તાજમહેલ કોને બનાવ્યો હતો, તાજમહેલ વિશે માહિતી
![]() |
તાજમહેલ |
તાજમહેલ વિશે નિબંધ
ભારતના ઉત્તરાપ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ આવેલ છે. વિશ્વની સાત અજાયબીઓ માં સ્થાન ધરાવતા તાજમહેલ નું નિર્માણ મુધલ બાદશાહ શાહજહાંએ બંધાવ્યો હતો.
શાહજહાં જીવનસાથી
પોતાની બેગમ મુમતાઝ ની યાદ માં તાજ મહલ બનાવ્યો હતો. ઈ.સ. 1630 માં બેગમ મુમતાઝ નું અવસાન પામતા ઈ.સ. 1631 માં તાજમહેલ બનાવવાની એટલે કે બાંધકામ ની શરૂઆત થઈ હતી એ લગભગ 22 વર્ષ સુધી ચાલી ઈ.સ. 1653 માં તાજમહેલ નું નિર્માણ કાર્ય પૂર્ણ થયું.
તાજમહેલ કે બારે મેં બતાવો
શાહજહાંએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીયન શિલ્પીઓ ને રોક્યા હતા. સંસારના અદ્રિતીય મકબરાઓમા તાજમહેલ ની ગણના થાય અને એના દ્વારા મુમતાઝ મહલ નું નામ જગતભરમાં અમર થઈ જાય તેવી શાહજહાં ની અંતરેચ્છા હતી. તાજમહેલ ની સંપૂર્ણ ઈમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે. તાજમહેલ ની મધ્યમાં મુમતાઝ ની કબર છે અને તેની ચારેબાજુ ખુબ જ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે. તેની મહેરાબ પર એક ઉક્તિ લખેલી છે : સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનુ સ્વાગત છે. તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાનાં વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓને માટે તાજમહેલ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. તાજમહેલ પ્રેમ નું પ્રતિક છે. તાજમહેલ દુનિયા ની સાત અજાયબીઓ માં ની એક અજાયબી છે.
0 ટિપ્પણીઓ