લધુમતીઓ, નબળ વર્ગો અને પછાત વર્ગોનાં હિતોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈ
![]() |
Weak and backward class |
ભારતના બંધારણમાં લઘુમતિઓ, નબળા વર્ગો, અને પછાત વર્ગોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે. આ બંધારણીય જોગવાઈઓ તેમના હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ અને તેમના કલ્યાણ અને વિકાસ માટે સુનિશ્ચિત કરી છે.
નબળા અને પછાત વર્ગના રક્ષણના કારણો?
- ભારતનું બંધારણ ભારતનાં તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે.
- ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગને આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહિ આવે. દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો પણ બંધારણમાં ઉલ્લેખ છે.
- આ ઉપરાંત રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે, તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા, તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પર પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે.
- ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈપણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે.
- લઘુમતીઓ, નબળા વર્ગો, અને પછાત વર્ગોને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદેશ એ છે કે, તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવો.
- રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
0 ટિપ્પણીઓ