કોરોના સામે મજબૂત બનવા ૨ માસ્ક પહેરીએ
![]() |
કોરોના વાઈરસ સામે રક્ષણ |
કોરોનાથી બચવા માટે ડબલ માસ્કિગ ૯૦ % થી વધુ કારગર
ડબલ માસ્કિગ શું છે?
- ડબલ માર્જિંગ એટલે એકસાથે બે માસ્ક પહેરવા.
- બંનેમાંથી એક સર્જીકલ અને એક કપડાંનું માસ્ક હોવું જોઈએ.
ડબલ માસ્કિગ કેવી રીતે પહેરાય?
સૌપ્રથમ બે માસ્ક પસંદ કરો. એક્સપર્ટસ્ ત્રિપલ લેયર સર્જીકલ માસ્કની ઉપર સાધારણ કપડાનું માસ્ક પહેરવાની સલાહ આપે છે. આ બંને ના હોય તો કપડાંના બે માસ્ક પણ એકની ઉપર એક પહેરી શકાય છે.
ડબલ માસ્ક પહેરી આટલું ચેક કરો?
- ડબલ માસ્ક પહેર્યા બાદ થોડી વાર ચાલીને શ્વાસ લો.
- ચાલતી વખતે શ્વાસ લેવામાં તકલીફ તો થતી નથીને તે તપાસો.
- જો કોઈ સમસ્યા હોય તો એક જ માસ્ક પહેરવું .
કયા પ્રકારના માસ્ક પહેરવાનું ટાળવું જોઈએ?
- ચહેરા પર સંપૂર્ણપણે ફિટ ન હોય અથવા ઢીલા હોય તેવા માસ્ક ન પહેરવા.
- જેમાં શ્વાસ લેવા માટે અલગથી વાલ્વ હોય.
- જે આખા ચહેરાને કવર કરતા ન હોય.
- જે એક જ લેયરના હોય.
- શ્વાસ લેવામાં તકલીફ પડે તેવા માસ્ક અથવા પ્લાસ્ટિક કે લેધર જેવા કપડાંના માસ્ક ન પહેરો.
ડબલ માસ્ક ક્યારે પહેરવા જોઈએ?
- ઘર બહાર જવું હોય ત્યારે,
- ડૉક્ટર પાસે કે હોસ્પિટલ જતી વખતે,
- ટ્રાવેલિંગ વખતે અને ભીડભાડવાળી જગ્યા પર જાવ ત્યારે અથવા તો એવી જગ્યા જ્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ હોય.
0 ટિપ્પણીઓ