કેદારેશ્વર મહાદેવ
![]() |
કેદારનાથ મંદિર |
કેદારનાથ મંદિર ક્યા આવેલું તેના વિશે માહિતી?
કેદારનાથ મંદિર હિમાલય ની ગિરીમાળા ભારતના ઉત્તર ભાગમાં ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપયાગ જિલ્લામાં મંદાકિની નદીના કિનારે આવેલું છે.
કેદારનાથ જ્યોતિર્લિંગ વિશે પૌરાણિક કથા
નર - નારાયણ જયારે બદ્રિકા ગામ માં જઈ ને પાર્થિવ પૂજા કરવા લાગ્યા તો તેના થી પાર્થિવ શિવજી ત્યાં પ્રકટ થઈ ગયા. થોડા વખત પછી એક દિવસ શિવજીએ પ્રસન્ન થઈ ને તેને વર માંગવાનું કહ્યું તો નર - નારાયણ પોતાના સ્વરૂપ થી પૂજા ના નિમિત આ સ્થાન ઉપર હમેશા સ્થિત રહેવાની પ્રાર્થના કરી. તે બન્ને ની આ પ્રાર્થના થી હિમશ્રિત કેદાર નામક સ્થાન માં સાક્ષાત મહેશ્વર જયોતિ સ્વરૂપ થઈ સ્વયં સ્થિત થયાં અને ત્યાં તેમનું નામ કેદારેશ્વર પડયું.
કેદારેશ્વર ના દર્શન થી સ્વપ્ન માં પણ દુ:ખ થતું નથી. શંકર (કેદારેશ્વર) નું પૂજન કરી પાંડવો નું બધું દુઃખ જતું રહ્યું. બદ્રીકેશ્વર નું દર્શન પૂજન આવાગમન ના બંધન થી મુકિત અપાવે છે . કેદારેશ્વર માં દાન કરવા વાળા શિવજી ની સમીપ જઈ ને તેમના રૂપ થઈ જાય છે.

0 ટિપ્પણીઓ