ભારતમા રેલવે ક્યાં બંને છે તેના વિશે માહિતી
![]() |
રેલગાડી |
ભારતીય રેલવે
ભારતમાં મુસાફરી માટે રેલવે સેવાની કામગીરી પ્રશંસનીય છે. રેલવે પોતાની જરૂરિયાતનાં ઉપકરણો જેવાં કે રેલવે એન્જિન , મુસાફરોના ડબા, માલગાડીના ડબા વગેરે ખુદ તૈયાર કરે છે. ઉપરાંત ખાનગી ધોરણે પણ ઉત્પાદન થાય છે. રેલવે એન્જિન ત્રણ પ્રકારનાં છે : વરાળ, ડિઝલ, વિદ્યુત. વર્તમાન સમયમાં વરાળથી ચાલતાં એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હૅરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે.
ડિઝલ તથા વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિજામમા ચિત્તરંજન લોકોમોટિવ વર્કસ, વારાણસીમાં ડિઝલ લોકોમોટિવ વર્કસમાં તથા જમશેદપુર ટાટા લોકોમોટિવ વર્કસમા થાય છે. મુસાફરો માટે ડબા પેરામ્બૂર, બેંગાલુરુ, કપુરથલા અને કોલકાતામાં બને છે. આ ઉપરાંત રેલવેના પાટા, એન્જિન પાર્ટસ, વ્હીલ વગેરેનાં કારખાનાં પણ છે. આપણે રેલવેનાં એન્જિનો તથા બીજાં ઉત્પાદનોની વિદેશમાં નિકાસ પણ કરીએ છીએ.
0 ટિપ્પણીઓ