Mehulo
મેહુલો
જેની જોતાતા વાટ એ મેહુલો ક્યારે આવશે. ખેડૂત ને વાવણી નો સમય થયો ગયો છે. જેઠ મહિનો કરતા વાવણી ઓ થઈ ગઈ છે. મેધરાજાની આપવાની વાટુ જોવાય છે. અષાઢ આવતા ની સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી ની વાટ જોવાય છે. મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી ગાજ વિજ સાથે થાય છે.
![]() |
વરસાદ ક્યારે આવશે |
વરસાદ આવતા ખેડૂતો આનંદમાં આવી જાય છે. પંખી ઓ કલરવ કરવા માંડે દેડકા ઓ દ્ર ઉ દ ઉ કરવા માંડે છે. બાળકો વરસાદ માં નવા મડે છે. નદી નાળા છલકાઈ જાય છે. વરસાદ આવતા જ બધા ઝાડ, ફુલ, છોડ, વગેરે લીલા સમ થઈ જાય છે. અને આ નજારો જોતા એવું લાગે છે કે ધરતી માતા એ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવું લાગે છે.
વરસાદ થી અનેક લોકો ના જીવનમાં ખસાહલી આવે છે.
" જળ એજ જીવન "
વરસાદ સારો થાય એટલે ખેડૂત ના ઘરે લાપસી બંને છે. બધા ની ખસી એટલી બધી હોય છે. કે તેમને જોઈને. તેમને જોઈને મને પણ આનંદ થાય છે. જીંદગી ની સફર માં ધણા બધા ઉતાર ચઢાવ જોયા છે. પણ બિજાને ખુશ જોઈને જે આનંદ થાય એ કાંઈક અલગ જ હોય છે.
વરસાદ થાતા જ આ ધરતી લીલીછમ હરિયાળી છવાઈ જાય. અને એ નજારો જોવા મળે કે એક એવો સુંદરતાનો એહસાસ થાય એવું લાગે કે અહીંયા ને અહીંયા જ રહીયે. આ મસ્ત વાતાવરણને માણવા ની મોજ કંઈક અલગ જ હોય છે.
કુદરતી નજારો કેવો હોય પહાડો ઉપર થી ઝરણાં ઓ વહેતા હોય મંદ મંદ હવા વહેતી હોય અને પંખીઓ બોલતા હોય.
0 ટિપ્પણીઓ