મહાકાલેશ્વર મહાદેવનો ઈતિહાસ
![]() |
Mahakaleshwar Mahadev |
મહાકાલેશ્વર જયોર્તિલિંગ વિશે પૌરાણિક કથા
અવંતિકાવાસી એક બ્રાહ્મણ ના શિવોપાસકે ચાર પુત્રો હતા. બ્રહ્મા થી વરદાન પ્રાપ્ત દૈત્યરાજ દૂષણે અવંતી માં આવીને ત્યાં નો નિવાસી વેદજ્ઞ બ્રાહ્મણોં ને તેણે દુ:ખ આપ્યું. પ૨ન્તુ શિવજી ના ધ્યાન માં લીન બ્રાહ્મણ જરા પણ વિચલિત ન થયો. દૈત્યરાજે પોતાના ચાર અનુચરો દૈત્યોં ને નગરી ને ચારો ત૨ફ થી ઘેરાબંદી કરીને વૈદિક ધર્માનુષ્ઠાન ન હોવાનો આદેશ આપ્યો. દૈત્ય ના ઉત્પાત થી પીડિત પ્રજા બ્રાહ્મણોં પાસે આવી. બ્રાહ્મણો એ પ્રજા ને ધીરજ બંધાવી ને ભગવાન શિવજી ની પૂજા માં તત્પર થયા.
આજ સમયે ત્યાં દૈત્ય પોતાની સેના સાથે પેલા બ્રાહ્મણોં પર ઝપટયો તેમજ પાર્થિવ મૂર્તિ ના સ્થાન પર એક ભયાનક શબ્દ ના સાથે ધરતી ફાટી અને ત્યાં એક મોટો ખાડો થઈ ગયો. તે જ ગર્ત થી શિવજી એક વિરાટ રૂપ ધારી મહાકાલ ના રૂપ માં પ્રકટ થયો. તેમણે દુષ્ટ દાનવને બ્રાહ્મણોં પાસે ન આવવા કહ્યું, પરંતુ તે દુર દૈત્યે શિવજી ની આજ્ઞા ન માની. ફલસ્વરૂપ શિવજી એ પોતાની એકજ હુંકાર થી પેલા દૈત્ય ને ભસ્મ કરી દીધુ. શિવજી ના આ રૂપમાં પ્રકટ થયેલા જોઈ ને બ્રહ્મા, વિષ્ણુ અને ઈન્દ્રાદિ દેવો એ આવીને ભગવાન શંકર ની સ્તુતિ વંદના કરી.
મહાકાલેશ્વર ની મહિમાં અવર્ણનીય છે. ઉજજયિની નરેશ ચન્દ્રસેન શાસ્ત્ર જ્ઞ હોવાના સાથે - સાથે શિવભકત પણ હતો. તેનો મિત્ર મહેશ્વરજી ના ગણ મણિભદ્રે તેને એક સુન્દર ચિંતામણી પ્રદાન કરી. ચન્દ્રસેન કંઠમાં તે જયારે ધારણ કરતો તો એટલો તેજસ્વી દેખાતો કે દેવતાઓ પણ તેના થી ઈર્ષ્યા કરતા. કેટલાક રાજાઓ એ તેના થી માંગણી કરી, તેણે આપવાની ના કરતાં, તેમણે તેના પર આક્રમણ કરી દીધું. પોતાને ચારોં તરફ થી શત્રુઓં થી ઘેરાયેલો જોઈ ને ચન્દ્રસેન ભગવાન શંકર ની શરણ માં ગયો. ભગવાને પ્રસન્ન થઈ તેની રક્ષા નો ઉપાય કર્યો.
સંયોગવશ પોતાના બાળક ને ખોળા માં લઈ એક બ્રાહ્મણી ભ્રમણ કરતી મહાકાલ ના પાસે પહોંચી તો તે વિધવા થઈ ગઈ. અબોધ બાળકે મહાકાલેશ્વર મંદિર માં રાજા ને શિવપૂજન કરતા જોયો તો તેના મન માં પણ ભકિત ભાવ ઉત્પન્ન થયો. તેણે એક રમણીય પત્થર લાવીને પોતાના સૂના ધ૨ માં સ્થાપિત કર્યું અને તેને શિવરૂપ માની તેની પૂજા કરવા લાગ્યો. ભજન માં લીન બાળક ને ખાવા ની સુધ ના રહી. એટલે તેની માતા તેને બોલાવા ગઈ. પણ માતા ના ધડી ધડી બોલાવ્યા, છતાં પણ તે બાળક મૌન ધારણ કરી બેઠો રહ્યો. આથી તેની શિવમાયા વિમોહિત માતા એ શિવલિંગ ને દૂર ફેંકી ને તેની પૂજા નષ્ટ કરી દીધી.
માતા ના આ કૃત્ય થી દુ:ખી થઈ ને તે શિવજી નું સ્મરણ કરવા લાગ્યો. શિવજી ની કૃપા થતાં વાર ના લાગી, ગોપી પુત્ર દ્વારા પૂજીત પાષાણ રત્નજડિત જયોતિર્લિંગ ના રૂપ માં આવિર્ભૂત થઈ ગયો. શિવજી ની સ્તુતિ વન્દના ના ઉપરાંત જયારે બાળક ધર માં ગયો તો તેની ઝોંપડી ના સ્થાને સુવિશાળ ભવન થઈ ગયો. આવી રીતે શિવજી ની કૃપા થી તે બાળક વિપુલ ધનધાન્ય થી સમૃદ્ધ થઈ ગયો. અને મા બાળક સુખ મય જીવન વ્યતીત કરવા લાગ્યા.
અહીં વિરોધી રાજાઓ એ જયારે ચન્દ્રસેન ના નગર ઉપર અધિકાર કર્યો તો તેઓ આપસમાં એક બીજા થી કહેવા લાગ્યા કે રાજા ચન્દ્રસેન તો શિવભકત છે અને આ ઉજેજયિની મહાકાલ ની નગરી છે, જેને જીતવો અસંભવ છે આ વિચાર કરી તે રાજાઓ એ ચન્દ્રસેન થી મિત્રતા કરી લીધી અને બધાએ મળી ને મહાકાળ ની પૂજા કરી.
આ સમય ત્યાં વાતરાધીશ હનુમાનજી પ્રકટ થયા તેમણે પ્રણત રાજાઓ ન બતાવ્યું કે શિવ ના વગર મનુષ્યો ને ગતિ આપવા વાળો અન્ય કોઈ નથી. શિવજી તો વગર મંત્રો થી કરી ગઈ પૂજા થી પણ પ્રસન્ન થઈ જાય છે. ગોપી પુત્ર નો ઉદાહરણ તમારા સામે જ છે. એના પછી હનુમાનજી ચન્દ્રસેન ને સ્નેહ અને કૃપા પૂર્ણ દૃષ્ટિ થી જોઈ ને ત્યાંજ અલોપ થઈ ગયા. જીવન પર્યન્ત મહાકાલેશ્વર ની સેવા કરીને ગોપી પુત્ર અને રાજા ચન્દ્રસેન બન્ને સુખ ભોગીને અંતમાં મોક્ષ પ્રાપ્ત કર્યું.
0 ટિપ્પણીઓ