ગરીબી ઉદભદવવાના કારણો
![]() |
બેકારી એટલે શું |
ભારતમાં ગરીબી નું વર્ણન કરો
ભારતમાં આયોજનપંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ₹ 816 અર્થાત્ કુટુંબદીઠ ખર્ચ ₹ 4080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ₹ 1000 લેખે કુટુંબદીઠ વપરાશી ખર્ચ ₹ 5000 નું પ્રમાણ નિર્ધારિત કર્યું હતું, એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી મળવી જોઈએ. આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી અને ગરીબીનું પ્રમાણ કુલ વસતીમાં ઘટીને 21.9 % થઈ ગયું હતું. ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસતીના 29.8 % હતું. આમ, અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા.
વિશ્વબેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012 માં 2008 ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક US $ 1.90 ( ડોલર ) નિર્ધારિત કરી હતી, જે ગરીબી રેખાનું ધોરણ છે. વિશ્વબેંકના એક અહેવાલ મુજબ 2010 માં ભારતની કુલ વસતી અંદાજે 121 કરોડમાંથી 32.7 % લોકો ગરીબીરેખાની નીચે જીવતાં લોકો હતાં. જેની સંખ્યા અંદાજે 45.6 કરોડ થાય.
UNDP - 2015 ના રીપોર્ટ મુજબ ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસતીના 21.92 % હતું. ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણક્ષેત્રે 21.65 કરોડ લોકો 25.7 % અને શહેરીક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો 13.7 % ગરીબી રેખા નીચે જીવતાં હતાં. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજય છત્તીસગઢ ( 36,93 % ) છે, જ્યારે ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા ( 5.09 % ) છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63 % જોવા મળ્યું હતું. ભારતમાં સરેરાશ 30 % થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતાં રાજ્યોમાં છત્તીસગઢ, આસામ, ઉત્તરપ્રદેશ, મણિપુ૨, બિહાર , અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે છે.
ભારત વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે ; પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ, તાલીમ અને કૌશલ્યના અભાવે, વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે આ કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થ જોઈએ તેટલો ઉપયોગ ન થઈ શકવાને કારણે લોકોમાં ગરીબીનું પ્રમાણ ઘટયું નહિ. તેથી કહેવાય છે કે “ ધનિક ભારતમાં ગરીબો વસે છે.
નિરપેક્ષ ગરીબ એટલે શું
ગ્રામીણક્ષેત્રે ગરીબો : ગ્રામીણક્ષેત્રે વસતાં ગરીબોમાં મોટેભાગે જમીનવિહોણા ખેતમજૂરી, ગૃહઉદ્યોગો કે કુટિર ઉદ્યોગોના કારીગરો, સીમાંત ખેડૂતો, ભિક્ષુકો, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો છે, જેઓ ગરીબીરેખાની નીચે જીવન જીવી રહ્યાં છે.
શહેરીક્ષેત્રે ગરીબો : શહેરી વિસ્તારમાં વસતાં ગરીબોમાં કામચલાઉ મજૂર, બેરોજગાર દૈનિક શ્રમિક, ઘરનોકર, રીક્ષાચાલક, ચા - નાસ્તાની લારી - ગલ્લા કે હોટલ - ઢાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનારાં શ્રમિકો, ભિક્ષુકો કે જેઓ પોતાની ન્યૂનતમ જીવનજરૂરી વસ્તુઓ પણ સંતોષી શકતાં નથી અને ગરીબાઈમાં સબડી રહ્યાં છે.

0 ટિપ્પણીઓ