ભારતના પ્રાચીન આર્યુવેદના મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ ચરક વિશે માહિતી | Information about Ayurvedic remedies of ancient India

વૈદકવિદ્યા - શલ્યચિકિત્સા મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત, મહર્ષિ વાગ્ભટ્ટે વિશે માહિતી

ભારતના પ્રાચીન આર્યુવેદના મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ ચરક વિશે માહિતી | Information about Ayurvedic remedies of ancient India

મહર્ષિ ચરક


પ્રાચીન સમયથી ભારતે વૈદકવિદ્યા અને શલ્યચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે . ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત તથા વાગ્ભટ્ટે પોતાનાં સંશોધનોથી વૈદક શાસ્ત્રનાં ઉચ્ચતમ શિખરો સર કર્યા છે.

ભારતના પ્રાચીન આર્યુવેદના મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ ચરક વિશે માહિતી | Information about Ayurvedic remedies of ancient India

મહર્ષિ સુશ્રુત


મહર્ષિ ચરકે, મહર્ષિ સુશ્રુતે અને મહર્ષિ વાગ્ભટ્ટે ક્યા ક્યા ગ્રંથ રચ્યો હતો? તેના વિશે માહિતી

આર્યુવેદ ગ્રંથ

 મહર્ષિ ચરકે 'ચરકસંહિતા' નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ, ઔષધિઓનું વર્ણન કર્યું છે. મહર્ષિ સુશ્રુતે ‘સુશ્રુતસંહિતા'માં શલ્યચિકિત્સા ( વાઢકાપ વિદ્યા - શસ્ત્રક્રિયા ) નાં એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો હતો કે જે માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શકતા હતા. વાગ્ભટ્ટનો "વાગ્ભટ્ટસંહિતા” પણ મહત્ત્વનો ગ્રંથ છે. ચરકસંહિતા, સુશ્રુતસંહિતા અને વાગ્ભુટ્ટસંહિતા પ્રત્યેક વૈદ્ય માટે આ ત્રણ ગ્રંથોનો અભ્યાસ ઉપયોગી છે.

આર્યુવેદ ઉપચાર

 પ્રાચીન ભારતના હિંદુઓનાં ઔષધશાસ્ત્રમાં ખનીજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે દવાઓનું વર્ગીકરણ તથા દવાનો ઉપયોગ માટેના સૂચનો આપવામાં આવ્યાં છે. વાઢકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા. પેઠું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાંગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયોની નિપુણતા હતી.

 તૂટેલા કાન કે નાકની સારવાર અને 'પ્લાસ્ટિક સર્જરી’ પણ જાણતા હતા. મૃત શરીરના વાઢકાપ કે મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપતા. પ્રસૂતિ વખતના જોખમી ઑપરેશનો કરતા. તેઓ સ્ત્રી તથા બાળરોગોના નિષ્ણાત પણ હતા. રોગોનાં કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરી, તેનું નિદાન કરી, રોગ મટ્યા પછી પાળવાની પરેજી પણ આપતા હતા. પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોનાં શાસ્ત્રોનો પણ વિકાસ થયો હતો. અશ્વ ( ઘોડા ) તથા હસ્તી ( હાથી ) ના રોગો પર ગ્રંથો લખાયા હતા. એમાં હસ્તી "આયુર્વેદ” તથા શાલિહોત્રનું ‘અશ્વશાસ્ત્ર’ ખૂબ જ પ્રખ્યાત છે . વૈદક શાસ્ત્રના વિદ્વાન વાગ્ભટ્ટે નિદાનક્ષેત્રે ‘અષ્ટાંગહૃદય' જેવા ગ્રંથો લખી મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ