નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે માહિતી? | Nageshvara Jyotirlinga | નાગેશ્વર દ્વારકા

નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ વિશે નિબંધ

નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે માહિતી? | Nageshvara Jyotirlinga | નાગેશ્વર દ્વારકા

નાગેશ્વર મહાદેવ મંદિર


નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે તેના વિશે માહિતી?

નાગેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવનું આ દસમું જ્યોતિર્લીંગ બડૌદા ક્ષેત્રમાં ગોમતી દ્વારકા ની નજીક આવેલું છે. દ્વારકા થી 16 કી.મી દુર આવેલું છે. આ સ્થાન ને દારૂકા વન પણ કહે છે. આ જ્યોતિર્લીંગ ને લઈને કેટલાક વિવાદ પણ છે. ઘણા લોકો દક્ષીણ હૈદરાબાદ ના ઓઢા માં સ્થિત શિવલિંગ ને નાગેશ્વર જ્યોતિર્લીંગ માને છે. નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે. રુદ્ર સંહિતામાં શિવને 'દારુકાવન નાગેશમ્' તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે પૌરાણિક કથા

પશ્ચિમી સમુદ્ર તટ ઉપ૨ સોળ યોજન વિસ્તાર વાળા એક વનમાં દારૂક અને દારૂકા નામના રાક્ષસ - રાક્ષસી રહેતા હતા. દારૂક ના ઉત્પાતોં થી તાત્રી જઈ ને ઋષિ તથા બીજા લોકો ઔર્વ મુનિ ની શરણ માં આવ્યા, તેમણે દૈત્યો ને નષ્ટ થવાનો શ્રાપ આપ્યો. દેવતાઓ એ તેમના પર આક્રમણ કર્યું તો રાક્ષસો ચિન્તિત થઈ ગયા. પાર્વતી દ્વારા પ્રાપ્ત શકિત ના બળ થી દારૂકા તે વન ને આકાશ માર્ગ થી ઉડાવી ને સમુદ્ર ના વચમાં લઈ આવી અને ત્યાં બધા રાક્ષસો નિશ્ચિંત થઈ ને રહેવા લાગ્યા.

 તેઓ નાના નાના વહાણ માં બેસી ને ઋષિયો - મુનિયોં ને પકડી ને બંદી બનાવવા લાગ્યા. એક વાર જે લોકો ને રાક્ષસો એ બંદી બનાવી લાવ્યા, તેમાં એક શિવભકત સુપ્રિય નામક વૈશ્ય પણ હતો. તે વગર શિવ - પૂજાએ અન્ન જળ કાંઈ પણ ગ્રહણ ન કરતો હતો. તેણે જેલ માં ભગવાન ની આરાધના પૂજન અર્ચના તથા ભજન કીર્તન શુરૂ કરી દીધા. જેલ ના રક્ષક રાક્ષઓ એ પોતાના સ્વામી આ વાત ની જાણકારી આપી.
 તેમણે તે ભકત ને મા૨વાને આદેશ આપ્યો. આથી સુપ્રિય એ ભગવાન થી પ્રાર્થના કરવા લાગ્યો ત્યાં એક ચમત્કાર થયો, અને ભગવાન ત્યાં પ્રકટ થઈ ને ક્ષેત્ર માત્ર માં બધા રાક્ષસો ને તેમના કુટુંમ્બિયો સહિત નષ્ટ કરી દીધા અને તે વન ને ચારો વર્ણના લોકો માટે સુરક્ષિત કરી દીધું. અહીં દારૂકા ને પાર્વતીજી એ વ૨દાન આપી રાખ્યું હતું. એમા ફળ સ્વરૂપ દેવીએ તે યુગ ના અંતમાં રાક્ષસી સૃષ્ટી થવાની અને દ્વારિકા ની શાસિકા બનવાની વાત કહી, જે શિવજી એ સ્વીકારી લીધી. પછી ત્યાં શિવજી અને પાર્વતી સ્થિર થઈ ગયા અને તેમના જયોતિલિંગ નું નામ નાગેશ્વર પડયું તથા પાર્વતી નાગણેશ્વરી કહેવાય.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ