પ્રાચીન ભારતની રસાયણ વિદ્યા અને આચાર્ય નાગાર્જુનની સંસોધન વિશે માહિતી?
![]() |
આચાર્ય નાગાર્જુન |
આચાર્ય નાગાર્જુન કંઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા?
રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિદ્યા વિવિધ ખનીજો, છોડ, કૃષિ માટેનાં બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાથ્યની દૃષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે. રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશારત્રના આચાર્ય માનવામાં આવે છે. એમણે 'રસરત્નાકર' અને ‘આરોગ્યમંજરી' જેવા ગ્રંથો લખ્યાં છે.
આચાર્ય નાગાર્જુન કંઈ કંઈ શોધો કરી હતી?
આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય તેમ મનાય છે. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણવિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી. રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં મુખ્યરસ, ઉધરસ, દસ પ્રકારનાં વિષ તેમ જ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન મળે છે.
પ્રાચીન ભારતના રસાયણ વિદ્યાના ઉત્તમ નમૂનાઓ વિશે માહિતી?
રસાયણવિદ્યાની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દ્રશયમાન થાય છે. 7+1÷2 ફૂટ ઊંચી, 1 ટન વજન ધરાવતી તામ્રમૂર્તિ સુલતાનગંજ ( બિહાર ) માંથી મળી આવેલી તથા 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી આવેલી છે. 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ ( વિક્રમાદિત્યે ) દિલ્લીમાં નિર્માણ કરાવેલા વિજય સ્તંભને હજી સુધી વરસાદ, ટાઢ કે તડકામાં આટલાં વર્ષો સુધી રહ્યા છતાં કાટ લાગ્યો નથી ! આ ભારતની રસાયણવિદ્યાનાં ઉત્તમ નમૂના છે.
0 ટિપ્પણીઓ