રાણીની વાવ
![]() |
રાણીની વાવ |
રાણકી વાવ વિશે માહિતી
પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ અને સિદ્ધપુરમાં આવેલ રુદ્રમહાલય જોવાલાયક સ્થાપત્યો છે . પાટણાથી 26 કિમી દૂર આવેલ સિદ્ધપુરમાં રૂદ્ર મહાલયનાં ભગ્ન અવશેષો મહેલની ભવ્યતાનો પરિચય આપે છે. ભીમદેવ પહેલાના રાણી ઉદયમતિએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પુરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું જેને આજે રાણીની વાવ કહે છે . ઈ.સ. 2014 માં યુનસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો સમાવેશ થયો છે. રાણીની વાવ એ વાતની પ્રતીતિ કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળ વ્યવસ્થાપનની કેટલી સુંદર વ્યવસ્થા હતી. પાટણમાં ઈ.સ. 1140 માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું.
આ ઉપરાંત વડનગર કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિતોરણ જોવાલાયક સ્થળો છે. પથ્થરના બે સ્તંભ પર કમાન જેવી રચના કરીને તોરણ બનાવ્યાં છે. શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે. તેની સ્થાપત્ય કલા બેનમૂન છે.
રામેશ્વરમ જ્યોતિર્લિંગ વિશે માહિતી
તાજમહેલ કોણે અને ક્યારે બંધાવ્યો
0 ટિપ્પણીઓ