માટીકામ કલા :
Pottery
What is example of pottery?
![]() |
Pottery Art |
Who first invented clay pottery?
માનવજીવન અને માટી વચ્ચે ધણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે. ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદ્ અંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો, જેમાં માટીના રમકડા, ધડા, કુલડી, કોડીયા, હાડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણી શકાય. એ સમયે ધરોની દિવાલોને પણ માટી અને છાણથી લીટીને રક્ષણ અપાતું.
પાણી, દૂધ, દહીં, છાશ, અને ધી જેવા પ્રવાહી પણ માટીના વાસણમાં રાખવામાં આવતા. રસોઈના વાસણો પણ માટીના રહેતા. લોથલ, મોહે-જો-દડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયનાં માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી, વગેરે વાસણો મળી આવ્યા છે. કુભારનો ચાકડો માટીકામ માટે નું પ્રાચીન ભારતનુ પ્રથમ યંત્ર ગણી શકાય. આજે પણ નવરાત્રીમાં ગરબા ( અંદર દીવો હોય તેવા માટીનો કાણાં પાડેલો ધડો ) જોવા મળે છે.
![]() |
Pottery |
Which place is famous for black pottery?
કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા ( ટેરાકૉટા ) વાસણો તેમ જ વસ્તુઓનુ ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. જેના ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુનકોડા અને ગુજરાતના લાધણજ ( મહેસાણા જિલ્લા ) માંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જુના અવશેષોના આધારે મળે છે.
0 ટિપ્પણીઓ