ઇન્ટર્નશીપ એટલે શું? તેના વિશે માહિતી? | What is meant by internship

ઇન્ટર્નશીપ એટલે શું? તેના વિશે માહિતી?

ઇન્ટર્નશીપ એટલે શું? તેના વિશે માહિતી?

ઇન્ટર્નશીપ એટલે એવો નાનકડો સમય (આ સમય 3,6 મહિનાથી લઇ 1 વર્ષ સુધી હોય છે. મેડિકલ વિદ્યાર્થી માટે એની મુદત વધારે હોય છે.) કે જયારે કોઈ વિદ્યાર્થી અથવા હાલમાં પદવી મેળવેલ પ્રોફેશનલ વ્યવહારિક રીતે કામ કરવાનો અનુભવ પ્રાપ્ત કરે છે.

દાખલા તરીકે હાલમાં મેડિકલ ની ડિગ્રી લીધા પછી જે રીતે ડોક્ટરો હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે તેને આપણે ઇન્ટર્નશીપ કહી શકીયે.

ઇન્ટર્નશીપ શા માટે જરૂરી છે?

આ ટ્રેનિંગ ના સમય દરમિયાન તમે ખરેખર કંપની/ઓર્ગેનિઝશન માં કેવી રીતે કામ ચાલે છે તે પોતે અનુભવી શકો છો.

આ દરમ્યાન તમારું પ્રોફેશનલ નેટવર્ક અને ઓળખો તૈયાર થઇ શકે છે.

આ દરમ્યાન તમે તમારા કરિયર ને કઈ દિશામાં લઇ જવા તૈયાર છો એની ખબર પડે છે.

ક્યારેક ગ્રેડયુએશન થયા પછી ઘણા બધા વિદ્યાર્થીઓને કઈ દિશામાં અથવા ટેક્નોલોજીમાં કામ કરવું તે સમજાતું નથી ઇન્ટર્નશીપ કરવાથી તેઓને આ જ્ઞાન મળે છે.

તમને તમારા સ્કિલ્સ સુધારવા મદદ થાય છે.

તમે ભણેલી થિયરી રિયલ લાઈફ માં પ્રેક્ટિકલી અનુભવી શકો છો.

અગર તમે ઇન્ટર્નશીપ કરતી વખતે સારું કામ કર્યું હોય તો ઘણી બધી કંપનીઓ તમને પરમેનન્ટ કરી લે છે.

શું ઈંટર્ન્સ ને પગાર મળે છે?

National Association of Colleges and Employers (NACE) ના મુજબ 56.7% ઈંટર્ન્સ ને પગાર મળે છે. તમને મળતો પગાર તમે કઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો એના ઉપર અવલંબે છે. જ્યાં પગાર મળતો હોય તેને તમે પેડ ઇન્ટર્નશીપ કહી શકો.

આ ઉપરાંત ઘણી બધી કંપનીઓ ઈંટર્ન્સ ને પગાર આપતા નહિ મળે તેને તમે અનપેડ ઇન્ટર્નશીપ કહી શકો.

મારા મત અનુસાર જયારે તમારી કરિયરની સુરુવાત હોય ત્યારે તમે પૈસા (પગાર) કરતા ત્યાં મળતા અનુભવને મેળવવો જોઈએ.

તમે ઇન્ટર્નશીપ કેવી રીતે મેળવી શકો?

કેમ્પસ રીસોર્સેસ: તમારી કોલેજમાં જઈ ત્યાં થઇ રહેલ કેમ્પસ ફેર ની માહિતી લો. નોટિસ બોર્ડ ઉપર ઘણા બધા કંપનીઓના જોબ ઓફર હોય છે ત્યાં અપ્લાય કરો.

ઓનલાઇન: ઓનલાઇન જઈ કંપનીના વેબસાઈટ પર કોન્ટેક્ટ કરો અને તેઓને એપ્રોચ કરો.

તમારા ગમતા ઓરગેનિઝશન ની વેબસાઈટ સતત અનુસરો અને ત્યાં જુઓ તેઓને કયા પ્રકારના ઈંટર્ન્સ ની જરૂર હોય છે?

આ ઉપરાંત,

હંમેશા એક્ટિવહ રહીને એપ્લાય કરતા રહો.

તમારા રિઝ્યુમે અને કવ્હર લેટર ને અનુભવ નુસાર અપડેટ કરતા રહો.

ઇન્ટર્નશીપ વિશેના ઇન્ટરવ્યૂ ની તૈયારી કરતા રહો.

એવી આશા રાખું છુ તમને યોગ્ય તે જવાબ આપી શક્યો. તમને કઈ શંકા અથવા પ્રશ્ન હશે તો ટિપ્પણી દ્વારે કેળવો.

આભારી,


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ