ઈલોન મસ્કના વિચાર | Elon Musk's idea
![]() |
ઈલોન મસ્કની વિચાર ધારા |
ઈલોન મસ્ક એ ઈન્ટરવ્યુ તેમણે શું કહ્યું
સાંભળેલી દરેક વાતને સાચી ન માનો, તેનું વિશ્લેષણ જરૂર કરો.
તમે જે કંઈ કરો એ જરૂરી નથી આખી દુનિયાને બદલનારુ હોય. જો તની સમાજ પર થોડી પણ અસર થાય છે કે પચી તે મોટી સંખ્યામાં લોકોની જિંદગીને થોડી પણ સારી બનાવે છે તો તે સારું છે. તમે જે કંઈ કરો, તેનાથી સમાજને કંઈક મળવું જોઈએ.
આ જોખમ લેવાનો સમય છે. સખત મહેનત જરૂરી છે. જ્યાં સુધી જાગતા રહો, મહેનત કરો, ખાસ કરીને જ્યારે તમે નવી કંપની શરૂ કરવા માંગો છો. સપ્તાહમાં 80 થી 100 કલાક આપો અને તમે એ સફળતા 4 મહિનામાં મેળવી લેશો, જેને મેળવવા બીજા લોકોને એક વર્ષ લાગી છે.
તમે જે ક્ષેત્રમાં કામ કરો છો. તેમાં તમે જો સર્વશ્રેષ્ઠ પણ છો તો પણ નિષ્ફળતાની આશંકા રહે છે. એટલે એ જરૂરી નથી કે તમે જે કંઈ કરો છો એ તમને ગમતું હોવું જોઈએ. જ્યારે કોઈ કામ ગમતું હોય તો તમે તેના અંગે ત્યારે પણ વિચાર છો, જ્યારે તમે એ કામ કરતા નથી હોતા.
લોકો જે સાંભળે છે તેને સાચું માની લે છે. ખરેખર તો દરેક વસ્તુ બાબતે ટીકાકાર બનીને વિચારવું જોઈએ. દરેક બાબતનું વિષ્લેષણ કરવું જોઈએ. તેનાથી આપણને ખબર પડે છે. વસ્તુ કેવી સારી બને છે, ત્યાર પછી જ તમે જોખમ લઈ શકો છો.
0 ટિપ્પણીઓ