રોગપ્રતિકારક શક્તિ વધારવા શું કરશો
 |
રોગ પ્રતિકારક શક્તિ |
રોગપ્રતિકારક શક્તિ વધારવાનાં આર્યુવેદીક ઉપચાર
- રોજ સવારે ખુલ્લી જગ્યામાં બેસી પ્રાણાયામ અને યોગા કરો ઉડાસ્વાસ લ્યો જે ઓકિસજન વધારવામાં ઉપયોગી છે.
- પોષ્ટિક સમતોલ આહાર લ્યો. વિટામીન સી યુક્ત તાજા ફળોનું સેવન કરો. દિવસમાં ૩ વખત લીંબુનું પાણી પીવો.
- સવારની ચા માં તજ, લવીંગ, ફુદીનો, આદુ, તુલસી વિગેરે નાખી ચાનું સેવન કરો.
- દિવસમાં અનુકુળ સમયે નિયમિત ૩૦ મિનિટ ચાલવાનું રાખો.
- નિયમિત પણે આયુર્વેદિક ઓષધિઓ યુક્ત ઉકાળાનું સેવન કરો.
- જમવામાં નિયમિતપણે ર થી ૩ લસણની કળીનો ઉપયોગ કરો.
- મેંદો અને ખાંડનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. બહારનું હોટલનું ખાવાનું ટાળો. શરદી, ઉધરસ કે કર્ક કરે તેવા ખોરાક ન લ્યો.
- પુરતી ઉંઘ લો. તનાવથી મુકત રહો. હકારાત્મકતા, અભિગમ અપનાવો. નકારાત્મકતા ચિંતા, ભય, શરીરની રોગપ્રતિકારક શકિતને ઓછી કરે છે માટે હંમેશા ખુશ રહો અને સારૂ વિચારો.
- વિટામીન ડી શરીરને પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે રોજ સવારે ૨૦ મિનીટ કુમળા તડકામાં બેસો.
- શરદી, કફથી બચવા દિવસમાં બે વખત નાસ લ્યો અને બે વખત ગરમ પાણીમાં મીઠું નાખી તેના કોગળા કરો.
- ઈશ્વરમાં શ્રધ્ધા રાખો જે તમને ઘણુંજ માનસિક બળ પુરૂ પાડશે.
0 ટિપ્પણીઓ