સોમનાથ મંદિર વિશે માહિતી
પૌરાણીક કથાઓ એવું કહેવાય છે કે દક્ષ પ્રજાપતિએ પોતાની ૨૭ કન્યા સોમદેવ એટલે કે ચંદ્રદેવ સાથે પરણાવી હતી. ૨૭ કન્યામાં રોહિણી વધારે સુંદર હતી. તેથી સોમદેવ ને વધારે ગમતી એટલે તે વધારે પ્રેમ કરતો તે બીજી બહેનો ને ગમતું નહીં. દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવ બોલાવી કહ્યું કે બધીજ કન્યાઓ સાથે સમાન વહેવાર રાખે પણ સોમદેવ એ એવું ન કરી તેતો રોહિણી મોહીત થઈ ગયો હતો એટલે રાજા દક્ષ પ્રજાપતિએ સોમદેવ ને શ્રાપ આપ્યો કે તરો ક્ષય થાય. દિવસે ને દિવસે ક્ષય પામતો ગયો. યજ્ઞો કર્યા ઘણા બધા ઉપચારો ક્યાં તેમ છતાં તેનું કાઈ નિવારણ ન થયું. છેવટે દેવાના કહેવા થી દક્ષ રાજાએ સોમ ને ક્ષય નો ઉપાય બતાવો.
![]() |
ગીર સોમનાથ મંદિર |
પ્રભાસ તિર્થ આગળ સરસ્વતી નદી મળે છે. ત્યાં સોમદેવ સ્નાન કરવું અને ભગવાન શિવ ની પુજા આરાધના કરવી. સોમદેવ પ્રભાસપાટણ આવી સરસ્વતી નદી માં સ્નાન કરી શિવાજીની ભક્તિ કરી. ભગવાન શિવ પ્રસન્ન થાય અને વરદાન આપ્યું કે પંદર દિવસ વૃધ્ધિ થાય અને પંદર દિવસ ધટતો ઘટતો જાય.
સોમનાથ પ્રભાસપાટણ નામે કેમ ઓળખાય છે?
સોમદેવ ની ભક્તિથી પવિત્ર સ્થાન જ્યાં ભગવાન શિવ પ્રસન્ન થયા. આ ઉપર થી આ સ્થળ પ્રભાસ નામથી પ્રખ્યાત છે.
સોમનાથમહાદેવના નામ થી કેમ ઓળખાય છે.
સોમદેવે જે લિંગ ની પુજા કરી હતી. એ ઉપરથી સોમ+નાથ એટલે કે સોમનાથ મહાદેવ થી ઓળખાય છે સોમનાથ માં આવેલું લિંગ સ્વયંભૂ લિંગ છે જે અત્યંત ચમત્કારી અને તેજસ્વી છે.
સોમનાથ મંદિર સૌથી પહેલાં કોણે બંધાવ્યું?
સોમનાથ મંદિર સૌથી પહેલાં સોમરાજ દ્વારા સતયુગમાં સોનાનું અને ત્રેતાયુગમાં રાવણે ચાંદીનું અને દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ ભગવાન દ્વારા લાકડામાં બનાવામાં આવ્યું હતું.
0 ટિપ્પણીઓ