Father and son ki kahaniya | પિતા અને પુત્ર કહાની | gujarati kahaniya

 Father and son stories

Motivation kahaniya gujarati

એક ભાઈ સાંજે કામ પરથી ઘરે આવ્યા. ઘરનો દરવાજો ખોલતાની સાથે જ પત્ની એ વિલાયેલા મોઢે કહ્યું. "ગામડેથી તમારા પપ્પા આવ્યા છે. વાત સાંભળતાંની સાથે જ પતિ ના હોશકોશ ઉડી ગયા. મંદીને કારણે નાનો ધંધો બંધ કરીને નોકરી ચાલુ કરી દેવી પડી હતી અને માંડ માંડ ઘરનું ગુજરાન ચાલતું હતું એમાં ગામડેથી પિતાજી આવ્યા છે, તો કોઈ ચોક્કસ મદદ માંગવા માટે જ આવ્યા હશે, 

Father and son Motivate kahaniya | father and son kahaniya
Father and son


આ વિચાર માત્ર થી એ ભાઈ ધ્રુજી ગયા ઘરમાં પ્રવેશીને મુરઝાયેલા ચહેરે પિતા ને પ્રણામ કર્યા. સાંજ નું ભોજન પતાવી ને પિતાએ પુત્રને કહ્યું, બેટા તારી સાથે થોડી વાતચીત કરવી છે. પિતા ની વાત સાંભળતા જ દિકરાના હૈયામાં ફાળ પડી. નક્કી હવે પપ્પા પૈસા ની માંગણી મુકશે, મારી કેવી સ્થિતિ છે.

 એ પપ્પાને જરા પણ વિચાર નહિ આવતો હોય? મને ફોન પહેલા કર્યો હોત તો હું ફોન પર પણ પપ્પા ને મારી મુશ્કેલી જણાવી શકત. વિચારો ના વાવાઝોડા માં સપડાયેલા દીકરાના ખભ્ભા પર પિતાનો હાથ મુક્યો ત્યારે દીકરાને ખબર પડી કે પિતાજી એમની બાજુમાં આવીને બેસી ગયા છે. 

Father and mother , father and son in gujarati


Son and father



પિતાએ દીકરાને કહ્યું. બેટા તું મહીને એકાદ વખત ગામડે અમને ફોન કરીને વાત કરી લેતા પણ છેલ્લા 4 મહીનાથી તારો કોઈ જ ફોન નથી આવ્યો. એટલે તને કંઈક તકલીફ હશે એવું મને અને તારી મમ્મી લાગ્યું. હું તને બીજી તો શું મદદ કરી શકું. પણ મારી પાસે થોડા ઘરેણાં પડેલા હતા એ વેચીને આ 50000 રૂપિયા ભેગા થયા છે. એ તારા માટે લાવ્યા છું. હું તો કાલે સવારે ઊઠીને ગામડે જતો રહીશ પણ બસ ફોન કરતો રહેજે તારી મમ્મી ખુબજ ચિંતા કરતી હોય છે અને કંઈક મુશ્કેલી હોય તો બે ધડક કહે જે તારા માટે જમીન વેચવી પડે તો પણ વેચી નાખીશુ આટલી વાત કરીને પિતાએ દીકરાના હાથમાં નોટોનું બંડલ મુકી દીધુ. દીકરો કંઈજ બોલી ન શક્યો. માત્ર ભીની આંખોએ બાપના ચહેરા ને જોઈ રહ્યો. જે બાપની ભિખારી તરીકે કલ્પના કરી હતી એતો ભગવાન બની ને આવ્યા હતા.

Father to son tutorial | father to son summary
Father



 મિત્રો આ વાર્તા પરથી એક વસ્તુ સમજવા જેવી છે કે આપણી મુશ્કેલીના સમયે પોતાનું સર્વસ્વ આપીને આપણને મદદ કરનાર પિતા કોઈ મુશ્કેલી માં તો નથીને એ જોવાની ફરજ ભગવાનની નહીં પરંતુ એક જવાબદાર સંતાન તરીકે આપણી છે. પાપા એટલે માતા નો પા ભાગ. પપ્પા હંમેશા મહાન જ હોય છે. તોય એના મહાન સંતાનો એનો ક્રૈડીટ મમ્મી ને આપે છે. છતાં પપ્પા મૌન સેવે છે. બસ એટલે જ પપ્પા મહાન છે. પપ્પા ની મહાનતા કોઈ કવિઓ, લેખકો કે વિવેચકો ની મોહતાજ નથી. બસ એટલે જ પપ્પા મહાન છે. મિત્રો એવા મહાન પપ્પા વિશે તમારું શું કહેવું છે. એ કોમેન્ટ કરીને જરૂર થી લખીને જણાવજો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ