Gujarat ni gufa | ગુજરાતની ગુફાઓ | caves of gujarat

 ગુજરાતની ગુફાઓ

Caves of gujarat

Caves of junagadh | caves of gujarat
Junagadh caves



( 1 ) ખંભાલીડા ગુફા :

રાજકોટ થી 70 કિમી દૂર ગોંડલ પાસે આવેલા ખંભાલીડામાથી આ ગુફાઓ ( ઈ.સ. 1959 માં ) શોધાઈ છે. તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફા માં સ્તૂપ યુક્ત ચૈત્યગૂહ, પ્રવેશ માર્ગો ની ઉભય બાજુએ વૂક્ષને આશ્રયે ઉભેલા બૌદ્ધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૂતિઓ બીજી-ત્રીજી સદીની છે.

( 2 ) તળાજા ગુફા :

શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં તળાજા નો ડુંગર આવેલો છે. તે ( તાલધ્વજ ગિરિ ) તીર્થ ધામ તરીકે પ્રખ્યાત છે. પથ્થરો કોતરી ને 30 ગુફાઓ ની રચના કરવામાં આવી છે. આ ગુફાઓની સ્થાપત્ય કલા માં વિશાળ દરવાજો આવેલો છે. એભલમંડપ ( સભાખંડ ) અને ચૈત્યગૂહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યોથી આ ગુફાઓ ઈસ્વીસનની ત્રીજી સદીની છે.

લાલ કિલ્લો ક્યાં અને ક્યારે બનાવ્યો

Buddhist caves in gujarat | khambhalida caves
Gujarat caves


( 3 ) સાણા ગુફા :

ગિર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકીયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગરો ઉપર આ ગુફાઓ આવેલી છે. સાણા ડુંગર ઉપર મધપુડા ની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે.

( 4 ) ઢાંક ગુફા :

રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ઢંકગિરિ આવેલા છે. ઢાંક ની ગુફાઓ ચોથી સદીના પુર્વાર્ધ ની હોવા નુ જણાય છે.

Siyot caves history | talaja caves
Khambhalida caves


( 5 ) ઝીઝુરીઝર : 

ઢાંક ની પશ્વિમે સાતેક કિલોમીટર ના અંતરે સિદસર પાસે ની ઝીઝુરીઝરની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. ઈ.સ. ની પહેલી અને બીજી સદીની હોય તેમ મનાય છે.

Khapra kodiya caves | sana caves
Gujarati ni gufa


( 6 ) કચ્છ ની ખાપરા કોડીયાની ગુફાઓ :

કચ્છ ના લખપત તાલુકામાં જુના પાટગઢ પાસે ના પહાડ માં ગુફાઓ આવેલી છે. કુલ બે ગુફાઓ છે. ઈ.સ. 1967 માં આ ગુફાઓ કે. કા. શાસ્ત્રીએ શોધી કાઢી છે.

( 7 ) કડિયા ડુંગર ગુફા :

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગર ની ત્રણ ગુફાઓ આવેલી છે. એ બૌદ્ધ ધર્મના પ્રાચીન સ્થાપત્ય કલા નો ઉત્તમ નમૂનો ગણાય છે. અહીં ગુફા સ્થાપત્ય બેનમુન છે. એક જ પથ્થરમાં કંડારેલો 11 ફુટ ઉંચો એક સિંહ સ્તંભ છે. સ્તંભ ના શિરો ભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહાકૂતિ છે.


( 8 ) જુનાગઢની ગુફાઓ

સોમનાથ મહાદેવ વિશે માહિતી?

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ