ઓમકારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ વિશે માહિતી?
ઓમકારેશ્વર જયોર્તિલિંગ બાર જ્યોતિર્લિંગ માનુ એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર શિવપુરી નામના નર્મદા નદીના કિનારે આવેલું છે. એવું કહેવાય છે કે આ ટાપુ નો આકાર ઓમ્ જેવો છે.
![]() |
ઓમકારેશ્વર મહાદેવ |
ઓમકારેશ્વર જયોર્તિલિંગ ક્યાં આવેલું છે?
આ સ્થળ ભારતના દેશના મધ્ય પ્રદેશ રાજ્યોના ખંડવા જિલ્લામાં માં આવેલું છે. મધ્ય પ્રદેશના મોર્તક્કાથી આ સ્થળ ૨૦ કિમી દૂર આવેલું છે. આ સ્થળ પવિત્ર નદી નર્મદાથી બનેલું છે. આ નદીએ ભારતની પવિત્ર નદીઓમાં ની એક મનાય છે, જેના પર વિશ્વનો એક મોટો બંધ બંધાયો છે. તેનું નામ છે સરદાર સરોવર જે ગુજરાત રાજ્યનાં આવેલો છે.
ઓમકારેશ્વર જયોર્તિલિંગ વિશે પૌરાણિક કથા
એકવાર નારદજી એ ગોકર્ણ તીર્થ માં જઈ ને ગોકર્ણ નામક શિવજી ની પૂજા કરી અને પછી વિંધ્યાચલ પર્વત ઉપર જઈ ને ત્યાંપણ શ્રદ્ધાપૂર્વક શિવજી નું પૂજન કર્યું . આથી ગર્વોન્મત વિંધ્ય નારદજી ના સામે ઉપસ્થિત થઈ પોતાને સર્વશ્રેષ્ઠ બતાવવા લાગ્યા. નારદજી એ તેના ધમંડ ને ખત્મ કરવા તેને કહ્યું કે સુમેરૂ ના સમક્ષ તમારી કોઈ ગણના નથી કારણ કે તેની તો દેવતાઓ માં ગણના થાય છે. આ સાંભળી વિંધ્ય સુમેરૂ થી પણ ઉચ્ચ પદ પામવા તે શંકરજીના શરણાગત થઈ ને, ઓંકાર નામક શિવ ની પાર્થિવ મૂર્તિ બનાવીને તેમની પૂજા કરવા લાગ્યા.
વિન્ધય ના કઠોર તપ થી પ્રસન્ન થઈ ને શિવજી પ્રકટ થયા અને તેનાથી વર માંગવાનું અનુરોધ કરવા લાગ્યા. વિંધ્ય એ શિવજી થી પોતાની બુદ્ધિ થી મનોવાંછિત કાર્યો ને સિદ્ધ કરી શકવાનું વર માંગ્યું. આથી સમસ્ત સંસાર ના સ્વામી શંકરજી વિચાર કરવા લાગ્યો કે આ તો બીજાઓ ને દુ : ખદ વર ની ઈચ્છા કરે છે. હવે કાંઈ એવું કરવું જોઈએ કે આ અશુભ વરદાન બીજા ને માટે સુખદ થઈ જાય. આ વિચાર કરી શિવજી એ પોતાની ત્યાં સ્થિતિ કરી. તે ઓકાર અને પ્રણવ નામોં થી હંમેશ ના માટે ત્યાં સ્થિર થઈ ગયા. આ જયોતિર્લિંગ ભકતો ની અભીષ્ટદાયક ભકિત તથા મુકિતદાયક છે.
વિશ્વેશ્વર મહાદેવ વિશે માહિતી?
0 ટિપ્પણીઓ