ગરીબી ઉદભવવાના કારણો | Causes of Poverty
![]() |
Causes of poverty |
What caused world poverty?
ગરીબીનાં મૂળિયાં શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલાં જોવા મળે છે, તેનાં કારણો નીચે મુજબ છે :
- કૃષિક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો. - - ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ.
- ગ્રામીણક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમના અભાવના કારણે.
- જ્ઞાતિપ્રથા તથા રૂઢિઓ, પરંપરાઓના કારણે રીતરિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચાને કારણે દેવામાં ડૂબે. આમ, બિનઉત્પાદકીય ખર્ચામાં વધારો થવાથી.
- નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી.
- આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેનાં આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી.
- રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું. અનાજ - કઠોળ વગેરેની અછત સર્જાઈ અને ભાવો વધ્યા. જેથી બે ટંક પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાથી.
- આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી, કુટિર અને લઘુ ઉદ્યોગો ખલાસ થયાં, સ્થળાંતર વધ્યું, ખેતીની આવક ઘટવાથી.
- ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે. આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા, આવક સ્થિર જ રહી, સારવાર - દવા પાછળના ખર્ચા વધવાથી.
- ટેક્નોલોજીમાં ફેરફારો આવતાં. પરંપરાગત વ્યવસાયો, કુટિર ઉદ્યોગો પડી ભાંગ્યાં તથા સ્થાનિક બજારો બંધ થતાં બેકારીમાં વધારો થયો.
- વસતીવૃદ્ધિ દર વધ્યો, મૃત્યુદર ઘટયો, સરેરાશ આયુષ્યમાં વધારો થયો. શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો - બેકારી વધી. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતાં ભાવ વધ્યા. ખરીદશક્તિમાં ઘટાડો થયો, જીવનધોરણ કથળ્યું. અંતે ગરીબાઈમાં વધારો થયો.
0 ટિપ્પણીઓ