ગુજરાતમાં આયાત-નિકાસ
![]() |
આયાત-નિકાસ |
ગુજરાત કઈ કઈ ચીજ વસ્તુઓની આયાત-નિકાસ કરે છે?
ગુજરાત 26 દેશોમાંથી ચીજવસ્તુઓની આયાત અને 21 દેશોમાં ચીજવસ્તુઓની નિકાસ કરે છે.
કોલસા, કૉક, ખાતર, અનાજ, ખાતરની કાચી સામગ્રી, પેટ્રોલિયમ પેદાશો, કાગળનો માવો, લોખંડનો ભંગાર વગેરેની આયાત થાય છે.
જાપાન, મલેશિયા, ઈરાની અખાતના દેશો, સિંગાપોર, થાઈલૅન્ડ, ઈરાન, બહેરીન, બેલ્જિયમ, ફ્રાન્સ, હોલૅન્ડ, ઈટાલી, પોર્ટુગલ, જર્મની, પોલૅન્ડ, રુમાનિયા, ડેન્માર્ક, સોવિયેત રશિયા, યુ.એસ.એ., પનામા, કેનેડા, પૂર્વ આફ્રિકા અને મોરક્કોમાંથી ગુજરાત ચીજવસ્તુઓની આયાત કરે છે.
ધી, રૂ, તેલીબિયાં, અનાજ, રસાયણો, સિમેન્ટ, ખોળ, બૅટોનાઈટ, ચોક, બૉક્સાઈટ, ચૂનાના પથ્થરો વગેરેની નિકાસ થાય છે.
બાંગ્લાદેશ, ઇંડોનેશિયા, કોરિયા, હોંગકોંગ, હંગેરી, મલેશિયા, શ્રીલંકા, તાઈવાન, ચેકોસ્લોવાકિયા, ઈજિપ્ત, જાપાન, ઈરાની અખાતના દેશો, સિંગાપોર, થાઈલેન્ડ, ઈરાન, ઈરાક, બેલ્જિયમ, જર્મની, રુમાનિયા, સોવિયેત રશિયા, કૅનેડા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં ગુજરાત ચીજ વસ્તુઓની નિકાસ કરે છે.
0 ટિપ્પણીઓ