નરેન્દ્ર મોદી ઈતિહાસ | Narendra Modi history | નરેન્દ્ર મોદી વિશે માહિતી ગુજરાતી

 નરેન્દ્ર મોદી વિશે માહિતી

નરેન્દ્ર મોદીનો જન્મ તારીખ 17 સપ્ટેમ્બર 1950 માં ગુજરાત, ના મહેસાણા જિલ્લાના વડનગર માં થયો હતો. નરેન્દ્ર મોદીનુ પૂરુ નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી હતું. 



નરેન્દ્ર મોદીના માતા અને પિતાનુ નામ?

નરેન્દ્ર મોદીના માતા નું નામ હીરાબેન મોદી અને પિતાનું નામ દામોદરદાસ મૂલચંદ મોદી હતું. તેમને છ સંતાનો એમાં તીજા પુત્રનું નામ નરેન્દ્ર હતું. તેમને બાળપણનું હુલામણું નામ એન.ડી હતું.


નરેન્દ્ર મોદીના પત્નીનું નામ?

નરેન્દ્ર મોદીના પત્ની નું નામ જશોદાબેન હતું

નરેન્દ્ર મોદી ઈતિહાસ

નરેન્દ્ર મોદી બાળપણમાં પોતાના ભાઈ સાથે વડનગર રેલવે સ્ટેશન પર ચાની લારી ચલાવતા હતા. તેમણે શાળાકીય અભ્યાસ વડનગરમાં જ પૂર્ણ કર્યો હતો. બાળપણમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સભ્ય હતા. તેઓ ગુજરાત યુનિવર્સિટી માંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. યુવાન વયે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા, અને ભ્રષ્ટાચાર વિરોધી તેમણે નવનિર્માણ આંદોલનમાં સક્રિય રીતે મહત્વનો ભાગ ભજવ્યો. પછી તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માં સમ્પૂર્ણ રીતે જોડાયાં. સામાજિક અને સાંસ્કૃતિક વિકાસના કાર્યો સાથે સંકળાયેલી સંસ્થા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ કામ કર્યું. 

નરેન્દ્ર મોદી રાજકારણ ક્યારે જોડાયા?

નરેન્દ્ર મોદી ૧૯૭૮ માં ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપમાં જોડાયા હતા. તે રાજકારણ ના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા, એક જ વર્ષમાં તેઓ શંકરસિંહ વાઘેલા સાથે મળીને ગુજરાતમાં મજબૂત સંવર્ગ આધાર બનાવવાનો પ્રયત્ન કરો. શંકરસિંહ વાઘેલા ત્યારે નેતા હતા અને નરેન્દ્ર મોદી કાર્યકર તરીકે જોવા મળ્યા હતા. ૧૯૯૪ માં ગુજરાત વિધાનસભામાં ભાજપની જીત મળી. અને નરેન્દ્ર મોદીને

પક્ષના રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા. ગુજરાતમાં ભાજપ બે તૃતીયાંશ બહુમતી સાથે ૧૯૯૫ માં સત્તા માં આવી હતી. નરેન્દ્ર મોદી ૨૦૦૧ માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. મોદી એ જ્યારે સત્તામાં આવ્યા ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થા નબળી હતી. મોદીએ સરકારનું વહીવટી ખાતું ફરી સંગઠિત કર્યું અને મોટા પાયે ખર્ચ પર કાપ મુક્યો. જેના કારણે મોદી શાસનના પ્રથમ તબક્કામાં ગુજરાત ની આર્થિક વૃદ્ધિમાં ૧૦ ટકા નો વધારો જોવા મળ્યો. આ વધારો ભારતના અન્ય કોઈ પણ રાજ્ય કરતા વધારે હતો.

 ૨૦૦૨ માં ગોધરા કાંડ થયો હતો, ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ માં હિન્દુ યાત્રાળુઓ અને ધાર્મિક કારીગરો અયોધ્યાથી પરત ફરી રહેલા હતા ત્યારે ગોધરા માં હિન્દુ મુસ્લિમ કોમી રમખાણ માં ૫૯ લોકો સ્થળ પર મૃત્યુ પામેલા. સ્થાનિક મુસ્લિમ નેતાઓ એ ટ્રેન ને સળગાવી દેવાનો આક્ષેપ છે. કરાયેલ અભ્યાસ મુજબ મુત્યુ નો આંકડો ૨૦૦૦ ને પાર છે. ૨૦૦૭ માં નરેન્દ્ર મોદી બીજી વખત મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા. વર્ષ ૨૦૧૨માં ગુજરાતમાં મોદીના નેતળત્‍વ હેઠળ ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત મુખ્‍યમંત્રી તરીકે નિયુક્‍ત થયા છે. ૯ જૂન ૨૦૧૪ના દિવસે તેમને ભાજપની રાષ્ટ્રીય સ્તરની કારોબારી સમિતિની બેઠકમાં ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ભાજપની કેન્દ્રીય ચુંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નિમવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીને ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં તેમના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા. નરેન્દ્ર મોદી બે સીટ ઉપર થી ચુંટણી લડ્યા એક વારાણસી અને બીજી વડોદરા, બન્ને જ્ગ્યા એ ભારી બહુમતીથી વિજય થયા. જો કે એક વ્યક્તિ બન્ને જ્ગ્યાએ થી કામ ન કરી શકે તે માટે તેમણે ૨૯ મે ૨૦૧૪ના દિવસે વડોદરાની બેઠક પરથી રાજીનામું આપ્યું. આ જીત કોંગ્રેસ પક્ષને મોટા મોટી હાર જોવા મળી. નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા. તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે. નરેન્દ્ર મોદી ભારતના ૧૪મા વડાપ્રધાન છે. 

સોમનાથ જ્યોતિર્લિંગ વિશે માહિતી?

મહાત્મા ગાંધી વિશે માહિતી?

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ