કોરોના COVID-19 પોઝીટીવ આવે તો શું કરવું?
![]() |
Korona Covid-19 |
કોરોના થયો હોય તો ક્યા સાધનો જરૂરી?
1. Ez-LIFE Oximeter - ઓકિસજન અને ધબકારા માપવા માટે.
2. Ez - LIFE Thermometer - શરીરનુ તાપમાન માપવ માટે.
3. દર ૩ થી ૪ કલાકે ઓક્સિજન અને તાપમાન માપતા રેહવું અને તેની નોંધ લેતા રેહવું.
4. ઓક્સિજન લેવલ ૯૪ થી નીચે સતત જાય તો ડોક્ટર નો સંપર્ક કરવો.
કોરોના માટે કઈ દવાઓ જરૂરી?
1. Azithromycin - 500 • શરીર માં રહેલ ઇન્ફેક્શન દૂર કરવા માટે દિવસમાં ૧ વાર - ૫ દિવસ.
2. Vitamin - C રોગ પત્રીકારક શક્તિ વધારવા દિવસમા ૧ વાર - ૧૦ દિવસ.
3. Vitamin - D રોગ પત્રીકારક શક્તિ વધારવા અઠવાડિયામાં ૧ વાર ૪ ગોળી ૧ મહિના માટે.
4. Zinc રોગ પત્રીકારક શક્તિ વધારવા દિવસમાં ૧ વાર ૧૦ દિવસ.
5. Paracetamol તાવ આવે તો દર ૮ કલાકે લેવી.
6. Smartbreath નાસ લેવા માટે ના લીલા કલર ના ફોટા દિવસ માં ૨ થી ૩ વાર નાસ લેવો.
7. ડોક્ટર ને કન્સલ્ટિંગ કરી બાકી ની જે તકલીફ હોય તેના માટે અલગ અલગ દવા લખાવી લેવી.
કોરોના માટે કઈ આયુર્વેદિક દવાઓ જરૂરી?
1. Swasari Patanjail - ઉધરસ આવે તો દિવસમાં ૩ વાર.
2. Ayush kwath Powder - ઈમ્યૂનિટી બુસ્ટર કાઢો દિવસમાં ૨ વાર.
3. ધરાસણા માલિશ તેલ - શરીર ના સાંધા ના દુઃખાવામાં માટે.
4 નીલગીરીનું તેલ - નાસ લેવા માટે અને રુમમાં સ્પ્રે કરવા માટે.
દર્દીને શું ખાવું - પીવું?
1. ખુબજ પાણી પીવો દિવસ માં ૩ લિટર મિનિમમ બને ત્યાં સુધી હુંફાળું પાણી પીવું
2. લીંબુ સરબત દિવસ માં ૨ વાર ૧ ગ્લાસ
3. નારંગી, સંતરાં કે મોસંબી નું જુયસ ૨ વાર ૧ ગ્લાસ.
4. સુંઠ નો ભરપૂર ઉપયોગ કરો ચા બનવા માં અને કાઢો બનવામાં.
5. હળદર વાળું દૂધ દિવસ માં ૧ વાર.
6. ઘર ની ગરમ ખોરાક લેવાનો રાખવો.
ડોકટોરનું કન્સલ્ટિંગ
1. તમે ૧૦૪ પર કોરોના થયો છે તેની જાણ કરી શકો છો સરકાર દ્વારા તમને ફ્રી માં કોરોના માટે ની માહિતી તેમજ હોમ કોરંટીન માટે જરૂરી મદદ પુરી પડશે.
2. આ ઉપરાંત તેમના દ્વારા દિવસ માં એક વાર ડોક્ટર હોમમાં વિઝિટ માટે પણ આવશે.
3. તેમજ આકસ્યિક સમય માં કઈ સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલ માં જગ્યા ખાલી છે તેની માહિતી મળશે.
4. સરકારી હોસ્પિટલ માં કે પ્રાઇવેટ હોસ્પિટલ માં સરકારે અમુક પથારી આરક્ષિત કરેલ છે તેમાં દાખલ થવા ૧૦૮ પર સંપર્ક કરવો તેવો તમને નજીક માં જે હોસ્પિટલ માં જગ્યા હશે ત્યાં ભરતી કરાવી આપશે.
5. આરોગ્ય સેતુ એપ્લિકેશન માં પણ તમામ વિગતો આપેલ હોય છે તે ઈન્સટોલ કરી દેવી
કોરોના માટે કયા રિપોર્ટ જરૂરી ?
1. રેપિડ ટેસ્ટ પોઝિટિવ એ આવે તો તેજ દિવસે RT - PCR ટેસ્ટ કરવો.
2 RTPCR ટેસ્ટ માં કોરોના કેટલો સક્રિય છે તેની જાણકારી મળશે.
3. RTPCR ૧૫ થી ૨૦ વચ્ચે આવે તો ૨ દિવસમાં નીચે ના રિપોર્ટ કરાવી લેવા.
4 CBC, CRP.
5 ESR.
6 LFT.
7 D - Dimmer
8 SGPT
9 HRCT ખુબ વધુ અસર લાગે તો જરૂરી.
યોગ અને સૂર્ય પ્રકાશ
1. રોજે સવારે ઉગતા સૂર્ય પ્રકાશ ખુબજ ફાયદા કારક રહે છે.
2. તાપ લેતા લેતા પ્રાણાયામ કરવુ ખુબ જ ફાયદાકારક છે.
3. ઓછા માં ઓછો ૪૦ થી ૬૦ મિનિટ સવાર ના તાપ માં બેસવું
4. સવારે થોડી હળવી કસરત કરવી.
નાસ કઈ રીતે લેશો?
શરુવાતના ૫ થી ૬ દિવસ નાસ નું ખૂબ જ મહત્વ છે તેથી દિવસ ૨ થી ૩ વાર જ લેવી. નાસ લેવા માટે શરૂઆતમાં દવાના જેમ જેમ નાસ લો તેમ - તેમ તેનાં ટીપા પાણીમાં ઉમેરતા જવું એકવારમાં નાસ માટે અડધા ટોટા નો ઉપયોગ કરી શકાય.
0 ટિપ્પણીઓ