વૈદ્યનાથ જ્યોતિર્લિંગ | History of Vaidyanath Jyotirlinga | વૈદ્યનાથ જ્યોતિર્લિંગ વિશે માહિતી

વૈદ્યનાથ મહાદેવ જ્યોતિર્લિંગ વિશે માહિતી?

વૈદ્યનાથ જ્યોતિર્લિંગ | History of Vaidyanath Jyotirlinga | વૈદ્યનાથ જ્યોતિર્લિંગ વિશે માહિતી

Vaidyanath Jyotirlinga (વૈદ્યનાથ જ્યોતિર્લિંગ)


વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે?

વૈદ્યનાથ મહાદેવ જ્યોતિર્લિંગ એટલે કે તેને વેજ્નાથ પણ કહે છે. વૈદ્યનાથ ભારતમાં આવેલા બાર જ્યોતિર્લિંગ માંથી આ નવમી જ્યોતિર્લીંગ છે. જે ઝારખંડ માં આવેલ દિયોધર જિલ્લામાં આવેલું છે. આ સ્થાનને ચિતા ભુમી પણ કહેવાય છે. તેને વૈદ્યનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મંદિરની પાસે એક તળાવ છે અને ત્યાં ધર્મશાળા છે. અહીંનાં જળવાયુથી કોઢ, રક્તપિત્ત વગેરે મટી જાય છે. એટલે માટે યાત્રિકો દૂર દૂરથી કાવડમાં જળ લાવીને વૈજનાથ પર ચઢાવે છે. તેથી તે વૈધનાથ તરીકે ઓળખાય છે. લોકો તેને વૈજનાથ પણ કહે છે. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ પર્વત ઉપર આવેલું છે. અને ત્યાં એક શિવકુંડ આવેલો છે.

વૈદ્યનાથ જ્યોતિર્લિંગ વિશે પૌરાણિક કથા

એકવાર રાક્ષસપતિ રાવણે કૈલાશ પર્વત ઉપર જઈને શિવજી ને પ્રસન્ન કરવા માટે ધોર તપ કર્યું. ઠંડી, ગર્મી, અને વર્ષાગ્નિ ના કષ્ટ સહેવા છતાં પણ ભગવાન પ્રસન્ન થયા તો રાવણ એ પોતાનું એક - એક કરીને માથું કાપી કાપી ને શિવલિંગ ઉપર ચઢાવવા શરૂ કર્યું. નવ માથા કાપી ને ચઢાવી ચુકયા છતાં જયારે દસમું માથું ચઢાવવા કાપવા લાગ્યો તો શિવજી પ્રકટ થઈ ગયા. અને તેના નવ માથાઓ ને ફરી થી જીવતા કરી ને તેને વર માંગવાનું કહ્યું. ત્યારે રાવણે કહ્યું કે હું તમને મારી લંકા માં લઈ જવા માંગુ છું. ભક્ત વત્સલ શંકર ઉદ્વિગ્ન હોવા છતાં ભક્ત ની ઈચ્છા ને સ્વીકારી લીધી. તેના થી કહ્યું કે તમે મારા લિંગ ને ભકિત સાથે લઈ જાઓ, પણ ધ્યાન રાખજો કે અધવચમાં આ લિંગ ને જયાં રખશો, તે ત્યાં જ સ્થિ૨ થઈ જશે.

રાવણ શિવલિંગ ને લઈ ને પોતાના ઘર તરફ ચાલ્યો. માર્ગ માં તેને લઘુશંકા લાગી. તેણે એક ગોવાળ ને લિંગ થમાવ્યા અને પોતે લઘુશંકા કરવા ચાલ્યો. ગોવાળે થોડીવાર સુધી લિંગ ઊંચકી રાખ્યો, પણ તે લિંગ ના ભાર વધુ વાર સુધી ન સહન કરવા થી તેણે શિવલિંગ ને નીચે ધરતી ઉપર મુકી દીધો. બસ શિવજી ત્યાંજ સ્થિર થઈ ગયા. અને તેમનું નામ વૈદ્યનાથ પડયું.

 દુષ્ટાત્મા રાવણ ના પાસે શિવજી ના નિવાસ ના સમાચાર થી દેવતાઓ ને ધણું દુ:ખ થયું તેમના અનુરોધ થી નારદજી રાવણ ના પાસે જઈ ને તેના તપ ની પ્રશંસા કરતા બોલ્યા તમે શિવજી પર વિશ્વાસ કરવા ની ભારી ભૂલ કરી. શિવજી ના વચન ને સત્ય માનવાની ભૂલ કરી છે તમે તેમના પાસે જઈ ને તેમનું અહિત કરી પોતાનો કાર્ય સિદ્ધ કરો. તમે કૈલાશ ઉપર જઈ ને તેને નષ્ટ કરો. તેને નષ્ટ કરવા થી તમારા લક્ષ્ય - સિદ્ધિ ની સૂચક થશે. નારદજી ની વાતોં માં આવીને રાવણે તેવું જ કર્યું, જેથી ક્રોધિત થઈ ને શંકરજી એ રાવણ ને શ્રાપ આપ્યું કે તારી ભુજાઓ ના અહંકાર નું દમન કરવા વાળી શકિત ધણી જલ્દી અવિર્ભત થશે. નારદજી એ પોતાની આ ચાલ ની જાણ પાર્વતી ની કરી દેવી ને નિશ્ચિન્ત અને પ્રસન્ન કર્યા. અહીં રાવણ પ્રસન્ન થઈ ને ધર આવ્યો. શિવજી ની માયા થી વંચિત તે દુષ્ટ આખા જગત ને પોતાના અધીનસ્થ કરવાનું નિશ્ચય કર્યો. તેના મિથ્યા દંભ ના વિનાશ માટે ભગવાન ને રામ અવતાર ધારણ કરવું પડયું.

નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે માહિતી?

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ