ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર
Astronomy and Astrology
શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. ખગોળશાસ્ત્ર ને લગતા ધણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે. આ બધા જ ગ્રંથો નો પ્રાચીન વિદ્યાપીઠોમા વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપર થી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર નો સારો વિકાસ થયો હતો. ખાસ કરીને ગ્રહો ઉપર ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું
What are the similarities between astronomy and astrology?
![]() |
જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિર |
What did Aryabhata discover?
જેમના નામ પરથી ભારત ના પ્રથમ ઉપગ્રહ નું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું તે આર્યભટ્ટ નું ખગોળવિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. તેમણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણ નું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે' તેમ સાબિત કર્યું હતું. જેને વિદ્ધાનો અજરભર નામથી સંબોધિતા હતા. એજ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મસિદ્ધાત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોને પણ ઉલ્લેખિત કર્યો છે.
Is astronomy same as astrology?
જ્યોતિષશાસ્ત્ર ને તંત્ર હોરા ને સંહીતા એવા ત્રણ ભાગમાં વહેચનાર વરાહમિહિર મહાન ખગોળવેત્તા તથા જ્યોતિષશાસ્ત્રી હતા. તેમણે બૃહદ્સંહિતા નામના ગ્રંથની રચના કરી, જેમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો, મનુષ્યોના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય, તળાવ, કૂવાઓ, બગીચા, ખેતરમાં વાવણી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તો ની માહિતી દર્શાવી છે. આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજો વિવિધ વિદ્યામાં કેવી કેવી નિપુણતા ધરાવતા હતા.
0 ટિપ્પણીઓ