આર્યભટ્ટ વિશે માહિતી ગુજરાતીમાં
![]() |
આર્યભટ્ટ ( ગણિતશાસ્ત્રી ) |
ગણીતશાસ્ત્રી ના પિતા એટલે કે ગણિત ના પિતા આર્યભટ્ટ જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે ગણિતશાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે. ભારતે દુનિયાને શૂન્ય ( 0 ) ની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત અને વૈદિક ગણિત જેવી શોધો આપી.
આર્યભટ્ટની શોધ ગણવામાં | How did Aryabhata invented zero?
શૂન્ય ( 0 ) ની શોધ આર્યભટ્ટે કરી. આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાનો શોધક ‘ગૃત્સમદ' નામના ઋષિ હતા. પ્રાચીને ભારતના ગણિતજ્ઞોએ 1 ( એક ) ની પાછળ 53 ( ત્રેપન ) શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓનાં નામ નિર્ધારિત કર્યા છે. ‘મોહેં - જો - દડો’ અને ‘હડપ્પા' ના અવશેષોમાં તોલમાપનાં સાધનોમાં ‘દશાંશ પદ્ધતિ' જોવા મળી છે.
ભાસ્કરાચાર્યે ઈ.સ. 1150 માં ‘લીલાવતી ગણિત’ અને ‘બીજ ગણિત' નામના ગ્રંથો લખ્યા. તેમણે + ( સરવાળા ) તથા - ( બાદબાકી ) નું પણ સંશોધન કર્યું હતું. બ્રહ્મગુપ્ત સમીકરણના પ્રકાર બતાવ્યા હતા. બોધાયન પ્રમેય ( ત્રિકોણમિતિ ) આપસ્તંભે શુલ્વસૂત્રોમાં ( ઈ.સ. 800 પૂર્વે ) વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓનાં પ્રમાણ નિશ્ચિત કર્યાં છે. એમાં પણ આ સિદ્ધાંતનું વિશ્લેષણ છે.
પાઈ ની શોધ
આર્યભટ્ટના ‘ આર્યભટ્ટીયમ્ ' ગ્રંથમાં π ( પાઈ ) ની કિંમત 22/7 ( 3.14 ) જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે. તેમણે પ્રતિપાદિત કર્યું છે કે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક π ( પાઈ ) છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે. તેથી આર્યભટ્ટને ‘ ગણિતશાસ્ત્રના પિતા ' તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેમણે ‘દશગીતિકા', ‘આર્યભટ્ટીયમ્ ' જેવા ગ્રંથ લખ્યા હતા. ‘આર્યસિદ્ધાંત' માં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે. ગણિત, અંકગણિત અને રેખા ગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન શોધ્યું હતું.
આ ઉપરાંત ગણિતશાસ્ત્રનાં જુદાં જુદાં પાસાંઓની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોમાં કરી. તેમાં બોધાયન, આપતંભ અને કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરી શકાય.
જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર
લાલ કિલ્લો કોણે અને ક્યારે બંધાવ્યો હતો?
0 ટિપ્પણીઓ