રામેશ્વર જયોર્તિલિંગ વિશે માહિતી?
![]() |
rameshwaram jyotirlinga |
રામેશ્વર જયોર્તિલિંગ કેટલામુ જ્યોતિર્લિંગ છે અને ક્યાં આવેલું છે?
શ્રી રામેશ્વર મહાદેવ અગિયારમી જ્યોતિર્લીંગ છે. આ તીર્થ ને સેતુબંધ તીર્થ કહેવાય છે. એ તમિલનાડુમાં સમુદ્ર કિનારે રામનાથપુર જિલ્લામાં આવેલું છે. રામનાથસ્વામી મંદિર પણ કહેવામાં આવે છે રામેશ્વર મંદિર ની એક બાજુ બંગાળની ખાડી અને બીજી તરફ હિન્દ મહાસાગર આવેલો હોવાથી આ તીર્થ સ્થળ સૌંદર્ય અને આકર્ષક લાગે છે.
રામેશ્વર જયોર્તિલિંગ વિશે પૌરાણિક કથા
સીતા ની શોધમાં ભટકતા રામજી ની સુગ્રીવથી મિત્રતા થઈ અને તેના વિશેષ દૂત શ્રી હનુમાનજી ની મદદ થી સીતા ની ખબર મલી. હવે શ્રી રામ રાવણ ઉપર ચઢાઈ કરવાના વાનર સેના નું સંગઠન કરી દક્ષિણ ના ખારા સમુદ્ર તટ ઉપર પહુંચી અને તેને પાર કરવાની ચિંતા કરવા લાગ્યા. શિવ ભકત રામજી ને ચિંતિત જોઈને લક્ષ્મણ તથા સુગ્રીવાદિ એ તેમને ઘણા સમજાવ્યા પણ શિવજી દ્વારા પ્રાપ્ત બળ વાળા રાવણ ના સંબંધ માં તેઓ નિશ્ચિત ન થયા. આ વચ તેમને તરસ લાગી અને તેમણે પાણી માંગ્યું, પણ જેમ તે પાણી પીવા લાગ્યા, તેમજ તેમને શિવ પૂજન કરવાની સ્મૃતિ જાગી ઉઠી અને તેમણે પાર્થિવ લિંગ બનાવીને ષોડશોપચાર થી વિધિવત શિવજી ની આરાધના કરી.
રામજી એ ઘણીજ આર્તવાણી માં શ્રદ્ધાપૂર્વક શિવજીથી પ્રાર્થના કરી અને તેમનો ઉચ્ચ સ્વર થી જય જયકાર કરતા નૃત્ય તથા ગલ્લનાદ ( મોઢા થી અગડ બમ બમ શબ્દ નિકળ્યો ) કર્યું તો શિવજી પ્રસન્ન થઈ તેમના સામે પ્રકટ થઈ ગયા અને તેમના થી વ૨ માંગવાનું કહેવા લાગ્યા. રામજી એ તેમની ધણાજ પ્રેમપૂર્વક પૂજન અર્ચન અને વન્દના કરી અને કહ્યું કે જો તમે મારા પર પ્રસન્ન છો તો આ સંસાર ને પવિત્ર કરવા અને બીજાના ઉપકાર માટે અહીયા નિવાસ કરો.
શિવજી એ "તથાસ્તુ" કહીને લિંગરૂપ સ્થિત થઈ ને રામેશ્વર નામથી પૃથ્વી પર પ્રસિદ્ધ થયા. શિવની કૃપા થી રામે રાવણ આદિ રાક્ષસોં ને મારી ને વિજયી થયા. રામેશ્વર મહાદેવનું જે પણ વ્યકિત દર્શન - પૂજન કરે છે, રામેશ્વર શિવલિંગ ઉપર દિવ્ય ગંગાજળ ચઢાવે છે તે જીવન થી મુકત થઈ જાય છે અને અંત માં કેવલ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે.
ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગ વિશે માહિતી?
0 ટિપ્પણીઓ