ગુજરાતી શાયરી | Gujarati poetry

 ગુજરાતી શાયરીનો ખજાનો | gujarati shayari text

ગુજરાતી શાયરી | Gujarati poetry

ગુજરાતી શાયરી સંગ્રહ



ગુજરાતી સુવિચાર અને શાયરી

❛❛શબ્દની આરપાર જીવ્યો છું, હું બહુ ધારદાર જીવ્યો છું,

ખૂબ અંદર બહાર જીવ્યો છું, ઘૂંટે ઘૂંટે ચિકાર જીવ્યો છું.❜❜


❛❛શબ્દ અને વિચાર અંતર વધારી દે છે,

કારણ કે કયારેક આપણે સમજી નથી શકતા તો ક્યારેક આપણે સમજાવી નથી શકતા.❜❜

Gujarati shayari on life

❛❛લોકો બદલાતા નથી બસ આપણાથી Interest ઓછો થઈ જાય છે,

કા તો આપણાથી વધુ Interesting મળી જાય છે.❜❜


❛❛જેના માટે કોઈએ કદી ચિંતા કરવી ના જોઈએ એવા બે દિવસો છે. ગઈ કાલ અને આવતી કાલ.❜❜


❛❛ભલે આપડે કોઈને ખુશ ના કરી શકીએ પણ,

આપણા કારણે કોઈ દુઃખી ન થાય એનું ખાસ ધ્યાન રાખવું.❜❜


❛❛એવા તે રંગમાં શું રંગાવું ? સખી લાગે નહીં જે કદી ઘેરા,

રંગાવું હોય તો રુદિયાના રંગમાં, નહીંતર રે'જો તમે કોરા.❜❜


❛❛શ્વાસ જરા જાણી જોઈને લેજો તમે,

મેં હવા માં શબ્દો ને તરતા મોકલ્યા છે.❜❜


❛❛ભેગા થવું એ શરૂઆત છે અને ભેગા રહેવું એ પ્રગતિ છે.

પરંતુ ભેગા મળી કામ કરવું એ જ સફળતા છે.❜❜


❛❛વાંક વાદળોનો નથી કે એ વરસી રહ્યા છે,

હૈયું હળવું કરવાનો હક તો બધાને છે ને.❜❜


❛❛રોતા હોય ત્યારે ખભો ના આપનારા,

મરીએ ત્યારે કેમ ખભો આપવા દોડતા હશે !❜❜


❛❛ના પૂછો મુજને કે શબ્દો ક્યાં થી મળે છે,

દીવાલ છે, એક તૂટેલ દિલ ની ત્યાં થી રોજ થોડું ઝરે છે.❜❜


❛❛એવી વ્યક્તિને પસંદ કરો જે તમને દરેક પરિસ્થિતિમાં પસંદ કરે,

એવા વ્યક્તિને નય જે એના મૂડ પ્રમાણે તમને પસંદ કરે.❜❜

Gujarati Suvichar

❛❛અખબારોની જેમ તો હું રોજ છપાતો નથી પણ

ગઈકાલ અને આવનારી કાલની બધી ખબર રાખું છું.

ઝાંખીને જે જે ગયા મને બહાર બહારથી "બેફામ"

જાણી લ્યો, હું અસલ જાતને તો મારી અંદર રાખું છું.❜❜


❛❛કાયમ રહે છે કોઈ અહીં આસપાસમાં,

લાગ્યું ન એકલું કદી તેથી પ્રવાસમાં.

કોને ખબર કે ધબકે છે કોના લગાવમાં?

આવ્યુ કશું ન હાથ હૃદયની તપાસમાં.❜❜

Gujarati shayari 2 life

❛❛કોણ કહે છે મારા લખેલા શબ્દો વ્યર્થ રહી ગયા ?

જ્યારે પણ મે લખ્યું સહુ ને પોતાના યાદ આવી ગયા.❜❜


❛❛જોઈ તમારી વાટ મેં સોમવાર થી ઉભેલા શનિવાર ની જેમ,

આવી ને ચાલ્યા ગયા તમે રૂપાળા રમતિયાળ રવિવાર ની જેમ.❜❜


❛❛પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો,

હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે.❜❜


❛❛કોઈ તોડી જાય વચન તો કરી શકો ના કશું,

વધુમાં વધુ તો તમે સારી શકો બે ચાર આંસુ.❜❜


❛❛દશ્યો બધાય ત્યારે રસ-રાસ થઈ જવાના !

જ્યારે એ આપના પણ કૈં ખાસ થઈ જવાના !❜❜


❛❛સાચા નાગ ની ફેણ કરતાં,

ખોટા માણસની તરફેણ વધુ ઝેરી હોય છે.❜❜


❛❛સંવેદના ક્યાં કોઈ શબ્દોમાં મપાય છે,

એ તો વ્હાલ બની બસ આંખમાં ઊભરાય છે.❜❜

❛❛જેને ગુણની પરખ નથી એની પ્રશંસાથી ડરવું,

જે ગુણનો જાણકાર છે એના મૌનથી ડરવું.❜❜


❛❛મૂંઝવણ ના રહે જ્યાં કોઈ ઉપાય ન હોય,

જીવન સરળ બને, જો કોઈ પર્યાય ન હોય.❜❜


❛❛એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ ગુંથે અને બંધાય ગઝલ;

કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા, એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.❜❜


❛❛મૃગજળ ની માયા ને, સરિતા સમજી બેઠા.

ઊષ્મા કેરી વરાળ ને, ઝાકળ સમજી બેઠા.

એક કાલ્પનિક દ્રશ્ય ને, જીવંત સમજી બેઠા.

ન હતા જે અમારા, એનેય અમારા સમજી બેઠા.❜❜


❛❛દરિદ્ર ભલે હોય હું સુદામા જેવો છતાંય ખુમારી હું ચૂકતો નથી,

હોય દ્વારિકાધીશ કૃષ્ણ જેવો મિત્ર મારો તોય હું મર્યાદા મુકતો નથી.❜❜


❛❛અંતરના ઓરડે ખાલીપો રાખવા કરતાં,

તૂટેલા સબંધની સીડીના બે પગથીયા ચડી લેવા સારા.❜❜


❛❛સાચા નિર્ણયથી આત્મવિશ્વાસ બમણો થાય,

ખોટા નિર્ણયથી અનુભવ બમણો થાય.❜❜


❛❛જંગલોનાં સન્નાટા ક્યાં મને ગણાવે  તું ?

મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે.❜❜


❛❛સમજણનો સોયદોરો જો આરપાર થશે,

તો જ ફાટેલ જિંદગીની સારવાર થશે.❜❜


❛❛જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,

લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.❜❜


❛❛સંઘર્ષ પિતાથી અને સંસ્કાર માતા પાસેથી શીખો,

કેમકે બાકી બધું જિંદગી આપણને શીખવાડી દેશે.❜❜

❛❛આજકાલ જિંદગી ચાલતી જાય છે,

સરકતા સમયમાં દોડતી ય જાય છે.❜❜


❛❛દીવો કરીને વંદન એટલા માટે કરવામાં આવે છે કે,

દીવો બીજા માટે બળે છે બીજા ને જોઈ ને નહીં.❜❜


❛❛બંધ અમને સૌના દ્વાર મળે દરબદર  મળે,

જે જે ગલીમાં જઇએ તમારું જ ઘર મળે.❜❜


❛❛પયગંબરી છે કેટલી મારામાં ઓ 'ફિઝા' !

એ જાણી શકાય કેમ ચાહત કર્યા વિના !❜❜


❛❛પદથી મળતી પ્રતિષ્ઠા મર્યાદિત છે,

વ્યકિતત્વથી પ્રાપ્ત થતી પ્રતિષ્ઠા આજીવન છે.❜❜


❛❛રસ્તા તો વિસ્તરી ગયાં પ્રવાસી ક્યાંક ખોવાયો છે,

મંઝિલ  કંઈ એટલી દૂર નથી ઉમળકો ક્યાંક ખોવાયો છે.❜❜


❛❛જિંદગી ની હર એક પલ સરખી નથી હોતી ,

સમુદ્ર મા રોજ ભરતી નથી હોતી,

મિલન અને જુદાય એ બે પ્રસંગ છે જિંદગી ના,

જેમાં આંસુ ની કીમત સરખી નથી હોતી.❜❜

બિલ ગેટ્સ ના સુવિચાર

સફળતાના ત્રણ સિધ્ધાંત

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ