Bhimashankar jyotirlinga | ભીમેશ્વર જ્યોતિર્લિંગ | Bhimashankar jyotirlinga in gujarati

 ભીમેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ

ભીમેશ્વર મહાદેવ

આ જ્યોતિર્લીંગ મહારાષ્ટ્ર માં સ્થિત ખેડ તાલુકામાં આવેલું એક જ્યોતિર્લિંગ છે.ભીમા નદીના કિનારે સહ્યાદ્રી પર્વત પર છે. આ નદી આગળ જઈને કૃષ્ણા નદી ને મળે છે.

ભીમેશ્વર મહાદેવ વિશે પૌરાણીક કથા અને માહિતી

કુંભકર્ણ અને કર્કટી થી ઉત્પન્ન ભીમ નામક એક ઘણો વીર રાક્ષસ હતો, જે બધા પ્રાણીઓ ને દુ:ખ દેવા વાળો અને ધર્મ નું નાશ કરવા વાળો હતો. તેણે પોતાની માંથી જયારે પોતાના પિતા નું અને નિવાસ આદિ ના સંબંધ માં પુછયું તો તેણે બતાવ્યું કે તેના પિતા લંકાપતિ રાવણ ના ભાઈ કુંભકર્ણ હતો. જેને રામજી એ મારી નાખ્યો મૈ હજી સુધી લંકા જોઈ નથી. તારા પિતા મને ત્યાં પર્વત ઉપર મળ્યો હતો અને તેમના દ્વારા હું તને જન્મ આપી ને અહીં જ રહી ગઈ. મારા પતિ ના માર્યા જવા થી મારું પિયર જ મારું એક માત્ર આસરો રહી ગયો. મારા માતા - પિતા - પુષ્કસી અને કર્કટી જયારે અગસ્ત્ય ઋષિ ને ખાવા ગયા તો ઋષિએ પોતાના તપ ના ત્રીવ પ્રભાવથી તેમને ભસ્મ કરી દીધા.

 આ બધું સાંભળી તે હરિ સમેત દેવતાઓ થી બદલો લેવા માટે આતુર થઈ ગયો. તેણે કઠોર તપ નું આશ્રય લીધું અને બ્રહ્માજી ને પ્રસન્ન કરી અપાર બળશાળી અને અદભુત શકિત સંપન્ન પરાક્રમી હોવાનું વર પ્રાપ્ત કરી લીધું. આ બળ થી તેણે ઈન્દ્ર અને વિષ્ણુ સમેત બધા દેવતાઓ ને જીતીને પોતાના અધીન કરી લીધા. આના ઉપરાન્ત તેણે શિવજી ના મહાન ભક્ત કામરૂપેશ્વર નું સર્વસ્વ હરણ કરી ને તેને કારાવાસ માં નાખી દીધો. કામરૂપેશ્વર કારાવાસ માં પણ વિધિપૂર્વક અને નિયમિત રૂપ થી શિવપૂજન કરતો રહ્યો અને તેની પત્ની પણ શિવારાધના માં રત રહેતી.

 અહીંયા દેવ બ્રહ્મા, વિષ્ણુ આદિ દેવતા ઓને સાથે લઈ ને ભગવાન શંકર ની સેવા માં ઉપસ્થિત થઈ ને પેલા દુષ્ટ દૈત્ય થી પરિત્રાણ માટે પ્રાર્થના કરવા લાગ્યા. શિવજી એ દેવો ને આશ્વાસન દઈ ને તમને વિદા કર્યા.

 ભીમ ને કોઈએ કહી દીધુ કે કામરૂપેશ્વર તો તેના મારણ માટે અનુષ્ઠાન કરી રહ્યો છે. આથી તે કારાવાસ માં રાજાના પાસે પહુંચી ને તેના થી તેની પૂજા આદિ ના સંબંધ માં પૂછવા લાગ્યો. રાજા ના સત્ય વચનાં થી તે દુષ્ટ શિવજી ની ધણા પ્રકાર થી અવજ્ઞા કરવા તેના થી શિવજી ના સ્થાને સ્વયં ભીમ ની પૂજા કરવાનું કહ્યું. કામરૂપેશ્વર ના પ્રતિરોધ કરવા પર ભીમે તલવાર થી પાર્થિવ લિંગ પર પ્રહાર કર્યો. તેનો ખડગત્યાં સુધી પહુચી પણ નહી શક્યો કે શિવજી ત્યાં પ્રકટ થઇ ગયા. પછી ધનુષ, બાણ, તલવાર, પરશુ, પરિધ અને ત્રિશુલ આદિ થી બન્ને માં ભયંકર યુદ્ધ થયું. એટલે ત્યાં આવેલ નારદજી ના અનુરોધ ઉપર શિવજી એ ફુક મારી ને પેલા દુષ્ટ ભીમ ને ભસ્મ કરી દીધુ અને આવી રીત દેવો ને કષ્ટ વિમુકત કર્યા, આના પશ્ચાત ત્યાં ઉપસ્થિત દેવતાઓ અને મુનિય એ શિવજી થી ત્યાં નિવાસ કરવાની પ્રાર્થના કરી અને શિવજી લોક કલ્યાણ ની દૃષ્ટિ થી ત્યાં ભીમશંકર નામક જ્યોતિર્લિંગ મા ઉપસ્થિત થયા.

કેદારનાથ જ્યોતિર્લિંગ વિશે માહિતી

તાજમહેલ કોણે બંધાવ્યો તેના વિશે માહિતી?

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ