ધુમેશ્વર મહાદેવ(ઘૂશ્મેશ્વર મહાદેવ, ઘૃષ્ણેશ્વર મહાદેવ) જ્યોતિર્લિંગ વિશે માહિતી?
![]() |
ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિર |
ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ વિશે નિબંધ
ઘુષ્ણેશ્વર મહાદેવ આ બારમી જ્યોતિર્લીંગ છે જે ઘુશ્મેશ્વરના નામથી પણ ઓળખાય છે. જે મહારાષ્ટ્ર રાજ્ય માં દૌલતાબાદ થી લગભગ ૧૮ કિલો મીટર દુર બેરુલઠ ગામની પાસે આવેલ છે. આ મંદિર ઈલોરાની ગુફા નજીક આવેલું છે. ઘૃષ્ણેશ્વર મંદિરનું પુન:નિર્માણ ૧૬મી સદીમાં વેરુળના માલોજી રાજે ભોંસલે (શિવાજીના દાદાજી)દ્વારા કરવામાં આવ્યું અને ત્યાર બાદ ૧૮મી સદીમાં અહલ્યાબાઈ હોળકર દ્વારા તેનું પુન:નિર્માણ કરવામાં આવ્યું.
ઘૂશ્મેશ્વર મહાદેવ (ધુષ્ણેશ્વર મહાદેવ) જ્યોતિર્લિંગ વિશે પૌરાણિક કથા
દક્ષિણ દિશા સ્થિત દેવ મંદિર ઉપર પોતાની પતિ પરાયણા સુન્દર પત્ની સુદેહા ના સાથે ભારદ્વાજ ગોત્ર વાળા સુધર્મા નામક વેદજ્ઞ બ્રાહ્મણ રહેતો હતો. સુદેહા ને ત્યાં કોઈ સન્તાન ન થઈ આ કારણ થી તે અત્યન્ત દુ:ખી રહેતી હતી. તેને દર રોજ કોઈ ને કોઈ પડોસી ને વ્યંગ્ય બાણો તથા પોતાના અપમાન ઈત્યાદિ ની વાત કહેતી પરન્તુ તત્વજ્ઞ સુધર્મા આ વાત ઉપર ધ્યાન ન દેતો. એટલે એક દિવસ આત્મધાત ની ધમકી દઈ ને સુદેહાએ પોતાના પતિ ને બીજા વિવાહ માટે રાજી કરી લીધું. એણે પોતાની બહેન ધુશ્માને બોલાવીને તેનું વિવાહ પતિ થી કરાવી દીધું અને કોઈ પ્રકાર નું ઈર્ષ્યા ન કરવાનું બન્ને ને આશ્વાસન આપ્યું.
આનંદ માં સમય વીતવતા ધુશ્મા પુત્રવતી થઈ અને યથા સમયે તેના પુત્ર નુ વિવાહ થયું. આમ જો કે સુધર્મા અને ધુશ્મા બન્ને જણ સુદેહા નું ધણું આદર કરતા હતા. તો પણ સાંસારિકતા વશ પુત્ર ન હોવાથી તેમાં ઈર્ષ્યા દ્રેષ એટલું પરિપકવ અને સુદૃઢ થઈ ગયું કે તેણે ધુશ્મા ના સુતેલા યુવા બાળક ની હત્યા કરીને તેના શવ ને પાસેના તળાવ માં ફેંકી દીધો. સવાર માં ધ૨ માં હાય તોબ થઈ ગઈ. ઘુશ્મા ઉપર તો દુ:ખો નો પહાડ ટુટી પડયો, પરંતુ વ્યાકૂળ થઈ ને પણ તેણે નિત્ય ના સમાન શિવપૂજા કરી. તે તળાવ ઉપર જઈ ને એક સૌ શિવલિંગ બનાવી ને તેમનું પૂજન કરવા. લાગી તે શિવલિંગો નું પૂજન કરીને, તળાવ માં તેમનું વિસર્જન કરી ને પોતાના ધર તરફ જવા લાગી કે તે તળાવના કિનારા ઉપર પોતાના પુત્ર ને ઉભેલો જોયો. અને ત્યાં શિવજીએ પ્રકટ થઈ ને સુદેહા ની પોળ ખોલી દીધી અને તેનો મારવા માટે તૈયાર થયાં. ધુશ્મા એ શિવજી ની ધણી સ્તુતિ વંદના કરી અને તેમને સુદેહા ને દંડિત ન કરવાની પ્રાર્થના કરી. આના અલાવ, ધુમ્મા એ અત્યન્ત વિનીત શબ્દોમાં શિવજી થી વિનતી કરી કે જો તેઓ તેના ઉપર પ્રસન્ન હોય તો સંસાર ની રક્ષા માટે તેઓ હંમેશને માટે અહીંજ નિવાસ કરે. શિવજી એ તેની પ્રાર્થના સ્વીકારી લીધી અને ધુશ્મેશ નામ થી પોતાના શુભજયોતિર્મય લિંગ દ્વારા ત્યાંજ સ્થિત થઈ ગયા.
0 ટિપ્પણીઓ