કંપની ની મજાક ઉડાવવા લાગ્યા. કંપની ની શાખને ફટકો બટ્ટો લાગ્યો. કારના વેચાણ ઉપર માઠી અસર પડવા લાગી. રોલ્સ રોયસ કારને કચરા ઉપાડતી ગાડીનું લેબલ્સ લાગી ગયું. તપાસ કરતાં કંપનીના માલિકોને આંખો મામલો સમજાય ગયો. 

અલ્વરના મહારાજા જયસિંહ | રોલ્સ રોયસ કારનો કચરા ગાડીનુ લેબલ્સ
Jay Singh Prabhakar alwar


તેઓ કંપનીની શાખ બચાવવા શિયાવિયા થવા લાગ્યા. એમને થયું રાજાની ઈજ્જતભેળ માફી માંગી લેવામાં જ માલ છે. કંપનીએ તેના લેટરપેડ ઉપર મહારાજા ને વિગત વાર પત્ર લખ્યો. તેમના સેલ્સમેન ના શરમજનક વર્તન માટે માફી માંગી. તેમની કંપનીની કારનો કચરા ગાડી તરીકે ઉપયોગ ન કરવા માટે વિનંતી કરી. ઉપરાંત રોલ્સ રોયસ ની બીજી ૬ ગાડીઓ મફતમાંઆપવાની ઓફર કરી. ઉદાર દિલના રાજપૂતે કંપની ને માફી આપી. અને તેની ગાડીમાં કચરો ભરવાનું બંધ કર્યું. અગાવના સિંધ્ધાતવાદિ રાજપૂતો ને કોઈ છેડે તો તેઓ એને છોડતા નહિ. આજનો છકડાવાળો કે નેનો કારવાળો પણ એની ગાડીમાં કચરો ભરવાની ના પાડી દે. ત્યારે વર્ષો અગાઉ રોલ્સ રોયસ જેવી કારની આવી ફજેતી થઇ હતી. આ રીતે કંપનીના ધજાગરા ઉડાડનાર મહારાજા જયસિંહ વિષે તમે શું માનો છો એ કમેન્ટ કરીને જણાવજો.

આ સ્ટોરીનો વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો : Click Hair

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ