The secret of Karna's funeral
મહાભારતમાં કર્ણના મુત્યુ પછી તેનો અજ્ઞી સંસ્કાર સુરતમાં જ કેમ આવો જાણવા જેવી એક સત્ય હકીકત છે. જે બધાને ખબર હોવી જોઈએ.
At what age Karna died
![]() |
Karna and Arjun |
Why does Kunti reveal his birth to Karna
મિત્રો તમે મહારાણી કુન્તી ના સૈથી મોટા પુત્ર કર્ણની જીવન ગાથા વિશે ધણું બધુ સાંભળ્યૂ હશે. પરંતુ શું તમે તેના મુત્યુ વીસે જાણો છો. તો આજે અમે મુત્યુ અને તેને સંબંધિત રહસ્ય વીષે બતાવીશું જેનાથી લગભગ તમે અજાણ હશો. જ્યારે મહાભારત નું યુધ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતું. ત્યારે કર્ણ એ અર્જુને જણાવ્યું કે હે અર્જુન જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીનમાં થી બહાર ન કાઢી લવ ત્યાં સુધી તું મારા પર વાર નહીં કરે. આ સાંભળી અર્જુન અટકી ગયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હે અર્જુન કેમ અટકી ગયો બાણ ચલાવ અર્જુને શ્રી કૃષ્ણ ને જણાવ્યું કે યુધ્ધ ના નીયમ ને વિરુદ્ધ છે.
![]() |
અર્જુન અને કર્ણ યુધ્ધ |
ભગવાન ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુને યાદ અપાવ્યું, કે જ્યારે અભિમન્યુ એકલોજ બધા યોધ્ધા સાથે લડી રહ્યો હતો. ત્યારે યુધ્ધના નિયમો નો ખ્યાલ નહોતો રહ્યો. ત્યાર શું પીતામહાએ યુધ્ધના નિયમો નોહતા બનાવ્યા અને એટલુંજ નહીં ભરી સભામાં દ્રોપદી ને વેસ્યા કહેવામાં આવી હતી. ત્યારે આ સાંભળી અર્જુનને ગુસ્સો આવ્યો, અને કર્ણ પર બાણ ચલાવી દીધું અર્જુન દ્વારા ચલાવવાએલુ બાણ કોઈ સાધારણ બાણ નહોતું જેનાથી કર્ણ બચી સકે તે પાસુપસત્ર હતું જે ભગવાન શિવજીના વરદાનથી અર્જુનને મળ્યું હતું.
જ્યારે પાંડવો ૧૪વર્ષ ના વનવાસ માટે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ પાંચેય પાંડવને અલગ-અલગ તપસ્યા કરવા માટે મોકલી દીધા હોતા. તેમાં અર્જુન ને ભગવાન શિવજીની તપસ્યા કરી હતી. ભગવાન શિવજીએ તેને પાસુપાસત્ર વરદાન આપ્યું અર્જુન ને આ બાણના વારથી તડપી તડપી ને કર્ણ મુત્યુ ની રાહ જોય રહ્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ કર્ણની પરીક્ષા લેવાનું વિચારીયુ અને બ્રાહ્મણ ના રૂપ ધારણ કરી કુષ્ણ ભગવાન કર્ણ પાસે આવીયા અને કહ્યું હે દાનવીર કર્ણ મારી પુત્રી ના લગ્ન કરવા છે.
અને મારી પાસે તેને દાન આપવા માટે સોનું નથી. તો મને સોનાનું દાન આપ. ત્યારે કર્ણ એ જણાવ્યું. કે મારી પાસે કંઈ નથી. હું તમને શું દાન કરી સકુ સા માટે તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો. ત્યારે બ્રાહ્માણે કહ્યું. કે હજુ પણ તારી પાસે સોનાનો દાંત છે. દાન આપવા માટે ત્યારે કર્ણ એ જણાવ્યું. પથ્થર મારી ને મારો દાંત કાઢી લો, ત્યારે બ્રાહ્માણે જણાવ્યું કે દાન આપવું હોય તો મારાથી પથ્થર મારીને ન લેવાય.
તારે જ આપવો પડે આ દાંત ત્યારે કર્ણ એ પોતાના હાથે દાંત પર પથ્થર મારીને દાંત કાઢીને બ્રાહ્મણ ને આપો ત્યારે બ્રાહ્માણે કહ્યું. કે દાંત ને પવિત્ર કરીને આપ. ત્યારે કર્ણ એ પોતાનું બાણ જમીન પર ચલાવ્યું તો ત્યાંથી ગંગા નદીની જળધારા થઈ. અને દાંત પવિત્ર થઈ ગયો.
Who did the funeral of Karna
ત્યારે કર્ણ સમજી ગયો આ બ્રાહ્મણ કોઈ દેવતા છે. અથવા તો ખુદ પરમાત્મા છે. માટે તેણે બ્રાહ્મણ ને કહ્યું. તમે જે હોય તે મને તમારું અસલી રૂપ દેખાડો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અસલી રૂપમાં આવ્યા. અને કર્ણ એ જણાવ્યું તુ ખરેખર મહાન દાનવીર છે તારા જેવો દાનવીર બીજો આ જગતમાં કોઈ નથી માટે હું તારા કર્મથી પર્સંન શું તું જે માગીશ તે આપીશ માટે કોઈ વરદાન માંગ કર્ણ, ત્યારે કર્ણ એ કહ્યું કે આમતો મેં ક્યારેય કોઈ પાસે માગું નથી, પરંતુ આજે વરદાન માંગુ છું. કે મને જન્મ એક કુંવારી માતા એ આપો છે માટે મારા અંતીમ સંસ્કાર પણ એક કુંવારી જમીન પર થાય તેવું હું ઈશુ છું.
ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાની અંત દ્રટીથી કુંવારી જમીન શોધી કાઢી. તો તાપી નદીના કિનારે અશ્વિની કુમારના મંદિર પાસે ની જમીન કુંવારી હતી. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અને પાંચ પાંડવોએ કર્ણના અંતિમ સંસ્કાર ત્યાં કર્યા હતા. ત્યારે પાંડવોએ પુસ્યુ કે આ કુંવારી જમીન જ છે. એવું કઈ રીતે સાબિત થાય ત્યારે કર્ણ પ્રગટ થયો. અને જણાવ્યું કે તાપી મારી બહેન છે. અશ્વિની કુમાર મારા ભાઈયો છે. અને હું સુર્ય પુત્ર છું. અને મારો અગ્નિ દાહ કુંવારી જમીનમાં જ થયો છે. ત્યારે પાંડવોએ જણાવ્યું કે હે પ્રભુ અમને તો ખબર પડી ગઈ કે આ એક કુંવારી જમીન છે. પરંતુ આવનારી પેઢી ને કેવી રીતે ખબર પડ છે. દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર થયા હતા.
![]() |
કર્ણ મુત્યુનુ રહસ્ય |
ત્યારે ભગવાને વિચાર્યું અને કહ્યું આ જમીન પર એક વડ વુક્ષ ઉગશે તેમાં ત્રણ પાંદડા આવશે બ્રહ્મા વિષ્ણુ મહેશ એના પ્રતીક હશે. અને આગળ જણાવ્યું જે કોઈ સાચી શ્રદ્ધાથી પ્રાથના કરશે તેની મનોકામના અહીં અવશ્ય પુર્ણ થશે મીત્રો આ વડ વૃક્ષ આજે પણ છે. અને આજે પણ માત્ર ત્રણ પાંદડા છે. જે વાતની સાબિતી આપે છે. કે દાનવીર કર્ણના અંતિમ સંસ્કાર ત્યાંજ કરવામાં આવ્યા હતા.
મિત્રો સૈથી મજેદાર ની વાતતો એ છે. કે આ વડ વૃક્ષ આપણા ગુજરાતમાં છે. સુરત શહેર તાપી નદીના કિનારે આવેલા અશ્વિની કુમાર મંદિર પાસે આ ત્રણ પાંદડા વાળું આ વડ વુક્ષ આવેલું છે. અને કદાચ એટલા માટે જ આજે સુરત શહેરની દુનિયા ભરમાં બોલબાલા છે. ત્યાં જઈને કોઈ પણ વ્યક્તિ પોતાની લાઈફ સેટ કરીલે છે. કેમકે સુરત પર આજે ભગવાન શ્રી કૃષ્ણ અને સુર્યદેવના આસીવાદ છે. તો મિત્રો આ હતી આજની ધાર્મિક વાત ગમી હોય તો અમારી વેબસાઇટ ને ફોલોવ કરો.
0 ટિપ્પણીઓ