છોકરો છોકરી પ્રેમ કર્યા બાદ પુછાતા પ્રશ્ર્નો?
![]() |
Love life |
વિષય : પ્રેમ મા કન્યાપક્ષ ના બહાના
સંદર્ભ: કોઇનો અનુભવ + મારા વિચાર
કોઈ પણ છોકરો છોકરી પ્રેમ ની શરૂઆત કરે ત્યારે આગળ આવનારી મુશ્કેલી કે સવાલો વિશે વિચારતા હોય છે? ચાલો એમાથી એક " પરીવાર ની સ્વીકૃતી વિશે ચર્ચા કરીએ"
જ્યારે કન્યા પક્ષે જાણ થયા બાદ પુછાતા પ્રશ્ન તેમજ બહાના :
૧)તે આને કઈ રીતે ફસાવી?
૨)કઈ જાતી નો છું તું?
૩)કેટલું કમાય છે? શું પ્રોફાઈલ છે તારી ? ખબર પણ છે મારી દીકરી નો કેટલો ખર્ચ છે?
૪)તારી પાસે શુ છે? ઘર છે પોતાનું? ગાડી છે? જમીન છે?
૫)જોઈન્ટ ફેમિલી મા તો નથી રહેતા ને?
હા હું નકારાત્મક વિચારો વિશે જ વાત કરું છુ.
ટુક મા તેમને છોકરો એવો જોઈએ જેની મિલકતો હોય, મોટી સારી એવી જોબ હોય, સારા બેન્ક બેલેન્સ હોય ઘણા તો એવી પણ શરત મૂકે કે આટલા રૂપિયા મુકવા પડશે મારી છોકરી ના નામે.
હવે મુદ્દાઓ પર ચર્ચા
૧) કઈ રીતે ફસાવી : શુ તમારી દીકરી કોઈની લાગણીઓ નેયોગ્ય રીતે સમજી શકે તેમ નથી? શુ તમારી દીકરી મા લાગણી જેવું કાઈ જ નથી? કોઈ વ્યક્તિ ને પરખવાની શુ પ્રાથમીક આવડત પણ નથી આ ઉંમરે તો "ફસાવી" જેવો શબ્દ પ્રયોગ કેમ?
૨) કઈ જાતી : કોઈ બીજી જાતી ના હોવાથી શુ ફર્ક પડે? આજ કાલ વિધર્મી લોકો ઉઠાવી જાય છે એ વિષય પર તો કાઈ નથી બોલતા તો જાતીના નામના બહાના કેમ?
૩) કમાણી/જોબ પ્રોફાઈલ/ ખર્ચ : આપની દીકરી જ્યારે કોઈને પસંદ કરી મળાવવા સુધી પહોંચી તો તેને જાણ હશે જ ને કે છોકરો કેટલું કમાય છે એમા તે એના શોખ પુરા કરી શકશે કે નહીં? જોબ પ્રોફાસીલ કાયમ એક નથી રહેતી વ્યક્તિ મેહનત કરે તો ચોક્કસ આગળ વધે તો આપની દીકરી ને તેની મેહનત પર વિશ્વાસ નથી તો આવું ખર્ચ નું બહાનું?
૪) મિલ્કત : શુ વ્યક્તિ નું ચારિત્ર્ય સારું જોવું, લોયલ હોવું, પોતાના પરિવાર ના ખર્ચ સાથે ભવિષ્ય ની બચત કરતો હોવું એ પૂરતું નથી?
જો અગાઉ જ મિલકત ધરાવતા હોવું જરૂરી હોય તો "દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી નો હાથ હોય છે" આ વાક્ય ખોટું સાબિત થાય છે.
૫) જોઈન્ટ ફેમિલી : જોઈન્ટ ફેમીલી થી શુ તકલીફ છે ઘર નું કામ જ ને? ઘણી જગ્યા એ હવે કોઈ પોતાના ઘર નું કામ નથી કરતા પોતાના વ્યવસાય મા વ્યસ્ત હોય છે એ પછી સ્ત્રી હોય કે પુરુષ એટલે આજે ઘરકામ પણ એક વ્યવસાય બની ચુક્યો છે. અને ક્યારેક આવી ગયું જાતે કરવાનુ તો ભેગા હોય તો વેહચી લેવાય સરળ બને. ક્યારેય એવું વિચાર્યું કે કોઈ તકલીફ મા આવીશું અને જોઈન્ટ ફેમિલી હશે તો તકલીફ નહીં આવે બધા એક બીજા ની મદદે હશે.
આ બધા પ્રશ્નો જાણે એ પ્રકારે હોય છે કે તેમની દીકરી કાઈ વિચારી સમજી જ નથી શકતી, હા મા બાપ જેટલા અનુભવ ક્યારેય ન હોય આપણને પણ આટલું પણ ન વિચાર્યુ હોય તે કઈ રીતે બને?
અને જે લોકો એમ કહે છે કે લગન પેહલા આટલા રૂપિયા મુકવા પડશે તે શું કામ હશે કે ક્યારેય છોકરી ને છોડી દેશે તો? તેને કઈ થઇ ગયું એ બાદ છોકરી ના ભવિષ્ય માટે કે કાઈ પણ તો એવા વ્યક્તિ લગન જ કેમ કરાવે, પોતાની દીકરી ના નામે કોઈ સારી ઈન્વેસ્ટમેન્ટ પોલિસી લઈ લો જે સારું બાઉન્સ બેક આપતી હોય, આમ તો તેમાં પણ રિસ્ક છે પણ ભરોસો દરેક જગ્યા એ જરૂરી છે.
મોટે ભાગે કોઈ કન્યા પક્ષ એમ નથી વિચારતો કે મારી દીકરી જો સાથ આપશે તો એ મુશ્કેલી ના કોઈ પણ સફર સર કરી જશે, મારી દીકરી હિમ્મત આપશે અને ચોક્કસ એક યોગ્ય દંપતી બની બતાવશે, મને મારી દીકરી ને આપેલ સંસ્કાર અને સમજ પર વિશ્વાસ છે તે ભવિષ્ય મા કોઈ પણ નિર્ણય પૂર્ણ રીતે વિચારી ને લેશે . મારી દીકરી મારુ નામ પણ સામે પક્ષે પણ ઊંચું કરી બતાવશે કે મારા પરિવાર ના આવા સંસ્કાર છે.
અંતે એટલું જ કહીશ કે જો કોઈ પ્રેમ નું લાબું સફર ખેડી આવ્યું હોય તો પરિવારે ફક્ત નકારાત્મકતા થી ન લેવું જોઈએ હવે શુ યોગ્ય છે તેમ વિચારવું જોઈએ અને જો દીકરી ને ૧૦૦% ખ્યાલ હોય જ કે તેમનો પરિવાર યોગ્યતા નહિ ઓળખી શકે અને પોતાની જ ઝીદ પર અડગ રહેશે તો તેણે શરૂઆત થી જ છોકરા ને કહી દેવું જોઈએ કે અહીં જ થોભી જા આગળ આપણું ભવિષ્ય કે કોઈ વિકલ્પ નથી . થોડા સમય વાત કરવું , મળવું ગમશે પણ અંતે "ના" સિવાય કાઈ નથી.
આશા છે આપ સૌ વાંચી ને સમજશો, દરેક ના વિચાર ભિન્ન હોય છે.
આટલું બધું વાંચવા બદલ ખુબ ખુબ આભાર 🙏
0 ટિપ્પણીઓ