ગુજરાતીઓ જ અમિર કેમ? | Why Gujaratis so money minded

 Why only Gujaratis are rich


મોટા ભાગે ગુજરાતી માણસ જ અમિર કેમ?

      આજે વિશ્વનો લગભગ જ કોઇ દેશ બાકી રહ્યો હશે, જ્યાં ગુજરાતી ભાઈનો પાનનો ગલ્લો ના હોય? મોટામાં મોટી કંપની નો માલિક હોય કે પછી નાના-નાના ઉધોગો ચલાવતો હોય. પણ એક ગુજરાતી ગમે ત્યાંથી પાણી કાઢી લે છે. અને ત્યારે વિશ્વના ધણા લોકો ના મનમાં એવો પ્રશ્ન જરૂર થાય છે કે ગુજરાતી માણસ આટલો સુખી કેમ? ગુજરાતના લોકો સુખના ઘણા કારણો છે. જે આજે આપણે જોઇશું. 

Why Gujaratis are rich | Who is the richest person of Gujarat?

why gujaratis are good in business

    સૌથી પહેલાં "મીઠી વાણી

આવો કેમ છો? તબિયત પાણી કેમ છે? ધંધા પાણી કેમ ચાલે છે. કઈ જરૂર હોય તો કહેજો હોં મુજાતા નઈ આવા બધા મીઠા વાક્યો એ એક ગુજરાતી ના જીવન માં રોજે રોજ વપરાય છે. પોતાની વાણીની મીઠાશ ને લીધે આજે ગુજરાતી સમગ્ર વિશ્વમાં વખણાય છે. બીજું સમસ્યાઓ સામે લડત લેણુ થયું ગયું છે તો ધીરે-ધીરે ચુકવી દેશું ઝઘડો થયો છે તો વાતચીત કરીને સુલજાવી લેશુ દોસ્તી કરીને મનાવી લેશુ આવા બધા વાક્યો નો ઉપયોગ એક ગુજરાતી ને ચિંતામુક્ત બનાવે છે. એક ગુજરાતી માણસ સંબંધ બઉ જલ્દી બનાવી લે છે. એનો સ્વભાવ મિલન સાર હોય છે. કામ માંગવામાં કે મદદ માંગવામાં શરમ નથી રાખતા. સંબંધોને સાચવી રાખવા માટે નુકસાન ઉઠાવવું પડે તો એ પણ ઉઠાવી લે છે. ગુજરાતી માં એક કહેવત છે કે લાલો લાભ વગર ના લોટે પોતાના બાપ દાદાના ધંધાના અમુલ્ય વારસા ને ગુજરાતીઓ એ ખુબજ સારી રીતે સાચવી રાખેલ છે. 

Which state has most billionaires in India? | Who is the No 1 rich person in India?

Why is Gujarati good in business?

ભણવામાં ખુબ જ હોશિયાર હોય કે સામાન્ય કોલેજ કરેલ હોય કે ૧૦ મુ ફેઈલ પણ વાત જ્યારે સમજણ શક્તિ ની અને કોઠા સુઝની આવે તો એમાં દરેક ગુજરાતી અવ્વલ સ્થાન પર આવે છે. ૧૦ રૂપિયા માટે ગ્રાહક સાથે ભલે ૨ કલાક રિગજિક કરશે પણ સોદો પાક્કો થાય તો ૧૦૦ રૂપિયા નો નાસ્તો કરાવતા જરાક પણ અચકાશે નઈ કારણ કે એના મન ધંધો ધંધાની જગ્યાએ અને સંબંધો સંબંધો ની જગ્યાએ

Who is the top 20 richest person in India?

 ભારત દેશના લગભગ ૫૦ % અમીરો ગુજરાત ના છે. જેમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, દિલીપ સંઘવી, અજીમ પ્રેમજી, કરશનભાઈ પટેલ, અને પંકજ પટેલ જેવા નામો શામિલ છે. આ બધા લોકો પોતાના ધંધા પ્રત્યે એટલા જાગૃત હોય છે. કે ધંધા ના દરેક લેવલ પર એ હંમેશા એને આગળ લઈ જવા તરફ જ પ્રયાસ કરતા હોય છે.

Why Gujarat is best for business?

 એક ગુજરાતી નું માનવું છે કે જીવનમાં કઈક મોટું કરો ભલે શરૂઆત નાનેથી કરો. એક ગુજરાતી પાસે ગજબનું ધૈર્ય હોય છે. જે વસ્તુ ની શરૂઆત કરે એમાં જી જાન લગાવી દે છે. એવું નઈ કે નફો ના મળે તો એ ધંધો છોડીને બીજો ગોતી લેવો પરંતુ ત્યાં સુધી હિમ્મત નથી છોડતા જ્યાં સુધી ધાર્યા પરિણામ મળવા ના માંડે. એક ગુજરાતી પોતાની સંસ્કૃતિને મહત્વ આપે છે. દુનિયાના ગમે તે ખુણે જાય પણ એ પોતાના સંસ્કાર, ગુરૂ, ધર્મ, અને પરીવાર ને હમેશાં સન્માન આપે છે. તથા હંમેશા એનાથી જોડાયેલા રહે છે. અને એજ કારણ છે. તેઓને આગળ વધવા માટે હંમેશા પ્રેરણા મળતી રહે છે. એક ગુજરાતી હંમેશા બીજા માણસ ને રિસ્પેકટ કરે છે.

What are Gujaratis famous for?

 જેના લીધે બીજા વ્યાપારીઓ કે એમના ગ્રાહકો હંમેશા જોડાયેલા રહે છે. કહેવાય છે કે એક ગુજરાતીની વાણીમાં એટલી જ મીઠાશ હોય છે. જેટલી એની ખાણી પીણીમાં ધંધામાં થતાં નફા ને તેઓ પાછા ધંધામાં જ રોકી દે છે અને શરૂઆત ના તબક્કામાં પૈસાનો વેડફાટ નથી કરતા એક ગુજરાતી પોતાના દુશ્મનોને નઈ પણ પોતાની દુશ્મનીને ખતમ કરે છે. અને એને દોસ્ત બનાવી લે છે. એક ગુજરાતી પૈસા ને સમજી વિચારીને ખર્ચ કરે છે. પરંતુ એનો મતલબ એવો નથી કે તેઓ રોયલ જીવન નથી જીવતા. એ પોતાના બધા જ શોખ પુરા કરે છે. પરંતુ એમની પાસે અઢળક રૂપિયા આવી જાય પછી ત્યાં સુધી તે રૂપિયા કમાવવા પર વધુ ધ્યાન આપે છે. એક ગુજરાતી હંમેશા કંઈક નવું કરવાના પ્રયત્નો કરે છે. એનામાં ક્રીએટીવીટી ની ભરમાર હોય છે. એક નવો idea મળતાંની સાથે જ તે એને સફળ બનાવવા લાગી પડે છે. 

Where do billionaires live in India?


Which state has most billionaires in India?

એક ગુજરાતી જાણે છે કે જીવનમાં સારા મોટાઓ ધણા આવશે અને દરેક સારા મોકાનો લાભ ઉઠાવવા માટે પોતે તત્પર રહે છે. એક ગુજરાતી વિશે કહેવાય છે કે ધંધામાં એટલાં પારંગત હોય છે કે મારવાડી પાસે થી માલ લઈ ને સિંધીને વેચે તોય એમાં નફો કરી લે છે. એક ગુજરાતી ની ખાસિયત એ છે કે તે ગમે તેટલા ઊંચા સ્થાન પર પહોંચે તેમ છતાં ઘમંડ અને સાન નથી દેખાડતા મિત્રો ક્યાંક ને ક્યાંક આ બધા જ કારણો છે કે એક ગુજરાતીને સમગ્ર વિશ્વમાં વખાણવા લાયક બનાવે છે. તમારું આ વિશે શું કહેવું છે નિચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ