રથમંદિર | Chariot Temple

 Chariot Temple

What is Chariot Temple?

Chariot Temple | What is Chariot Temple?

રથમંદિરો

Who built chariot temple?

દક્ષિણ ભારતમાં એક પથ્થર માંથી કે ખડકમાંથી કોતરી ને બનાવેલ જગવિખ્યાત રથમંદિરો પલ્લવ યુગની આગવી ઓળખ છે. કાંચી ની કૈલાસનાથનુ અને વૈકટપેરૂમલનુ મંદિર કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ઉપરાંત મહાબલીપુરમનો મંડપ અને મહાબલિપુરમના રથમંદિરો વિશ્વ વિખ્યાત છે. દરેક રથમંદિરો એક જ ખડક કાપીને બનાવવામાં આવ્યા છે. આ રથોના નામ પાંડવોના નામ પરથી રાખવામાં આવ્યા છે. સૌથી મોટું રથમંદિર ધર્મરાજ નું અને નાનું રથમંદિર દ્રૌપદીનું છે.

મંદિર સ્થાપત્ય (મંદિરો)

What are chariot temples enlist famous chariot temples of the south?

મંદિર સ્થાપત્યમાં ઊંચી પઠિકાઓ ઉપર સીડીઓવાળા અને શિખરબદ્ધ મંદિરો જોવા મળે છે. કેટલાક સપાટ મંદિર છે. ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા પથ રાખવામાં આવતો.

સ્થાપત્ય કલાનાં શ્રેષ્ઠ મંદિરોમાં જબલપુર નું ભૂમરાનુ શિવમંદિર, દક્ષિણ ભારતનુ બીજાપુરનુ લારખાનનુ મંદિર, નાલંદા ( સુલતાનગંજ ) ની ભગવાન બુદ્ધ ની તામ્રમૂર્તિ ઓ તથા મથુરાના જૈન મંદિર ની પ્રતિમા શિલ્પકલા ક્ષેત્રે અદ્રિતીય છે. તેમાં પલ્લવ રાજા ઓનુ મોટું યોગદાન છે. પલ્લવોની રાજધાની કાચી ખાતે બંધાયેલા મંદિરો અત્યંત પ્રસિદ્ધ છે.

ચોલવંશની રાજધાની થંજાવુરમા હતી. અહીં બૃહદેશ્વરનુ મંદિર ચોલવંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. આ મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે. પ્રાચીન ભારતનુ આ અજોડ મંદિર છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ